23 દેશો વચ્ચે અમદાવાદના તબીબી દંપતીએ વિશ્વમાં ભારતનો ડંકો વગાડ્યો, જુઓ Photos

અમદાવાદના જાણીતા ગાયનેકોલોજિસ્ટ ડૉ. મુકેશ અને ડૉ. વિધુલા બાવિશી દંપતીને બેંગકોકમાં ગ્લોબલ હેલ્થકેર ઇનોવેશન એવોર્ડ 2026 મળ્યો છે. તેમણે ગાયનેક સર્જરી અને નિઃસંતાનપણાની સારવારમાં સરળ, અસરકારક અને ઓછી ખર્ચાળ ટેકનીક વિકસાવી છે.

| Updated on: Aug 30, 2026 | 7:01 PM
1 / 5
થાઇલેન્ડના બેંગકોક ખાતે યોજાયેલા ગ્લોબલ હેલ્થકેર એવોર્ડ્સમાં અમદાવાદના જાણીતા ગાયનેકોલોજિસ્ટ દંપતી ડૉ. મુકેશ બાવિશી અને ડૉ. વિધુલા બાવિશીને આંતરરાષ્ટ્રીય સન્માન મળ્યું છે. બંનેને ‘ગ્લોબલ હેલ્થકેર ઇનોવેશન એવોર્ડ 2026’થી સન્માનિત કરવામાં આવ્યા છે.

2 / 5
બેંગકોકમાં યોજાયેલા ભવ્ય કાર્યક્રમ દરમિયાન થાઇલેન્ડના પૂર્વ ઉપપ્રધાનમંત્રી કોર્ન ડાબારંસીના હસ્તે આ પ્રતિષ્ઠિત એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. ગાયનેક સર્જરી અને નિઃસંતાનપણાની સારવાર ક્ષેત્રે સરળ, અસરકારક અને ઓછી ખર્ચાળ ટેકનીક વિકસાવવા બદલ આ દંપતીને ઇનોવેટિવ સારવાર માટે આ સન્માન મળ્યું હોવાનું જણાવાયું છે.

3 / 5
આ વિશ્વસ્તરીય સ્પર્ધામાં ભારત, અમેરિકા, યુકે, ફ્રાન્સ, બ્રાઝિલ અને સિંગાપોર સહિત વિશ્વના 23 દેશોએ ભાગ લીધો હતો. 45થી વધુ એવોર્ડીઝ વચ્ચે અમદાવાદના આ ગુજરાતી તબીબી દંપતીએ પોતાની સિદ્ધિથી ભારતનું નામ આંતરરાષ્ટ્રીય મંચ પર રોશન કર્યું છે.

4 / 5
ડૉ. મુકેશ બાવિશી માટે આ આઠમો આંતરરાષ્ટ્રીય એવોર્ડ હોવાનું જણાવાયું છે. તેઓ અગાઉ સાત આંતરરાષ્ટ્રીય અને 31 રાષ્ટ્રીય એવોર્ડ મેળવી ચૂક્યા છે. તેમને અમેરિકાનો પ્રતિષ્ઠિત ‘અમેરિકન મેડલ ઓફ ઓનર’ તેમજ ‘કેન્ટુકી કર્નલ’ જેવા સન્માન પણ મળી ચૂક્યા છે.

5 / 5
ડૉ. મુકેશ અને ડૉ. વિધુલા બાવિશીએ આ સિદ્ધિને તેમની હોસ્પિટલની સમગ્ર ટીમની મહેનત અને દર્દીઓના વિશ્વાસને સમર્પિત કરી છે. લાંબા સમયથી નિઃસંતાનપણાની સમસ્યાનો સામનો કરી રહેલા દંપતીઓને સરળ અને ઓછી ખર્ચાળ સારવાર ઉપલબ્ધ કરાવવાના તેમના પ્રયાસોની પણ પ્રશંસા થઈ રહી છે.

Published On - 7:00 pm, Sun, 30 August 26

Follow Us
Loading...
Unable to load recommendations.