
અમદાવાદમાં ઘર ભાડે લેવાની યોજના બનાવતા લોકો માટે આ સમાચાર ખૂબ જ કામના છે. એક રિસર્ચ મુજબ અમદાવાદ શહેરના કેટલાક વિસ્તારો એવા છે જ્યાં ઓછા ભાડામાં સારી સુવિધાઓ સાથે ઘરો ઉપલબ્ધ છે. આ વિસ્તારો ખાસ કરીને વિદ્યાર્થીઓ, નોકરીયાત લોકો અને નાના પરિવાર માટે અત્યંત અનુકૂળ માનવામાં આવે છે.અમદાવાદના કેટલાક વિસ્તારો ભાડા બાબતમાં શહેરના અન્ય વિસ્તારોની તુલનાએ ઘણી વધુ કિફાયતી ગણાય છે.

વસ્ત્રાલ વિસ્તારમાં 2 BHK ફ્લેટ માટે સરેરાશ ભાડું ₹7,500 - 20,000 હોય છે, જ્યારે 3 BHK ફ્લેટ માટે ભાડું અંદાજે ₹15,000 થી ₹25,000 સુધી રહે છે. આ વિસ્તાર ઝડપથી વિકાસ પામતો અને કિફાયતી રહેઠાણ માટે ઓળખાય છે.

નિકોલ વિસ્તારમાં 2 BHK માટે ભાડું સરેરાશ ₹5,000 થી ₹22,000 હોય છે અને 3 BHK માટે ₹14,000 થી ₹26,000 સુધી ભાડું લેવામાં આવે છે. અહીં શાંતિભર્યું વાતાવરણ અને જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ છે, જેનાથી નિકોલ મધ્યમ વર્ગ માટે લોકપ્રિય બની રહ્યો છે. (Pic- magicbricks)

ગોતા વિસ્તારમાં 2 BHK માટે ભાડું અંદાજે ₹6,000 થી ₹23,300 છે અને 3 BHK માટે ₹35,000 થી ₹50,000 સુધી રહે છે.

મોટેરા વિસ્તારમાં 2 BHK ફ્લેટનું ભાડું ₹11,000 થી ₹24,000 છે, અને 3 BHK માટે ₹15,000 થી ₹40,000 છે.

નાના ચિલોડા વિસ્તારમાં 2 BHK ફ્લેટનું ભાડું ₹8,000 થી ₹12,000 છે અને 3 BHK માટે ₹10,000 થી ₹17,000 સુધી ભાડું લાગે છે.

ચાંદખેડા વિસ્તારમાં 2 BHK ફ્લેટ માટે સરેરાશ ભાડું ₹7,000 થી ₹25,000 સુધી છે, જ્યારે 3 BHK ફ્લેટ માટે ભાડું અંદાજે ₹10,000 થી ₹55,000 સુધી હોય છે.

નવા નરોડા વિસ્તારમાં 2 BHK માટે ભાડું ₹ 7,500 થી ₹20,000 છે, જ્યારે 3 BHK માટે ₹12,000 થી ₹20,000 સુધી રહે છે.

(નોંધ- આ તમામ વિસ્તારમાં ભાડુ આસપાસના લોકેશન,ઘર જુનુ છે કે નવુ, ઘરનો એરિયા(સાઇઝ) એટલે કે ઘર 1BHK, 2BHK કે 3 BHK છે તેના પર અને ઘરમાં ફર્નિચર સહિતની સુવિધા પર આધારિત હોય છે. જેથી અહીં આપવામાં આવેલી માહિતીમાં ઘરની સુવિધાઓને આધારે ફેરફાર હોઇ શકે છે.)
Published On - 1:35 pm, Thu, 12 June 25