ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ઈન્ટરનેશનલ ફ્લાવર શોનું ઉદ્દઘાટન કર્યુ. ત્રીજી જાન્યુઆરીથી આ ઇન્ટરનેશનલ ફ્લાવર એક્ઝિબિશન 2025ની શાનદાર શરૂઆત થઈ છે. જે મુલાકાતીઓ માટે આગામી 22 જાન્યુઆરી સુધી રહેશે.
શું છે ખાસ? આ ફ્લાવર શોમાં પ્રાણીઓ, પક્ષીઓ અને અનેક ઐતિહાસિક ઈમારતોની પ્રતિકૃતિઓ ફૂલોમાંથી બનાવવામાં આવી છે.
70 થી 100 રૂપિયા ટિકિટ: અમદાવાદમાં શનિવાર અને રવિવારે ફ્લાવર શોની એન્ટ્રી ફી 100 રૂપિયા રાખવામાં આવી છે. જ્યારે સોમવારથી શુક્રવાર સુધી 70 રૂપિયા છે.
QR કોડ બનશે ગાઈડ: ફ્લાવર શોના મુલાકાતીઓ QR કોડ સ્કેન કરી વિવિધ ફૂલોની જાતો, માટીના શિલ્પો અને ઝોન વિશે ઓડિયો માર્ગદર્શન લઈ શકે છે.
આ રીતે કરાયુ ફ્લાવર શો નું આયોજન: આ ફ્લાવર શોમાં અનેક સ્વતંત્ર કોર્પોરેટ અને સરકારી સંસ્થાઓ ભાગીદાર તરીકે જોડાઈ છે.
પીએમ મોદીના સૂચનો અનુસાર પ્રદર્શન: વડા પ્રધાન નરેન્દ્ર મોદીના સૂચનો મુજબ (ગત વર્ષે તેમની મુલાકાત દરમિયાન), જનભાગીદારી પર ભાર મૂકવામાં આવ્યો છે.
10 લાખથી વધુ ફુલોનું પ્રદર્શન:ફ્લાવર શો ને છ ઝોનમાં વહેંચવામાં આવ્યો છે, જેમાં 50 પ્રજાતિના 10 લાખથી વધુ ફૂલો અને 30 થી વધુ માટીની બેનમૂન કલાકૃતિઓ, શિલ્પો પ્રદર્શિત કરવામાં આવ્યા છે.
2013માં પ્રથમવાર કરાયુ હતુ આયોજન: 2013માં 'સાબરમતી રિવરફ્રન્ટ' ખાતે પ્રથમ ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યું હતું અને તે સમયે નરેન્દ્ર મોદી રાજ્યના મુખ્યમંત્રી હતા.
400 મીટર લાંબી ફુલોની દિવાલ: ગયા વર્ષે, ફૂલોની પ્રખ્યાત 400 મીટર લાંબી દિવાલ માટે ગિનીસ વર્લ્ડ રેકોર્ડ્સમાં પણ આ ફ્લાવર શોની નોંધણી કરવામાં આવી હતી.
ગત વર્ષે 20 લાખ લોકોએ લીધી હતી મુલાકાત: ગયા વર્ષે ઇન્ટરનેશનલ ફ્લાવર શોમાં લગભગ 20 લાખ મુલાકાતીઓ આવ્યા હતા અને આ વર્ષે ગત વર્ષનો રેકોર્ડ પણ તૂટી જશે.
Published On - 6:24 pm, Mon, 6 January 25