અમદાવાદ વાસીઓની સુવિધામાં વધારો, કાંકરિયા ઇસ્ટ મેટ્રો સ્ટેશન પેસેન્જર ઓપરેશન માટે તૈયાર, જુઓ તસવીર
અમદાવાદમાં એક ખૂણે થી બીજે ખૂણે જવા માટે ચોક્કસ પણે લાંબુ અંતર કાપવું પડે છે. સાથે જ અનેક સિગ્નલ આ રસ્તાઓમાં આવતા હોય છે. મહત્વનું છે કે અમદાવાદીઓને તેમના ગંતવ્ય સ્થાને વગર કોઈ અવરોધે ઓછી કિંમતમાં પહોંચાડી શકાય તે માટે ખાસ આયોજન કરવામાં આવ્યું છે જે મેટ્રો ટ્રેન છે. જોકે હવે પૂર્વ પશ્ચિમ કોરિડોરમાં મેટ્રો ટ્રેનને લઈ મહત્વના સમાચાર આવ્યા છે. જેમાં કાંકરિયા ઇસ્ટ મેટ્રો સ્ટેશન પેસેન્જર ઓપરેશન માટે તૈયાર થયું છે.