
આકાંક્ષા ચમોલા હાલમાં સોશિયલ મીડિયા પર પતિ ગૌરવ ખન્ના સાથેના છૂટાછેડાને લઈને ચર્ચામાં છે. 35 વર્ષની ઉંમરે આકાંક્ષા છૂટાછેડા લઈ રહી છે. ચાલો આકાંક્ષા ચમોલા વિશે વધુ જાણીએ.

આકાંક્ષા ચમોલાનો પરિવાર જુઓ

આકાંક્ષા ચમોલા એક જાણીતી ભારતીય ટેલિવિઝન અભિનેત્રી છે. તે "સ્વરાગિની , જોડીને રિશ્તો કે સૂર" અને "કૈસે મુઝે તુમ મિલ ગયે" જેવી લોકપ્રિય હિન્દી સિરિયલોમાં તેની ભૂમિકાઓ માટે જાણીતી છે. તે જાણીતા અભિનેતા ગૌરવ ખન્નાની પત્ની છે.

આકાંક્ષાનો જન્મ 18 જાન્યુઆરી 1991ના રોજ મુંબઈમાં થયો હતો. તેમણે અનેક લોકપ્રિય ટીવી શોમાં કામ કર્યું છે, જેમાં 'સ્વરાગિની'માં પરિણીતા (પરી)નું પાત્ર ખૂબ જ લોકપ્રિય હતું.

આકાંક્ષાએ 2016 માં ટીવી અભિનેતા ગૌરવ ખન્ના સાથે લગ્ન કર્યા હતા.

તાજેતરમાં તે રિયાલિટી શો 'લોક અપ સીઝન 2' માં જોવા મળી હતી, જ્યાં તેમણે તેની પર્સનલ લાઈફ અને ગૌરવ ખન્નાથી અલગ થવા અને છૂટાછેડા વિશે ખુલાસો કર્યો હતો.

અનુપમા ફેમ અભિનેતા ગૌરવ ખન્નાની પત્ની, અભિનેત્રી આકાંક્ષા ચમોલાએ ખુલાસો કર્યો કે તેઓ એક વર્ષથી અલગ છે અને છૂટાછેડા લેવાના છે. આકાંક્ષા ચમોલા લગ્નના 10 વર્ષે પછી છુટાછેડા લઈ રહી છે.

તે "રિવાઇન્ડ વાલા લવ" અને "માફિયા કિંગ" સહિત અનેક વેબ સિરીઝમાં પણ જોવા મળી છે. હાલમાં, તે રિયાલિટી શો લોકઅપની સીઝન 2 માં જોવા મળી હતી. ત્યારબાદ ખુબ જ ચર્ચામાં છે.

આકાંક્ષા ચમોલાની પર્સનલ લાઈફ વિશે વાત કરીએ તો તેમણે 24 વર્ષની ઉંમરમાં અભિનેતા ગૌરવ ખન્ના સાથે લગ્ન કર્યા હતા. સોશિયલ મીડિયા પર બંને ખુબ સુંદર ફોટો પોસ્ટ કરે છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આકાંક્ષા ચમોલાની કુલ સંપત્તિ આશરે 2 કરોડ થી 3 કરોડ હોવાનો અંદાજ છે.

તેમની આવકના મુખ્ય સ્ત્રોત ટેલિવિઝન સિરિયલો, જાહેરાતો, બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ અને સોશિયલ મીડિયા છે.

ગૌરવની પર્સનલ લાઈફ ચર્ચામાં રહી છે.

બિગ બોસ 19 દરમિયાન તેનું અંગત જીવન પણ ચર્ચામાં આવ્યું કારણ કે આકાંક્ષાએ બાળકો ન કરવાનો નિર્ણય લીધો હતો.
Published On - 7:12 am, Fri, 14 August 26