
જો તમારું વજન વધારે છે એટલે કે તમે મેદસ્વી છો તો ઉપવાસ દરમિયાન ભૂખ્યા રહેવાથી તમારા સ્વાસ્થ્ય પર વિપરીત અસર પડી શકે છે. જો તમે વજન ઘટાડવા માટે ઉપવાસનો આશરો લેવા માંગતા હો, તો તમારે તમારા સ્વાસ્થ્ય નિષ્ણાતની સલાહ લેવી જોઈએ.

કોઈપણ બીમાર વ્યક્તિએ ઉપવાસ ન રાખવો જોઈએ. ખાસ કરીને હૃદય, કિડની અને લીવરને લગતા રોગોમાં ઉપવાસ ન કરવો જોઈએ. આના કારણે શરીર વધુ નબળું પડી શકે છે અને તમે અન્ય રોગોનો શિકાર પણ બની શકો છો. શરીરને મજબૂત કરવા અને રોગોથી બચવા માટે પોષક તત્વોની જરૂર હોય છે, પરંતુ ઉપવાસ દરમિયાન તેની ઉણપ તમારા રોગને વધુ બગાડી શકે છે.

નોંધ : આ લેખ માત્ર જાણકારી માટે છે અને તેને વિવિધ લેખનાં આધારે તૈયાર કરવામાં આવ્યો છે. આ તમામ સાથે Tv9 ગુજરાતી પણ સંમત જ છે તેમ માનવું નહી