
છેલ્લા કેટલાય દિવસોથી કાળજાળ ગરમી વચ્ચે આજે અચાનક વાતાવરણમાં પલટો આવતા શહેરીજનો જાણે મૌસમની મજા માણી રહ્યા છે.

એકાએક વાતાવરણમાં ઠંડક પ્રસરી જતા અમદાવાદીઓેએ રાહતનો શ્વાસ લીધો છે અને ખુશનુમા બનેલા મૌસમને માણતા જોવા મળ્યા હતા.

આજ સવારથી વાદળો અને સૂરજ વચ્ચે જાણે સંતાકૂકડી ચાલી રહી હોય તેમ કાળા ડિબાંગ વાદળોએ સૂરજદેવને ઢાંકી દેતા વાતાવરણમાં લો વિઝિબિલિટી જોવા મળી હતી.

વાતાવરણ એકાએક આહ્લલાદક બનતા સવાર સવારમાં નયનરમ્ય નજારો જોવા મળ્યો હતો.
Published On - 11:04 am, Sun, 4 May 25