
જો આજે ₹5 લાખને મ્યુચ્યુઅલ ફંડમાં લમ્પસમ રોકાણ કરવામાં આવે અને પછી તેને લાંબા સમય સુધી અડ્યા વગર રહેવા દઈએ, તો આ રકમ કેટલી મોટી બની શકે છે? 10 વર્ષમાં આ જ રકમ કેટલી થશે? 15 વર્ષમાં ક્યાં પહોંચશે? જો રોકાણને 20 વર્ષ સુધી અડવામાં જ ન આવે, તો શું આ રકમ ₹50 લાખની નજીક કે તેનાથી પણ વધુ થઈ શકે છે?

અહીં રમત માત્ર રિટર્નની નથી, સમય પણ એટલો જ મોટો ફેક્ટર છે. 10% વાર્ષિક રિટર્ન મળે તો ચિત્ર અલગ હશે, 12% મળે તો અલગ અને જો 15% નું સરેરાશ રિટર્ન રહે તો રકમ ખૂબ જ ઝડપથી વધી શકે છે. હવે આ જ ત્રણ પરિસ્થિતિઓમાં ₹5 લાખના રોકાણની ગણતરી કરીને સમજીએ કે, આખરે કેટલું રિટર્ન મળશે?

જો ₹5 લાખનું લમ્પસમ રોકાણ કરવામાં આવે, તો 10 વર્ષ પછી 10% રિટર્નની સ્થિતિમાં રકમ આશરે ₹12.97 લાખ થઈ શકે છે. 12% રિટર્ન પર આ આશરે ₹15.53 લાખ અને 15% રિટર્ન પર આશરે ₹20.23 લાખ થઈ શકે છે.

સમજવા જેવું એ છે કે, માત્ર 5 ટકા વધુ વાર્ષિક રિટર્નનો તફાવત 10 વર્ષમાં જ આશરે ₹7.26 લાખનો થઈ જાય છે. 15 વર્ષનો સમય મળવા પર ચિત્ર ઘણું બદલાઈ જાય છે. 10% રિટર્ન પર ₹5 લાખ આશરે ₹20.89 લાખ થઈ શકે છે. 12% રિટર્ન પર રકમ આશરે ₹27.37 લાખ અને 15% રિટર્ન પર આશરે ₹40.69 લાખ સુધી પહોંચી શકે છે.

અહીં 10% અને 15% રિટર્ન વચ્ચેનો તફાવત આશરે ₹19.80 લાખનો થઈ જાય છે. ટૂંકમાં, રિટર્નમાં 5 ટકાનો તફાવત લાંબાગાળે ખૂબ મોટો પ્રભાવ પાડી શકે છે.

20 વર્ષ સુધી રોકાણ જાળવી રાખવા પર કમ્પાઉન્ડિંગની અસર સૌથી વધુ જોવા મળે છે. 10% રિટર્ન પર ₹5 લાખ આશરે ₹33.64 લાખ થઈ શકે છે. 12% રિટર્ન પર આ રકમ આશરે ₹48.23 લાખ અને 15% રિટર્ન પર આશરે ₹81.83 લાખ સુધી પહોંચી શકે છે.

20 વર્ષમાં 10% અને 15% રિટર્ન વચ્ચે અંતિમ રકમનો તફાવત આશરે ₹48 લાખનો છે. શરૂઆતી રોકાણ બંને કિસ્સામાં માત્ર ₹5 લાખ જ છે. તફાવત રિટર્નના દર અને રોકાણને મળેલા સમયનો છે.

લાંબાગાળે કમ્પાઉન્ડિંગની અસર ઝડપથી વધે છે. શરૂઆતમાં રકમનો વધારો સામાન્ય લાગી શકે છે પરંતુ જેમ-જેમ રોકાણ પર મળેલું રિટર્ન પણ આગળ રિટર્ન કમાવા લાગે છે, તેમ-તેમ રકમની ઝડપ વધતી જાય છે.

આ જ કારણ છે કે, લાંબાગાળાના રોકાણમાં માત્ર શરૂઆતી રકમ જોવી પૂરતી નથી. રોકાણને કેટલો સમય આપવામાં આવી રહ્યો છે, તે પણ એટલું જ મહત્વપૂર્ણ છે.