Adani Power અને GVK Energy વચ્ચે ‘મોટી ડીલ’, ‘શેર’ પર રહેશે રોકાણકારોની નજર

જો તમારી પાસે પણ અદાણી પાવરના શેર છે, તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. Adani Power હવે GVK એનર્જીમાં 100% હિસ્સેદારી ખરીદવા જઈ રહી છે, જેના માટે CCI અને CoC બંને તરફથી લીલી ઝંડી મળી ગઈ છે. છેલ્લા એક વર્ષમાં 61% થી વધુ રિટર્ન આપનાર આ શેર પર નવી ડીલની શું અસર પડશે?

| Updated on: Sep 07, 2026 | 8:40 PM
1 / 5
અદાણી ગ્રુપની અગ્રણી વીજ કંપની Adani Power એ GVK Energy ને ખરીદવાની દિશામાં મોટું પગલું ભર્યું છે. GVK Energy ના લેણદારોની સમિતિ એટલે કે CoC એ Adani Power ના રિઝોલ્યુશન પ્લાનને મંજૂરી આપી દીધી છે. આ પછી કંપનીને લેટર ઓફ ઇન્ટેન્ટ (LOI) પણ મળી ગયો છે.

2 / 5
Adani Power એ શેરબજારને આપેલી માહિતીમાં જણાવ્યું કે, GVK Energy ના રિઝોલ્યુશન પ્રોફેશનલે 7 સપ્ટેમ્બરે LOI બહાર પાડ્યો. GVK Energy પાસે ઉત્તરાખંડમાં 330 MW નો હાઇડ્રો પાવર પ્રોજેક્ટ છે. આ પ્રોજેક્ટ તેની સબ્સિડિયરી Alaknanda Hydro Power Company દ્વારા ચાલે છે.

3 / 5
Adani Power આ અધિગ્રહણ કોર્પોરેટ ઇન્સોલ્વન્સી રિઝોલ્યુશન પ્રોસેસ (CIRP) હેઠળ કરી રહી છે. આ પ્રક્રિયા ઇન્સોલ્વન્સી એન્ડ બેન્કરપ્સી કોડ હેઠળ ચાલી રહી છે. Adani Power એ GVK Energy ની 100% શેર કેપિટલ અને કંટ્રોલ ખરીદવાનો પ્લાન આપ્યો છે. કમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયા (CCI) એ મે મહિનામાં આ પ્રસ્તાવને મંજૂરી આપી દીધી હતી.

4 / 5
LOI મળવાનો મતલબ એ નથી કે, અધિગ્રહણ પૂરું થઈ ગયું છે. રિઝોલ્યુશન પ્લાન લાગુ કરવા માટે હજુ પણ કેટલીક વધુ મંજૂરીઓ જરૂરી છે. Adani Power એ કહ્યું છે કે, આ પ્રક્રિયા LOI ની શરતોને આધીન રહેશે. આ સિવાય હૈદરાબાદ સ્થિત નેશનલ કંપની લો-Law ટ્રિબ્યુનલ (NCLT) પાસેથી પણ મંજૂરી લેવી પડશે. જરૂર પડવા પર અન્ય રેગ્યુલેટરી ઓથોરિટીઝ, કોર્ટ કે ટ્રિબ્યુનલ પાસેથી પણ મંજૂરી લેવી પડી શકે છે.

5 / 5
Adani Power નો શેર 7 સપ્ટેમ્બરે NSE પર 1.31% ઘટીને ₹204.49 પર બંધ થયો. છેલ્લા 6 મહિનામાં સ્ટોક 46.93% ચઢ્યો છે. બીજીબાજુ 1 વર્ષમાં તેણે 61.24% નું રિટર્ન આપ્યું છે. વધુમાં, કંપનીનું માર્કેટ કેપ 78.97 હજાર કરોડ રૂપિયા છે.

Follow Us
Loading...
Unable to load recommendations.