ગુજરાતના 11 જિલ્લાના 58 તાલુકામાં આગામી મે મહિનામાં હાથ ધરાશે સિંહની 16મી વસ્તી ગણતરી

ગુજરાતના ગૌરવ સમાન એશિયાઈ સિંહની 16મી વસ્તી ગણતરી આગામી મે મહિનાના પ્રથમ પખવાડિયામાં હાથ ધરાશે. રાજ્યના 11 જિલ્લાના 58 તાલુકાની 35 હજાર ચોરસ કિલોમિટર વિસ્તારમાં ગુજરાતના ગૌરવની ગણતરી હાથ ધરાશે.

| Edited By: | Updated on: Apr 21, 2025 | 3:01 PM
4 / 6
સમગ્ર વિસ્તારને રિજિયન, ઝોન, સબ ઝોન જેવા શ્રેણીબદ્ધ એકમોમાં વિભાજીત કરીને રિજિનલ, ઝોનલ અને સબ-ઝોનલ અધિકારીઓ, ગણતરીકારો, મદદનીશ ગણતરીકારો, નિરીક્ષકો સહિત લગભગ ૩,૦૦૦ જેટલા સ્વયંસેવકો દ્વારા સિંહોની વસ્તી ગણતરી કરવામાં આવશે.

5 / 6
એવુ માનવામાં આવી રહ્યું છે કે, હજારો વર્ષો પહેલા હિમ યુગ દરમિયાન મધ્ય યૂરોપમાંથી સિંહની ઉત્પત્તિ થઈ હતી. આ હિમ યુગની સમાપ્તિ પછી ત્યાં ગાઢ જંગલો ઊગી નીકળતા સિંહ દક્ષિણ-પૂર્વ અને ઉત્તર-પશ્ચિમ એશિયા તરફ આગળ વધ્યા. ત્યાંથી આ સિંહ પેલેસ્ટાઇન અને ઈજિપ્તથી આફ્રિકા થઈને ભારત તરફ આગળ વધ્યો હતો. તેનો જનીનિક અભ્યાસ દર્શાવે છે કે, એશિયાટિક અને આફ્રિકન સિંહ 55 હજાર અને 1 લાખ વર્ષ પહેલા છૂટા પડ્યા હતા.

6 / 6
નિષ્ણાંતોના મંતવ્યાનુસાર સિંહ, ઇ.સ. 6 હજાર વર્ષ પૂર્વે ઉત્તર-પશ્ચિમ માર્ગ મારફતે ભારતમાં પ્રવેશ્યો હતો. પરંતુ સિંધ અને બલૂચિસ્તાન નજીકની સિંધુ ખીણની સંસ્કૃતિના ખોદકામ દરમિયાન કેટલીક સાબિતીઓ એવું દર્શાવે છે કે સિંહ ભારતીય ઉપખંડમાં ઇ.સ.ના 30 લાખ વર્ષ પૂર્વે પ્રવેશ્યો હતો. ઈસુના 600 વર્ષ પૂર્વે બુદ્ધના સમયમાં સિંહ સમગ્ર સિંધુ-ગંગાના મેદાનોમાં જોવા મળતો હતો, જે પશ્ચિમમાં સિંધથી માંડી પૂર્વમાં બંગાળ સુધી તેમજ ઉત્તરમાં હિમાલયની તળેટી સુધી અને દક્ષિણે નર્મદા સુધી તેની હદ હતી.  ( તસવીર સૌજન્ય- તમામ તસવીરો ગુજરાત માહિતી વિભાગ, ગાંધીનગર)

Published On - 2:30 pm, Mon, 21 April 25