
તેમણે કહ્યું આજે હું ગર્વ સાથે કહું છું કે એક સમયે સંગઠનના કાર્યકર તરીકે હું આ જોડાણનો ભાગ હતો અને આજે ગૃહમાં બેસીને તમારી સાથે કામ કરીને ત્રીસ વર્ષથી તેની સાથે જોડાયેલો છું. હું કહી શકું છું કે આ સૌથી સફળ જોડાણ છે. પાંચ વર્ષનો કાર્યકાળ છે, પરંતુ આ જોડાણે ત્રીસ વર્ષમાં પાંચ વર્ષની ત્રણ ટર્મ પૂરી કરી છે અને ગઠબંધન ચોથી ટર્મમાં પ્રવેશી રહ્યું છે.

આ વચ્ચે મોદી સરકારે છેલ્લા 10 વર્ષમાં કરેલા કામો બાદ પણ તે રોકાવાનું નથી તેવી વાત નરેન્દ્ર મોદીએ કરી હતી. તેમણે કહ્યું કે, સરકારના આ 10 વર્ષ ફક્ત ટ્રેલર હતું. જોકે વિકાસ હજી પણ અટકવાનો નથી. આ મારુ ચુંટણીનું વાક્ય નથી મારુ કમિટમેન્ટ છે. દેશના વિકાસ માટે વડાપ્રધાને કહ્યું આપણે વધુ તેજી, વધુ વિકાસ સાથે અને વધુ ઝડપી ગતિથી વિકાસ કરવાનો છે. ત્યારે આ વાતને લઈને અને PM મોદીના આ નિવેદનને લઈને તેની અસર સોમવારે શું શેર બજાર પર પડશે ખરી તેણે લઈને પણ ચર્ચા ઉઠી છે. PM મોદીનું આ નિવેદન દેશની આર્થિક ગતિને પણ પાયો આપે તેવું હતું. એટલે એક્સપર્ટનું માનવું છે કે આગામી સમયમાં આ નિવેદન સોમવારે શેરબજાર પર અસર કરશે કે કેમ તેને લઈને પ્રશ્નાર્થ છે.
Published On - 3:50 pm, Fri, 7 June 24