
અનુજ શર્મા, પૂર્વી જોશી, અર્ષના મંધવાણી, ઋતુજા શાહ, ચિનાર ફારૂકી, ક્રિષ્ના પટેલ, અર્પિત અગ્રવાલ અને નિશિગંધા ખલાડકર સહિતના પ્રખ્યાત ડિઝાઇનરોએ પરંપરાગત વણાટ અને કાપડને સમકાલિન આર્ટવર્કમાં ફેરવીને શોમાં તેમની કુશળતા દર્શાવી હતી.

EDIIના ડિરેક્ટર જનરલ ડો. સુનીલ શુક્લાએ કારીગરો અને ડિઝાઈનર્સ વચ્ચેના સહયોગ અંગે જણાવ્યું હતું કે “આ ઇવેન્ટમાં રજૂ કરાયેલી સમકાલીન ડિઝાઇન સાથે પરંપરાગત કારીગરીનું મિશ્રણ આપણા કારીગરોની સ્થિતિસ્થાપકતા અને સર્જનાત્મકતાનો પુરાવો છે.

તેમને જરૂરી કૌશલ્યો અને સહાય પૂરી પાડીને અમે ફક્ત અમારા વારસાને જ સાચવી રહ્યા નથી પરંતુ આર્થિક સમૃદ્ધિ માટે નવા રસ્તાઓ પણ બનાવી રહ્યા છીએ. ઈડીઆઈઆઈ અને કુટિર ઉદ્યોગ કમિશ્નર કચેરી વચ્ચેની આ ભાગીદારી એ ગુજરાતના કારીગર સમુદાયો માટે જીવંત અને ટકાઉ ભવિષ્યના નિર્માણ તરફનું એક પગલું છે તેમ સુનીલ શુક્લાએ જણાવ્યું.

વર્ષ 2020માં શરૂ કરાયેલી હસ્તકલા સેતુ યોજના 33,800 કારીગરોને જાગૃત કર્યા છે અને 21,000થી વધુ કારીગરોએ ગુજરાતના 33 જિલ્લાઓમાં એડવાન્સ્ડ ટ્રેનિંગ મેળવી છે જેમાં વ્યવહારિક કૌશલ્ય તથા બજારની તકો પૂરી પાડવા પર ધ્યાન આપવામાં આવ્યું હતું. ગુજરાત સરકારના કુટિર ઉદ્યોગ કમિશ્નર કચેરીના મહત્વના ભાગીદાર તરીકે ઈડીઆઈઆઈ રાજ્યમાં ટકાઉ વિકાસને પ્રોત્સાહન આપીને તથા ઉદ્યોગ સાહસિકતાનું જતન કરવા માટે પ્રતિબદ્ધ છે.