
દેશમાં એકથી એક ફેમસ કોમેડિયન છે પરંતુ સુનીલ ગ્રોવર કોમેડી મામલે બધાને ટકકર આપે છે. તેની કોમેડીના વખાણ દરેક લોકો કરે છે. પોતાની મિમિક્રીથી દર વખતે ચાહકોને ચોંકાવી દે છે.

સુનીલ ગ્રોવરે કેટલીક સીરિયલમાં પણ કામ કર્યું છે અને અભિનયની દુનિયામાં પોતાની ધાક જમાવી છે. અહી સુધી પહોંચવા માટે તેમણે ખુબ સંધર્ષ કરવો પડ્યો છે. અભિનેતા આજે પોતાનો 49મો જન્મદિવસ સેલિબ્રેટ કરી રહ્યો છે. તો ચાલો જાણીએ કેવી રીતે હરિયાણાના છોકરાએ ઈન્ડસ્ટ્રીમાં પોતાની ઓળખ બનાવી હતી.

સુનીલ ગ્રોવરનો જન્મ સિરસાના હરિયાણામાં થયો હતો. તેમણે ચંદીગઢમાંથી થિયેટરમાં માસ્ટર ડિગ્રી લીધી છે.

આ સિવાય અભ્યાસની સાથે સાથે રેડિયો મિર્ચીમાં રેડિયો જોકીમાં નોકરી પણ શરુ કરી હતી. સૌથી પહેલા દિગ્ગજ કોમેડિયન જસપાલ ભટ્ટીએ તેને ઓળખ્યો અને આગળનો રસ્તો દેખાડ્યો હતો.

સુનીલ ગ્રોવર પોતાનું સપનું પૂર્ણ કરવા માટે મુંબઈ આવ્યો પરંતુ અહી ખુબ સ્ટ્રગલ કરવી પડી હતી. તેમણે શરુઆતમાં મહિનામાં માત્ર 500 રુપિયા મળતા હતા. અભિનેતા ટેલેન્ટેડ તો હતો. ધીમે ધીમે તેમણે ઈન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરી . તે ફિલ્મો સાથે ટીવીી દુનિયામાં પણ એક્ટિવ રહેતો હતો. કોમેડી સર્કસ અને ગુટર ગુ નામની સીરિયલમાં પણ કામ કર્યું છે.

પ્યાર તો હોના હી થા, લેજેન્ડ ઓફ ભગત સિંહ, મે હુંના , ઈન્સાન, ગજની ,મુંબઈ કટિંગ અને જિલ્લા ગાઝિયાબાદ જેવી ફિલ્મમાં કામ કર્યું હતુ. પરંતુ કોમેડી નાઈટ્સ વિથ કપિલ શોમાં તેમણે ડોક્ટર ગુલાટી અને ગુથ્થીનો રોલ ખુબ હિટ રહ્યો હતો.

સુનીલ ગ્રોવરે તાંડવ, ડબ્બા કાર્ટલ, જવાન, બ્લેકઆઉટ,બાગી ,ગુડ બાય અને ગબ્બર ઈઝ બેક જેવી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. સુનીલ ગ્રોવર આજે ઓડિયન્સની ડિમાંડ પર છે. લોકો તેને નવા નવા કેરેક્ટરમાં જોવા માંગે છે. આ સાથે ચાહકોને એ પણ આશા છે કે, મેનસ્ટ્રીમ સિનેમા તેમને હજુ પણ સારા રોલ મળે. (ALL PHOTO, PTI,insta)