
આ સિવાય દુબઈ મરિના, ડાઉનટાઉન દુબઈના ફાઉન્ડેશન વિસ્તાર, ભારતમાં પામ ડ્રાઈવ એમેરાલ્ડ હિલ્સ, ક્રિક હાર્બરમાં એક નવો પ્રોજેક્ટ, ઈજિપ્તમાં ટૂરિઝમ રિસોર્ટ, કિંગ અબ્દુલ્લા સિટી અને દુબઈ હિલ્સ એસ્ટેટમાં વોટરફ્રન્ટ હોમ્સ અને દુકાનો બનાવવામાં આવી છે.

એમ્માર ગ્રુપના આ સોદાથી રિયલ્ટી સેક્ટરમાં ગૌતમ અદાણીની કંપનીની સ્થિતિ વધુ મજબૂત બનશે. અદાણી ગ્રુપ પાસે રિયલ એસ્ટેટ બિઝનેસમાં 24 મિલિયન સ્ક્વેર ફૂટ પ્રોપર્ટી છે. કંપની 61 મિલિયન સ્ક્વેર ફીટ એરિયા પર કન્સ્ટ્રક્શન વર્ક કરી રહી છે.

અદાણી ગ્રુપના શેરમાં આજે સારો ઉછાળો જોવા મળી રહ્યો છે. અદાણી ગ્રીન એનર્જીના શેરમાં 4 ટકાથી વધુનો વધારો થયો છે. અદાણી વિલ્મરના શેરમાં 3 ટકાથી વધુનો ઉછાળો છે. અદાણી પોર્ટ, અદાણી ટોટલ ગેસ લિમિટેડ, અદાણી પાવર, અદાણી એન્ટરપ્રાઈઝીસ, અદાણી એનર્જીના શેરમાં 3 ટકાનો ઉછાળો આવ્યો છે.
Published On - 3:44 pm, Fri, 21 March 25