Gujarati NewsPhoto gallery2 Ahmedabad girl get a place in Guinness World Records, set this record in marathon
2 અમદાવાદીઓએ મેળવ્યુ ગીનીસ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન, જેસલ ત્રિવેદી અને પૂજા તિકમણીએ મેરેથોનમાં આ રેકોર્ડ બનાવ્યો
જેસલ અને પૂજા દ્વારા બનાવવામાં આવેલો ગીનીસ વર્લ્ડ રેકોર્ડનો અર્થ એ છે કે આ રેકોર્ડ અગાઉ કોઈના પણ દ્વારા બનાવવામાં આવ્યો નહોતો. તેમની અરજીને જૂન 2024માં ગીનીસ વર્લ્ડ રેકોર્ડ્સ દ્વારા સ્વીકારવામાં આવી હતી. તેમણે બંનેએ આ માટેની નિર્ધારિત માર્ગદર્શિકા મુજબ, તેમના આ પ્રયાસનું વીડિયોગ્રાફી મારફતે દસ્તાવેજીકરણ કર્યું હતું અને ચાર્ટર્ડ એકાઉન્ટેન્ટ્સ અને ગુજરાત પોલીસ વિભાગના અધિકારીઓ સહિતના સાક્ષીઓ દ્વારા તેનું પ્રમાણીકરણ કરાવ્યું હતું.
હાફ-મેરેથોન એ પૂજા માટે જાતિ સંબંધિત પૂર્વગ્રહો અને શારીરિક પડકારો પર મેળવવામાં આવેલી જીત છે. 12 વર્ષનો બહોળો અનુભવ ધરાવતા અનુભવી રનર પૂજાએ જેસલના માર્ગદર્શન હેઠળ તેમની ફિટનેસની યાત્રાને આગળ વધારી ગત વર્ષે બહેરિનમાં આયર્નમેન 70.3 ચેમ્પિયનશિપને સફળતાપૂર્વક પૂરી કરી હતી.
5 / 5
જેસલ ગુજરાત રાજ્યના ભૂતપૂર્વ હેવીવેઇટ બૉક્સિંગ ચેમ્પિયન છે અને તેમની બૉક્સિંગની કારકિર્દીનો અંત લાવી દેનારી ખભાની ઇજા બાદ તેમણે સ્ટ્રેન્થ અને કન્ડિશનિંગ કૉચિંગમાં એક નવી કારકિર્દીની શરૂઆત કરી હતી.