Tips: ફક્ત જાતને જ નહીં, કોરોના વાયરસથી ઘરને પણ બચાવવું છે જરૂરી, આ બાબતોનું રાખો ધ્યાન

|

May 12, 2021 | 3:52 PM

Tips: કોરોનાવાયરસથી ઘરને બચાવવા માટે ઘરની સફાઈ પર ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. કારણ કે તમારો મોટા ભાગનો સમય ઘરમાં જ પસાર થાય છે

Tips: ફક્ત જાતને જ નહીં, કોરોના વાયરસથી ઘરને પણ બચાવવું છે જરૂરી, આ બાબતોનું રાખો ધ્યાન
Tips

Follow us on

Tips: કોરોના વાયરસથી ઘરને બચાવવા માટે ઘરની સફાઈ પર ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. કારણ કે તમારો મોટા ભાગનો સમય ઘરમાં જ પસાર થાય છે. જો તમે ઘરની સફાઈ નું ધ્યાન નહીં રાખો તો વાઇરસની સમસ્યા વધી શકે છે. કોરોના વાયરસથી ઘરને સુરક્ષિત રાખવા માટે કેટલાક નિયમોનું ધ્યાન રાખવું જરૂરી છે.

કિચન
કિચન ઘરની મહત્વની જગ્યા છે. અહીં સફાઇનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. કિચનમાં બહારથી આવેલી દરેક વસ્તુઓ ને ખાસ સેનેટાઇઝ કરો. શાકભાજી, ફળ અને બીજી વસ્તુઓને પહેલાં સેનેટાઇઝ કરો અને પછી એને કિચનમાં સ્થાન આપો. કિચનનું પ્લેટફોર્મ સાફ કરવા માટે ડિટર્જન્ટના મિશ્રણ અને બ્રશનો ઉપયોગ કરો. આ રીતે પ્લેટફોર્મ સારી રીતે સાફ કરવું જરૂરી છે. રસોઇનું કામ થઈ ગયા પછી સવારે અને સાંજે સારી રીતે પ્લેટફોર્મ સાફ કરવું જોઈએ. શાકભાજી અને ફળોને સાફ કરવા માટે એપલ સિડર વિનેગરને ગરમ પાણીમાં નાખીને મિશ્રણ બનાવો અને એમાં અડધી ચમચી મીઠું નાંખી લો. આનાથી શાકભાજી અને ફળ સારી રીતે સાફ કરો.

બાથરૂમ :
કોરોનાવાયરસ ને ઘરથી દૂર રાખવા માટે ઘરના દરેક ખૂણાની સારી રીતે સફાઈ કરવી જરૂરી છે. બાથરૂમ ને નિયમિત રીતે સારી રીતે સાફ કરો. જો કોઈ બહારની વ્યક્તિ તમારા ઘરે આવી હોય અને એણે બાથરૂમનો ઉપયોગ થયો હોય તો એને પહેલા સારી રીતે સાફ કરી લો.

Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ

મંદિર :
મંદિરની સારી રીતે સફાઈ કરવી ખૂબ જ જરૂરી છે. જો તમે પૂજા માટે બહારથી કોઇ સામાન લાવ્યા હોય તો એને સારી રીતે સાફ કરી એનો ઉપયોગ કરો. પૂજાનો રૂમ સાફ કરવો બહુ જરૂરી છે. જો તમારા ઘરમાં નાનકડું મંદિર હોય તો પણ એ નિયમિત રીતે સાબુના પાણીથી સાફ કરવું જોઈએ. માટીના દિવાને સાફ કરવા માટે એને સાબુના ગરમ પાણીમાં થોડી વાર રાખી ને પછી બ્રશથી સાફ કરી લો. અને પછી એને આખી રાત સુકાવા દઈને ફરીથી ઉપયોગમાં લો.

ડાઈનીંગ ટેબલની યોગ્ય સફાઈ જરૂરી :
ડાઈનીંગ ટેબલની સફાઈ કરતી વખતે ધ્યાન રાખો કે એ ટેબલ પર જે ફળો રાખેલા હોય એ સારી રીતે સેનેટાઇઝ કરેલા હોય. ફળોને સારી રીતે સાફ કર્યા પછી ડાઇનિંગ ટેબલ પર રાખો. સવાર અને સાંજે ભોજન પછી સાબુના પાણીનું પોતું કરી ને ડાઈનીંગ ટેબલ સાફ કરો જેથી એના પર કોઈ ગંદકી ના રહે. ડાઇનિંગ ટેબલ ખરાબ ન થાય એ માટે ટેબલ મેટ પાથરી રાખો અને નિયમિત રીતે એને સાફ કરતા રહો.

લિવિંગ રૂમ :
લિવિંગ રૂમની સફાઇ ની ક્યારેય અવગણના ન કરો. સૌથી પહેલાં તો વધારાનો સામાન દૂર કરી દો. કારણકે એમાં પછી ધૂળ જામવા લાગે છે. અને ગંદકી ફેલાય છે. વાયરસ થી બચવા માટે દરેક વસ્તુની સારી રીતે સફાઈ કરો. સ્વીચબોર્ડની નિયમિત સફાઇ કરો
કારણકે દિવસમાં આપણે અનેકવાર એ જગ્યાએ હાથ લગાવતા હોઈએ છે.

બેડરૂમ :
બેડરૂમની સફાઈ રાખવી પણ બહુ જરૂરી છે. કારણ કે આપણે મોટા ભાગનો સમય બેડરૂમમાં આરામ કરીને પસાર કરીએ છીએ. બેડશીટ નિયમિત રીતે ધોતા રહો. હંમેશા સ્વચ્છ બેડશીટ જ પાથરો. અને ઓશિકાના કવર દર અઠવાડિયે બદલો. બહાર જઈને આવ્યા પછી પહેરેલા કપડાંની બેડરૂમમાં રાખવાને બદલે તરફ ધોવા માટે મૂકી દો. બહાર પહેરવાના ચપ્પલ ક્યારેય બેડરૂમમાં ન રાખો. પડદાને સારી રીતે સાફ કરો.

ગેલેરી અને આંગણું :
ઘરની ગેલેરી અને આંગણાની સારી રીતે સફાઈ કરો. અને ત્યાં ખરાબ પાણી ભેગું ન થવા દો. એમાં મચ્છર થઈ શકે છે અને બીમારી ફેલાઈ શકે છે.

ડ્રેસીંગ ટેબલ
ડ્રેસીંગ ટેબલ પર નકામી વસ્તુઓ ભેગી ન થવા દો. અને નિયમિત સમયાંતરે સાફ કરો. નકામા કપડાને હૂંફાળા પાણી માં ડુબાડી ને એનાથી ડ્રેસીંગ ટેબલ પર રાખેલી વસ્તુઓ ને સાફ કરો.

Next Article