સાત દુશ્મનો સામે ભાજપની લડાઈ ?

કોંગ્રેસ (Congress) પર ભાજપ જેટલી જ મુસીબતો પ્રાદેશિક પક્ષો ઉભી કરી રહ્યા છે. 'આપ'નો તેમાં એક વધુ ઉમેરો થયો છે. તૃણમૂલ કોંગ્રેસનો છે જ, ઉત્તર પ્રદેશમાં પ્રાદેશિક પક્ષો આડા ફાટ્યા છે. જે કોંગ્રેસની સાથે જવા માંગે છે. તેનો કોઈ ભરોસો કોંગ્રેસને નથી.

સાત દુશ્મનો સામે ભાજપની લડાઈ ?
BJP
Follow Us:
| Updated on: Nov 06, 2022 | 4:24 PM

ગુજરાતની ચૂંટણી ભલે હોય તેનું એક નિશાન ભાજપ છે, બીજું આર.એસ.એસ. છે અને ત્રીજું નરેન્દ્ર મોદી છે. આ ત્રણેય એકબીજા સાથે સંકળાયેલા છે, કોઈ અલગ નથી પણ ચૂંટણી આવે ત્યારે તેને માટેની વ્યૂહરચના અનેક મોરચાની હોય છે. ભાજપ અત્યારે શક્તિશાળી પક્ષ છે. દેશના ઘણા પ્રદેશોમાં રાજ કરે છે. આંતરિક ફેરફારો પછી પણ તેની સત્તા બરકરાર છે.

આ સ્થિતિ કોને નડે છે ?

* સૌપ્રથમ કોંગ્રેસને ઘણા વર્ષોથી સત્તા પ્રાપ્ત ન થયાનો તેનો રેકોર્ડ છે. ક્યાંય ઈન્કમ્બન્સી કામ આવતી નથી.

* પરિણામે કોંગ્રેસ પર ભાજપ જેટલી જ મુસીબતો પ્રાદેશિક પક્ષો ઉભી કરી રહ્યા છે. ‘આપ’નો તેમાં એક વધુ ઉમેરો થયો છે. તૃણમૂલ કોંગ્રેસનો છે જ, ઉત્તર પ્રદેશમાં પ્રાદેશિક પક્ષો આડા ફાટ્યા છે. જે કોંગ્રેસની સાથે જવા માંગે છે. તેનો કોઈ ભરોસો કોંગ્રેસને નથી.

શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો

* ભાજપ- વિરોધનો બીજો મોરચો પ્રાદેશિક પક્ષનો છે. કાશ્મીરમાં એક રીતે, ઉત્તર પ્રદેશમાં બીજી રીતે, સૌરાષ્ટ્રમાં ત્રીજી રીતે અને તેલંગાણામાં તેનાથી પણ નોખા પડીને! પણ બધાનો ભાઈ એક સરખો છે, ભાજપ આ પક્ષો માટે ખતરા રૂપ છે.

આ લખું છું ત્યારે હું બંગાળમાં છું. ડાબેરી પક્ષોને હાંકી કાઢનારા “રાજકીય વાઘણ” ને કોંગ્રેસ વતી ડાબેરી મોરચાનો ભય છે. તેના કરતાં અનેક ઘણો ભાજપનો છે.

* ભાજપ વિરોધી ચોથુ પરિબળ “ઉદારવાદી” બૌદ્ધિકોની છે. તેમાં મુખ્યત્વે ડાબેરીઓ છે, બીજા કાર્યો ભાજપને કોમી ગણીને દૂર ભાગતા ઉદારવાદીઓ છે, ત્રીજા નકસલીઓ છે, ચોથા અર્બન નકસલો છે. પાંચમા યુનિવર્સિટીઓ અને વિજય પદ વિહોણા થઈ રહેલા “વિદ્વાનો”, “નિષ્ણાતો” અને “ઇતિહાસકારો” છે. તેમનું બેકાર થવું એ મોટું કારણ છે.

* ભાજપ અને સંઘને પોતાના કાયમી દુશ્મન મારનારા આતંકવાદી સંગઠનો છે તેમાં ઈસ્લામિક સંગઠનોનો સમાવેશ થાય છે. આ સંગઠનો ભારતમાં અને ભારતની બહાર છવાયેલા છે. આમાં ખાલીસ્તાની, માઓવાદી, ઈસ્લામિક સંગઠનોનો સમાવેશ થાય છે. મ્યાનમાર, કેનેડા, અમેરિકા, ઇંગ્લેન્ડ, પાકિસ્તાન, ચીન સહિત તેમનો જમાવડો છે.

* એક પરિબળ પોતાના સંપ્રદાય પરના જોખમને માનનારાઓનો છે. તેમનું ધર્માંતરણ આંદોલન મદરેસા ઝનુની શિક્ષણ, ઘૂસણખોરી, કાશ્મીર સહિત અન્ય કેન્દ્ર સરકારે લીધેલા પગલાંએ તેને માટે પ્રતિક્રિયા જન્માવે છે.

* રામ જન્મભૂમિ મંદિર ભલે સામાન્ય દેખાતી ઘટના હોય પણ તેની દુનિયાભરમાં અન્ય સંપ્રદાયો પર તીવ્ર અસર છે. આમાં કેટલીક મહા સત્તાઓ પણ છે. તેમને ભારત “હિન્દુ” રાજ્ય બનાવવાનો ભય સતાવે છે. તેનો પ્રભાવ આ દેશોને સહન થતો નથી એટલે ભાજપ સંગ મજબૂત થઈને સત્તા પર આવે તેવું ઈચ્છતા નથી.

* નરેન્દ્ર મોદી ભાજપમાં અને ભાજપની બહાર પ્રભાવશાળી નેતા તરીકે મજબૂત થઈ રહ્યા છે તે સૌથી મોટો પડકાર આ પરિબળોને છે. ભલે તેમની છાવણી અલગ અલગ હોય પણ તેમનો મુખ્ય ફફડાટ નરેન્દ્ર મોદી વિશેનો છે. તેમના પ્રત્યક્ષ પગલાંઓનો છે અને વધતી લોકપ્રિયતાનો છે એટલે કે તેમણે ભાજપમાં બાકી બધા કઠપૂતળી છે તેના પર મોદીની સત્તા છે એનો પ્રચાર કરવો ક્યારેય ચૂકતા નથી! એની સાથે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પીઠબળ તરીકે કામ કરી રહ્યું છે. (જોકે આ ધારણા 1952 માં જનસંઘની સ્થાપના થઈ ત્યારથી જ છે.) એટલે તો રાહુલ ભાજપ વિશે વાત કરે ત્યારે એ જ શ્વાસે આર.એસ.એસ.નું નામ પણ લે છે!

આ બધા દુશ્મન કિલ્લાઓ અને છાવણીઓ છે, આ ચૂંટણીમાં તેઓ વધુ આક્રમક બનશે.

લેખકનો પરિચય :-

પદ્મશ્રી વિષ્ણું પંડ્યા…

વિષ્ણું પંડ્યા ગુજરાતના ઉચ્ચકોટીના જાણીતા પત્રકાર, ચરિત્ર લેખક, કવિ, નવલકથાકાર, લેખક, રાજકીય વિશ્લેષક અને ઇતિહાસકાર છે. તેઓ ગુજરાત સાહિત્ય અકાદમીના ચેરમેન છે. તેઓ રાજકારણ, ઇતિહાસ અને ઐતિહાસિક સ્થળો પર ગુજરાતી અખબારો અને સામયિકોમાં સૌથી વધુ વંચાતી કટારોમાં નિયમિત લખે છે. તેઓ પત્રકારત્વ ક્ષેત્રમાં છેલ્લા 40 વર્ષોથી સક્રિય છે. ગુજરાતી દૈનિકોમાં કટાર લખવાની સાથે તેઓ વિશ્વ ગુજરાતી સમાજના જનરલ સેક્રેટરી છે.

(આ લેખમાં વ્યક્ત કરાયેલ વિચારો લેખકના પોતાના છે.)

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">