
અમદાવાદના વિવિધ વિસ્તારોમાં નવરાત્રી દરમ્યાન ગરબાની રમઝટ જામી છે. ખેલૈયાઓને મોડી રાત સુધી ગરબા રમવા માટે છૂટ મળવાને કારણે તેમનો ઉત્સાહ અનેકગણો વધી ગયો છે.

ખાસ કરીને અમદાવાદની નવરાત્રીનો અલગ ક્રેઝ છે. અમદાવાદમાં રંગ મોરલા ગરબામાં ત્રીજા દિવસે રંગ જોવા મળ્યો હતો, ખેલૈયાઓ આદિત્ય ગઢવીના સૂરે ઝૂમ્યા હતા.

ગુજરાતના પ્રિય કવિરાજ અદિત્ય ગઢવીએ રાત્રિના અંત સુધી ખેલૈયાઓને ઝુમાવ્યા. જેનો ખેલૈયાઓએ આભાર માન્યો.

હજારો ફેન્સ ચણિયા ચોલી અને કેડિયુ પહેરી એકસાથે ગરબા કર્યા હતા. ફેન્સ દ્વારા વિવિધ ફાર્માઇસ પણ આપવામાં આવી હતી

વિશાળ કલાકૃતિઓ, રંગીન આર્ટ્સ અને લાઇટિંગએ સ્થળને અદભુત બનાવ્યું.

TribeVibe એન્ટરટેઇનમેન્ટ અને BookMyShow enterprise દ્વારા યોજાયેલા આ ગરબામાં અભિનેતા ટિકૂ તલસાનિયા, માનસી પરેખ, રૌનક કામદાર અને પ્રોડ્યુસર સંજય સોની પણ નવરાત્રી ઉત્સાહ માણતા જોવા મળ્યા.
Published On - 7:33 pm, Thu, 25 September 25