
વાસ્તુ શાસ્ત્ર મુજબ સવાર અને સાંજનો સમય ઘરમાં સારી અને સકારાત્મક ઉર્જા લાવવા માટે ખૂબ જ મહત્વનો માનવામાં આવે છે. આપણા વડીલો પણ કહેતા આવ્યા છે કે ઘરની ખુશહાલી માત્ર કમાણીથી નહીં, પરંતુ સારી આદતો પર પણ આધાર રાખે છે. ઘણી વખત આપણે સવારમાં ઉઠતાં કે સાંજે અજાણતાં કેટલીક એવી ભૂલો કરી બેસીએ છીએ, જેના કારણે નકારાત્મક અસર પડે છે. જો તમને એવું લાગે છે કે મહેનત છતાં પૈસા બચતા નથી અથવા ઘરમાં અશાંતિ રહે છે, તો તમારી રોજની આદતોમાં થોડો ફેરફાર કરીને આ 5 વાસ્તુ નિયમો અપનાવવું ઉપયોગી બની શકે છે. ( Credits: AI Generated )

સવારમાં સૂર્ય ઉગ્યા પછી પણ લાંબા સમય સુધી સૂતા રહેવું આરોગ્ય અને ભાગ્ય માટે સારું માનવામાં આવતું નથી. વાસ્તુ મુજબ, જે લોકો મોડા સુધી ઊંઘે છે, તેમના ઘરમાં નકારાત્મક વાતાવરણ વધે છે અને ધનની દેવી લક્ષ્મીનો આશીર્વાદ ઓછો મળે છે. તેથી શક્ય હોય તેટલું સૂર્યોદય પહેલાં અથવા તે સમયે જ ઉઠવાની આદત રાખવી વધુ સારી ગણાય છે. ( Credits: AI Generated )

શાસ્ત્રો મુજબ સૂર્યાસ્તના સમયે ઘરમાં ઝાડુ મારવું ટાળવું જોઈએ. એવી માન્યતા છે કે આ સમયે સફાઈ કરવાથી ધનની દેવી લક્ષ્મીનો આશીર્વાદ ઓછો થઈ શકે છે. જો કોઈ કારણસર ઝાડુ મારવું જરૂરી બને, તો કચરો તરત બહાર ન ફેંકતા, તેને ઘરના એક ખૂણામાં જ રાખવો વધુ યોગ્ય માનવામાં આવે છે. ( Credits: AI Generated )

સાંજના સમયે ઊંઘવું યોગ્ય માનવામાં આવતું નથી. એવું કહેવાય છે કે આ સમયે સૂવાથી આરોગ્ય પર ખરાબ અસર પડી શકે છે અને ઘરમાં આર્થિક મુશ્કેલીઓ પણ આવી શકે છે. આ સમય આરામ કરતાં વધારે પ્રાર્થના અને ધ્યાન માટે યોગ્ય ગણાય છે. ( Credits: AI Generated )

સાંજ થતાં જ ઘરના મુખ્ય દરવાજા પાસે પ્રકાશ રાખવો શુભ માનવામાં આવે છે. અંધારું નકારાત્મક અસર લાવી શકે છે. તેથી દરવાજા પાસે દીવો કે લાઇટ ચાલુ રાખવાથી સકારાત્મક વાતાવરણ બને છે અને ઘરમાં સુખ-સમૃદ્ધિ વધે છે, જે કામકાજ અને કારકિર્દીમાં પણ લાભદાયક બને છે. ( Credits: AI Generated )

સવાર અને સાંજ તુલસીના છોડની સાચવણી કરવી જરૂરી માનવામાં આવે છે. સાંજના સમયે તુલસી પાસે દીવો પ્રગટાવવો શુભ ગણાય છે. પરંતુ સૂર્યાસ્ત પછી તુલસીના પાનને સ્પર્શ કરવો કે તેને પાણી આપવું યોગ્ય નથી. સાથે જ તુલસીના આસપાસ સ્વચ્છતા રાખવી પણ મહત્વપૂર્ણ છે, નહીં તો નકારાત્મક અસર પડી શકે છે. ( નોંધ :ટીવી9 કોઈ પણ પ્રકારે અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપતુ નથી. આ અહેવાલ માત્ર ધાર્મિક માન્યતા અને લોકોમાં પ્રચલિત માન્યતા, રીત રિવાજને આધારે રજૂ કરવામાં આવેલ છે. ) ( Credits: AI Generated )