
તે જ સમયે, આ વર્ષે અત્યાર સુધીમાં, બોન્ડાડા એન્જિનિયરિંગના શેરમાં 369 ટકાનો જબરદસ્ત વધારો જોવા મળ્યો છે. આ વર્ષની શરૂઆતમાં 1 જાન્યુઆરી, 2024ના રોજ કંપનીના શેર 417.10 રૂપિયા પર હતો, જે 15 મે, 2024ના રોજ 1955.05 રૂપિયા પર પહોંચ્યા હતા. છેલ્લા એક મહિનામાં કંપનીના શેરમાં 71 ટકાથી વધુનો વધારો જોવા મળ્યો છે.

બોન્ડાડા એન્જિનિયરિંગનો IPO 18 ઓગસ્ટ 2023ના રોજ આવ્યો હતો અને તે 22 ઓગસ્ટ સુધી ખુલ્લો રહ્યો હતો. IPOમાં કંપનીના શેરનો ભાવ 75 રૂપિયા હતા. બોન્ડાડા એન્જિનિયરિંગના શેર 30 ઓગસ્ટ, 2023ના રોજ 142.50 રૂપિયા પર લિસ્ટ થયા હતા. લિસ્ટિંગ બાદ કંપનીનો શેર ઝડપથી વધીને 149.62 રૂપિયા થયો હતો. ત્યારથી કંપનીના શેરમાં જબરદસ્ત ઉછાળો આવ્યો છે.

15 મે 2024ના રોજ કંપનીના શેર 1955.05 રૂપિયા પર બંધ થયા હતા. 75 રૂપિયાની ઇશ્યૂ કિંમતની સામે બોન્ડાડા એન્જિનિયરિંગના શેરમાં 2400 ટકાથી વધુનો વધારો થયો છે. કંપનીનો IPO કુલ 112.28 વખત સબસ્ક્રાઇબ થયો હતો. કંપનીના IPOમાં રિટેલ રોકાણકારોનો ક્વોટા 100.05 ગણો સબસ્ક્રાઇબ થયો હતો.

નોંધ: શેરબજારમાં જાણકારી વગર રોકાણ ન કરો. કોઈપણ શેરમાં રોકાણ કરતા પહેલા તમારે તમારા નાણાકીય સલાહકાર સાથે એકવાર વાત કરવી જોઈએ. જો તમે આવું ન કરો તો તમારે આર્થિક નુકસાન સહન કરવું પડી શકે છે.
Published On - 10:46 pm, Wed, 15 May 24