
એસીમાં આપવામાં આવેલો સ્વિંગ મોડ ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, આ મોડને એકવાર ઓન કરવાથી ઠંડી હવા આખા રૂમમાં સરખી રીતે ફેલાઈ જાય છે, જેના કારણે રૂમ ઝડપથી ઠંડો થાય છે. આ સિવાય, સ્વિંગ ફ્લેપ સતત ફરતો રહેવાના લીધે એસીની સીધી ઠંડી હવા શરીર પર વાગતી નથી, જે મુસાફરી કે આરામ કરતી વખતે લોકોને વધુ કમ્ફર્ટ આપે છે.

સ્વિંગ મોડ ક્યારે ઓન રાખવો જોઈએ? જ્યારે દિવસના સમયે રૂમમાં વધુ લોકો હાજર હોય. જો તમારા રૂમની સાઈઝ મોટી હોય. આખા રૂમમાં એકસરખું કૂલિંગ પૂરું પાડવા માટે. જ્યારે તમે એસીને પહેલીવાર ચાલુ કરો ત્યારે. શું સ્વિંગ મોડથી વીજળીની બચત થાય છે? એસીના સ્વિંગ ફ્લેપથી પાવર સેવિંગ થાય છે કે નહીં, તે અંગે એક્સપર્ટ્સમાં બે અલગ-અલગ અભિપ્રાય છે,

બચતની તરફેણમાં: ઘણા એક્સપર્ટ્સનું માનવું છે કે ફ્લેપ ઓન રાખવાથી રૂમમાં કૂલિંગ બહેતર બને છે, જેથી એસી ઝડપથી કટ-ઓફ થાય છે અને ઇલેક્ટ્રિસિટી પાવરની બચત થાય છે. વધુ વપરાશની તરફેણમાં: બીજી તરફ, કેટલાક લોકોનું માનવું છે કે ફ્લેપને સતત ફેરવવા માટે એસીની અંદર એક નાની મોટર કામ કરે છે, જે વીજળી પર ચાલતી હોવાથી સામાન્ય પ્રમાણમાં વપરાશ વધારી શકે છે.

લાંબા ગાળે થતું નુકસાન, એસીમાં સ્વિંગ મોટરનો લાંબા સમય સુધી સતત અને અવિરત ઉપયોગ કરવાને કારણે તે ભવિષ્યમાં ખરાબ પણ થઈ શકે છે. મોટર જૂની કે ખરાબ થવા પર તે ચાલુ ન થવા અથવા ચાલતી વખતે અવાજ કરવાની સમસ્યા ઉભી કરી શકે છે, જેના લીધે રૂમમાં સૂતા લોકોને ખલેલ પહોંચી શકે છે.

ડિસ્ક્લેમર: આ માહિતી ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયાના વીડિયો પર આધારિત છે. ઉપયોગ કરતા પહેલા પોતાના વિવેકબુદ્ધિનો ઉપયોગ કરવો.