
2- ફૂટબોલ પહેલો પ્રેમ હતો, ક્રિકેટ નહીં: ફૂટબોલ ધોનીનો પહેલો પ્રેમ હતો. સ્કૂલમાં તે પોતાની ટીમમાં ગોલકીપર હતો. ફૂટબોલ પ્રત્યેનો પ્રેમ તેણે સમયે સમયે વ્યક્ત કર્યો છે. તે ઇન્ડિયન સુપર લીગની ચેન્નઈ એફસી ટીમનો માલિક છે. ફૂટબોલ પછી ધોનીને બેડમિન્ટન પણ ખૂબ ગમતું હતું.

3- મોટર રેસિંગ પ્રત્યેનો ખાસ પ્રેમ: ધોનીને મોટર રેસિંગનો પણ ખૂબ શોખ છે. તેણે માહી રેસિંગ ટીમના નામથી મોટર રેસિંગમાં એક ટીમ પણ ખરીદી છે. આવકની દ્રષ્ટિએ, એમએસ ધોની ઝારખંડમાં સૌથી વધુ ટેક્સ ભરનાર વ્યક્તિ છે. ધોની દર વર્ષે અંદાજિત 10 કરોડ રૂપિયાથી વધુનું કર ચૂકવે છે.

4- સેનામાં લેફ્ટનન્ટ કર્નલ: મહેન્દ્ર સિંહ ધોનીને 2011 માં ભારતીય સેનામાં માનદ લેફ્ટનન્ટ કર્નલ બનાવવામાં આવ્યા હતા. ધોનીએ ઘણીવાર કહ્યું છે કે, ભારતીય સેનામાં જોડાવું તેનું બાળપણનું સ્વપ્ન હતું.

5- જોન અબ્રાહમના વાળના ચાહક: ધોની તેની હેર સ્ટાઇલને લઈને પણ ખૂબ જ ચર્ચામાં રહે છે. એક સમય હતો જ્યારે ધોની તેના લાંબા વાળ માટે જાણીતો હતો. જો કે, સમય સાથે તેણે ઘણીવાર હેરસ્ટાઇલમાં બદલાવ કર્યો. જણાવી દઈએ કે, ધોની ફિલ્મ સ્ટાર જોન અબ્રાહમના વાળનો ચાહક છે.

6- 15,000 ફૂટની ઊંચાઈથી પાંચ કૂદકા માર્યા: 2015માં ધોની આગ્રા સ્થિત ભારતીય સેનાની પેરા રેજિમેન્ટમાંથી પેરા જંપ લગાવનાર પ્રથમ રમતવીર બન્યો હતો. તેણે પેરાટ્રૂપર ટ્રેનિંગ સ્કૂલમાંથી તાલીમ લીધા પછી લગભગ 15,000 ફૂટની ઊંચાઈથી પાંચ જંપ લગાવી હતી, જેમાંથી એક જંપ તો રાત્રે લગાવવામાં આવી હતી.

7- મોટરબાઈકનો શોખીન: ધોની મોટરબાઈકનો ખૂબ શોખીન છે. તેની પાસે લગભગ બે ડઝન આધુનિક મોટરબાઈક છે. ધોનીને કારનો પણ ખૂબ શોખ છે. તેની પાસે હમર જેવી મોંઘી કાર પણ છે.

8- એડમ ગિલક્રિસ્ટને પોતાનો હીરો માને છે: ધોની બાળપણમાં એડમ ગિલક્રિસ્ટની રમતથી ખૂબ પ્રભાવિત થયો હતો. તે સચિન તેંડુલકર, અમિતાભ બચ્ચન અને લતા મંગેશકરનો પણ ચાહક છે.

9- સૌથી વધુ કમાણી કરનાર ક્રિકેટર: એક સમય હતો જ્યારે ધોની દુનિયામાં સૌથી વધુ કમાણી કરનાર ક્રિકેટર હતો. ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેતા પહેલા તેની સરેરાશ આવક વાર્ષિક 150 થી 190 કરોડ રૂપિયા જેટલી હતી.

10- રેલવેમાં કલેક્ટર તરીકે કામ કર્યું: ધોનીને ભારતીય રેલ્વેમાં ટિકિટ કલેક્ટર તરીકે પહેલી નોકરી મળી હતી. આ પછી, તેણે એર ઈન્ડિયામાં કામ કરવાનું શરૂ કર્યું. ત્યારબાદ તે એન શ્રીનિવાસનની કંપની ઈન્ડિયા સિમેન્ટ્સમાં અધિકારી બન્યો.

11- સાક્ષી રાવત સાથે લગ્ન: એક સમય હતો, જ્યારે ધોનીનું નામ ઘણી હાઇ પ્રોફાઇલ અભિનેત્રીઓ સાથે જોડાયું હતું. જો કે, 4 જુલાઈ, 2010ના રોજ ધોનીએ દેહરાદૂનમાં સાક્ષી રાવત સાથે લગ્ન કર્યા. ધોની અને સાક્ષીને એક પુત્રી છે, જેનું નામ ઝીવા છે.
Published On - 7:49 pm, Sun, 6 July 25