અદાણીના આ શેરમાં આંખ બંધ કરીને રોકાણ કરી લો! એક્સપર્ટે આપ્યું ‘Buy’ રેટિંગ, ભાવ ₹1900 સુધી જવાની શક્યતા

બજારના નિષ્ણાતો અત્યારે અદાણી ગ્રુપના એક એવા શેર વિશે વાત કરી રહ્યા છે કે, જે આવનારા સમયમાં મોટી કમાણી કરાવી શકે તેમ છે. આ કંપનીએ હાલમાં જ અંદાજ કરતાં પણ વધુ સારા પરિણામો જાહેર કર્યા છે, જેના કારણે મોટાભાગના એક્સપર્ટ્સ તેમાં ખરીદી કરવાની સલાહ આપી રહ્યા છે.

| Updated on: May 03, 2026 | 8:08 PM
1 / 7
અદાણી ગ્રુપના શેર પર બ્રોકરેજે ખરીદીની સલાહ આપી છે. મોતીલાલ ઓસવાલ ફાઇનાન્શિયલે પોતાના રિપોર્ટમાં 'Buy' રેટિંગ જાળવી રાખતા ટાર્ગેટ પ્રાઇસ વધારીને 1900 રૂપિયા કરી દીધો છે, જે પહેલા 1820 રૂપિયા હતો. બ્રોકરેજ મુજબ, કંપનીએ માર્ચમાં પૂરા થયેલા ત્રિમાસિક પરિણામોમાં અંદાજ કરતાં વધુ સારું પ્રદર્શન કર્યું છે અને મુખ્ય સેગમેન્ટ્સમાં આગળનું આઉટલુક પણ મજબૂત દેખાઈ રહ્યું છે.

2 / 7
રિપોર્ટ અનુસાર, નાણાકીય વર્ષ 2026 થી વર્ષ 2028 દરમિયાન કંપનીના કાર્ગો વોલ્યુમમાં આશરે 11 ટકા વૃદ્ધિનો અંદાજ છે. એવામાં જ્યારે રેવન્યુમાં 17 ટકા, EBITDA માં 18 ટકા અને નફામાં 22 ટકા CAGR ની મજબૂત ગ્રોથની અપેક્ષા રાખવામાં આવી છે.

3 / 7
બ્રોકરેજનું કહેવું છે કે, કંપનીના પ્રદર્શનને ખાસ કરીને ઇન્ટરનેશનલ પોર્ટ બિઝનેસમાં ઝડપી ગ્રોથથી સપોર્ટ મળી રહ્યો છે. આ ઉપરાંત લોજિસ્ટિક્સ અને મરીન સેગમેન્ટમાં પણ તેજી જોવા મળી રહી છે, જે આગામી સમયમાં ગ્રોથના નવા એન્જિન બની શકે છે. મોતીલાલ ઓસવાલના જણાવ્યા અનુસાર, કંપની વિસ્તરણ માટે મજબૂત સ્થિતિમાં છે અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર, લોજિસ્ટિક્સ નેટવર્ક તેમજ ગ્લોબલ ઓપરેશન્સને કારણે લાંબાગાળે વૃદ્ધિની શક્યતાઓ જળવાયેલી છે. એકંદરે કંપનીનું આઉટલુક પોઝિટિવ છે અને રોકાણકારો માટે આકર્ષક તક દેખાઈ રહી છે.

4 / 7
APSEZ એ માર્ચ ક્વાર્ટરના પરિણામો જાહેર કરતા કોન્સોલિડેટેડ નેટ પ્રોફિટમાં 10 ટકાનો વધારો નોંધાવ્યો છે. કંપનીનો નફો વધીને 3329 કરોડ રૂપિયા થયો છે, જે ગયા વર્ષે સમાન ગાળામાં 3014 કરોડ રૂપિયા હતો. આ ક્વાર્ટરમાં રેવન્યુ ગયા વર્ષની સરખામણીએ 26.5 ટકા વધીને 10737 કરોડ રૂપિયા થઈ છે. બીજીબાજુ EBITDA 31 ટકા વધીને 6559 કરોડ રૂપિયા થયો છે. મળતી માહિતી મુજબ, કંપનીએ 2 રૂપિયાની ફેસ વેલ્યુ ધરાવતા દરેક ઇક્વિટી શેર પર 7.5 રૂપિયાનું ડિવિડન્ડ પણ જાહેર કર્યું છે.

5 / 7
મોતીલાલ ઓસવાલ સિવાય છેલ્લા 3 મહિનામાં કુલ 25 એનાલિસ્ટ્સ દ્વારા આ શેરનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે. 25 માંથી 23 એનાલિસ્ટ્સે આ સ્ટોકને 'Strong Buy' રેટિંગ આપ્યું છે, જ્યારે 2 એનાલિસ્ટ્સે 'Buy' ની સલાહ આપી છે. નોંધનીય છે કે, એક પણ એનાલિસ્ટે આ શેર પર Hold, Sell કે Strong Sell રેટિંગ આપ્યું નથી, જે શેર પ્રત્યેનો પોઝિટિવ સેન્ટિમેન્ટ દર્શાવે છે.

6 / 7
આ શેર માટે આગામી 1 વર્ષનો સરેરાશ પ્રાઇસ ટાર્ગેટ 1,836.50 રૂપિયા રાખવામાં આવ્યો છે, જે હાલની કિંમતથી અંદાજે 10.81% ના ઉછાળાનો સંકેત આપે છે. 25 એનાલિસ્ટ્સના અનુમાન મુજબ, શેરનો મહત્તમ ટાર્ગેટ 1,980 રૂપિયા (+19.47%) અને લઘુત્તમ ટાર્ગેટ 1,656 રૂપિયા (-0.08%) રહેવાની શક્યતા છે.

7 / 7
અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન (APSEZ) શેર 1657.30 રૂપિયા પર બંધ થયો હતો. છેલ્લા એક વર્ષમાં કંપનીના શેરમાં 32.23 ટકાની તેજી જોવા મળી છે, જ્યારે છેલ્લા એક મહિનામાં શેરમાં 21.62 ટકાનો ઉછાળો આવ્યો છે.

Published On - 8:07 pm, Sun, 3 May 26

Follow Us
Loading...
Unable to load recommendations.