AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભૂલી જવા જેવો અને યાદ કરવા જેવો ઈતિહાસ

મૂળ વાત એ છે કે શું આપણો પોતાનો કોઈ ઈતિહાસ નથી, જે સ્વદેશ, સ્વાભિમાન. સ્વરાજ્ય, સિદ્ધિ તરફ દોરી જાય? છે. આંશિક રીતે હશે પણ સંપૂર્ણ રીતે તેને નવી પેઢી સમક્ષ મૂકવામાં આપણે નિષ્ફળ ગયા છીએ.

ભૂલી જવા જેવો અને યાદ કરવા જેવો ઈતિહાસ
| Updated on: Apr 17, 2023 | 4:25 PM
Share

ઈતિહાસમાં શું શીખવાડવું જોઈએ તેની ચર્ચા આજકાલ ચાલે છે. કેટલાકની ચીલાચાલુ દલીલ એવી છે કે ઈતિહાસ એટ્લે ઈતિહાસ. તેનું બધુ ભણાવવું જોઈએ. બીજી દલીલ એ પણ છે કે દરેક દેશ અને સમાજનો પોતાનો ઈતિહાસ હોય છે. તેની ખૂબી, ખામી, ગૌરવ અને સ્વાભિમાનનું તેમાં મહત્વ રહે છે, નવી પેઢીને જો તે શીખવાડવામાં આવે તો તેની દેશ, સમાજ અને વ્યક્તિ વિશેની અસ્મિતા મજબૂત બને. આક્રમણકારીઓના “નામા” (બાબરનામા, અકબરનામા, ગઝનીનામા વગેરે) જ અભ્યાસક્રમમાં હોય તો શું થાય તે સમજવું હોય તો સોમનાથ પરની ચઢાઈમાં મોહમ્મદ ગઝની કે વટાળ પ્ર્વૃત્તિ કરીને સામ્રાજ્ય ઊભું કરનાર મોહમ્મદ બેગડો અને અહમદશાહ કે ઔરંગઝેબ વિશેના પ્રસંશા કરતા પુસ્તકો પર્યાપ્ત છે.

મૂળ વાત એ છે કે શું આપણો પોતાનો કોઈ ઈતિહાસ નથી, જે સ્વદેશ, સ્વાભિમાન. સ્વરાજ્ય, સિદ્ધિ તરફ દોરી જાય? છે. આંશિક રીતે હશે પણ સંપૂર્ણ રીતે તેને નવી પેઢી સમક્ષ મૂકવામાં આપણે નિષ્ફળ ગયા છીએ. તેના કારણો ઘણા છે અને સૌથી મોટું કારણ આક્રમણો, સત્તા અને સામ્રાજ્યને લીધે પેદા થયેલી ખતરનાક માનસિક ગુલામી છે. 1857નું નામ લેવાય તો તેને રાજા મહારાજા અને સૈનિકોનું “ફીતુર” ગણાવવામાં આવે, બ્રિટિશ સેનાપતિઓએ લખેલો ઈતિહાસ માથે ઠોકી બેસાડવામાં આવે જેમાં નાનાસાહેબ પેશવા, ઝાંસી રાણી લક્ષ્મીબાઈ અને બહાદુરશાહ ઝફર વિશે અનાપસનાપ લખવામાં આવે.

ઝાંસી રાણી ચરિત્રહીન હતી, એક અંગ્રેજના પ્રેમમાં હતી, પતિને મારી નખાવ્યો એવી આઠ જેટલી નવલકથા બ્રિટિશ લેખકોએ લખી હતી. નાનાસાહેબ, કારણ કે મહાન યોદ્ધા હતો, તેને માટે અત્યાચારી હતો, એવા આક્ષેપો કરાયા, વર્ષો સુધી આપણી શાળા, કોલેજો અને વિદ્વાનોના વ્યાખ્યાનોમાં એજ વાત કહેવાતી રહી. અરે, જુલે વર્ન જેવા જગતખ્યાત લેખકે નાનાસાહેબ માટે “ડેમોન ઓફ કાનપુર” લેખ અને પુસ્તક લખ્યું! ગુજરાત પાઠ્ય પુસ્તકના લેખકોને હજુ એ સૂઝયું નથી કે વિદ્યાર્થીઓને નાનાસાહેબ અંતિમ સમયમાં શિહોર રહ્યા હતા, તેના અવશેષો પણ અસ્તિત્વમાં છે અને મહારાષ્ટ્ર સરકારે નિયુક્ત કરી હતી. તે 1954માં શિહોર આવીને દસ્તાવેજી પત્રો અને નિવેદનો એક્ટર કરીને અહેવાલ તૈયાર કર્યો હતો.

આ પણ વાંચો: હેં રાહુલજી, આમાં સત્ય, અહિંસા અને સત્યાગ્રહ ક્યાં આવ્યા?

સ્વામિ દયાનંદ તરીકે 20 ડિસેમ્બર, 1858થી 29 જુલાઈ 1903 , એટલેકે અંતિમ સમય સુધી રહ્યા તેમણે મળવા 1892માં ભાવનગર મહારાજાના સુચનથી સ્વામિ વિવેકાનંદ તેમને મળવા ગયા હતા. સત્તાવનના ફાંસી કે ગોળીથી મરનારા સામાન્ય લોકો(સામન્તો કે રાજાઓ નહિ, ભીલ, કોળી, વાઘેર, ખેડૂત, બ્રાહ્મણ, સૈનિકો વગેરે)ના સ્થાનો ઠેરઠેર છે. નવ વિપ્લવીઓ તો આંદામાન જેલમાં મોકલી દેવાયા તે ત્યાં જ મૃત્યુ પામ્યા. સત્તાવન પછી રાણી વિક્ટોરિયાનો ઢંઢેરો તો ગુલામીનું ખતપત્ર હતો, ખરો સ્વાતંત્ર્ય ઢંઢેરો તો અવધની બેગમોએ બહાર પાડ્યો હતો.

આવા અસંખ્ય ઉદાહરણો ગુજરાત સહિત અન્યત્ર, તેનો ઈતિહાસ લખાવો અને ભણાવવો જોઈએ કે નહીં? આ સવાલના સંદર્ભે એક રસપ્રદ અને બેશક ચોંકાવી મૂકે તેવી માહિતી- સરદાર ભગતસિંહ અને બલિદાનીઓની છે. આપણે સરદાર ભગતસિંહ, રાજગુરુ, સુખદેવની ત્રિપુટીના ફાંસીના તખતે ઝળહળતા બલિદાનથી તો પરિચિત છીએ. હમણાં માર્ચમાં ગુજરાતમાં વિરાંજલિ સાંસ્કૃતિક કાર્યક્રમની ઘણી જાહેરાતો થઈ. ચાલો, થોડુક તો ભૂલતા ઈતિહાસ પ્રત્યે ધ્યાન અપાયું એમ લાગ્યું, પણ શું આ પૂરતું છે?

લેખકનો પરિચય :-

પદ્મશ્રી વિષ્ણું પંડ્યા…

વિષ્ણું પંડ્યા ગુજરાતના ઉચ્ચકોટીના જાણીતા પત્રકાર, ચરિત્ર લેખક, કવિ, નવલકથાકાર, લેખક, રાજકીય વિશ્લેષક અને ઇતિહાસકાર છે. તેઓ ગુજરાત સાહિત્ય અકાદમીના ચેરમેન છે. તેઓ રાજકારણ, ઇતિહાસ અને ઐતિહાસિક સ્થળો પર ગુજરાતી અખબારો અને સામયિકોમાં સૌથી વધુ વંચાતી કટારોમાં નિયમિત લખે છે. તેઓ પત્રકારત્વ ક્ષેત્રમાં છેલ્લા 40 વર્ષોથી સક્રિય છે. ગુજરાતી દૈનિકોમાં કટાર લખવાની સાથે તેઓ વિશ્વ ગુજરાતી સમાજના જનરલ સેક્રેટરી છે.

(આ લેખમાં વ્યક્ત કરાયેલ વિચારો લેખકના પોતાના છે.)

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">