
અયોધ્યા 30 ઓક્ટોબરે ઘાટ પર 28 લાખ દીવા પ્રગટાવીને નવો વર્લ્ડ રેકોર્ડ બનાવવા માટે તૈયાર છે. દીવાઓમાં સરસવનું તેલ ભરવામાં આવી રહ્યું છે. આ ઘટના યોગી આદિત્યનાથ સરકારના નેતૃત્વમાં અયોધ્યાના આઠમા દીપોત્સવ સાથે જોડાયેલી છે.

આ પ્રસંગે અયોધ્યામાં વિવિધ સ્થળોએ ઝાંખીઓ કાઢવામાં આવી રહી છે અને ત્રેતાયુગમાં રામને અલગ-અલગ મુદ્રામાં બતાવવામાં આવી રહ્યા છે. આ ઝાંખીઓ માત્ર જોવા માટે બનાવવામાં આવી રહી છે.

અયોધ્યામાં સરયુ નદીના કિનારે 'રામ કી પૌડી'ની આસપાસ સુરક્ષા વધારી દીધી છે. 'રામ કી પૌડી' તરફ જતી 17 લેન સીલ કરી દેવામાં આવી છે.

ઝાંખીઓ ઉપરાંત અન્ય કલાકારો પણ અયોધ્યામાં પોતાની કલાનું પ્રદર્શન કરી રહ્યા છે. જેમાં પુરૂષો અને મહિલાઓ બંનેનો સમાવેશ થાય છે. વિવિધ પ્રકારની આર્ટવર્ક કરવામાં આવી રહી છે.