Second World War : હિટલરની સેના દ્વારા એવા-એવા હથિયારો બનાવાયેલા, જેને જાણીને તમે ચોંકી જશો

|

May 30, 2021 | 1:31 PM

એક પ્રધાનમંત્રીને ચૉકલેટમાં બૉમ્બ ફીટ કરીને મારવાનો પ્લાન બનાવવામાં આવ્યો હતો. આ ઇતિહાસનો એક એવો કિસ્સો છે જેને જાણીને તમે ચોંકી જશો.

Second World War : હિટલરની સેના દ્વારા એવા-એવા હથિયારો બનાવાયેલા, જેને જાણીને તમે ચોંકી જશો
પ્રતિકાત્મક તસવીર

Follow us on

Chocolate Bomb : તમે ક્યારે વિચાર્યુ છે કે ચૉકલેટનો ઉપયોગ વિસ્ફોટ કરવા માટે પણ કરી શકાય છે. આપણી કલ્પનાથી પણ અલગ, એક પ્રધાનમંત્રીને ચૉકલેટમાં બૉમ્બ ફીટ કરીને મારવાનો પ્લાન બનાવવામાં આવ્યો હતો. આ ઇતિહાસનો એક એવો કિસ્સો છે જેને જાણીને તમે ચોંકી જશો. આ ઘટનાને આંતરરાષ્ટ્રીય રાજકારણમાં ઘણી વાર યાદ કરવામાં આવે છે. આ કિસ્સો બ્રિટનના પૂર્વ પીએમ વિંસ્ટન ચર્ચિલ સાથે જોડાયેલો છે.

શેવિંગ બ્રશમાં પણ બૉમ્બ

બીજા વિશ્વ યુદ્ધમાં નાઝી સેના સતત બ્રિટન પર બૉમ્બ વરસાવવામાં લાગી હતી. જર્મનીના તાનાશાહ એડોલ્ફ હિટલરની સેના દુશ્મનને તેના જ ઘરમાં મારવાના પ્લાન બનાવી રહી હતી. રોજ નવી રણનીતી બનાવવામાં આવી રહી હતી. સાથે જ બ્રિટીશ ઇંટેલીજન્સ એજન્સી MI5 પણ પોતાના મિશનને લઇને એલર્ટ થઇ રહી હતી.

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
આજનું રાશિફળ તારીખ 26-04-2024

MI5 ને નાઝી સેનાના એ પ્લાન વિશે જાણકારી મળી કે જે બ્રિટીશ સેનાના ઓપરેશનને દરેક રીતે નિષ્ફળ કરી શકતુ હતુ. તેમને જાણકારી મળી કે જર્મનીના એજન્ટ્સ દરેક ખાવા-પીવાની વસ્તુઓમાં બૉમ્બ છુપાવી રહ્યા હતા. નાઝી એજન્ટ્સ ફળથી લઇને મોટર ઓઇલના કેન, શેવિંગ બ્રશ અને કોલસામાં વિસ્ફોટક લગાવી રહ્યા હતા.

જર્મનીના એજન્ટ્સએ કારમાં પણ બૉમ્બ લગાવવાનો પ્રયત્ન કર્યો હતો. MI5 ને આ ષડયંત્ર વિશે માહિતી મળી ગઇ હતી. વર્ષ 1943માં એજન્સીના જાસૂસ વિક્ટર રોથચાઇલ્ડને ખબર પડી કે નાઝી સેના એવો બૉમ્બ બનાવી રહી છે કે જે ચૉકલેટમાં ફીટ થઇ શકે. આ ચૉકલેટ બૉમ્બને એક કાળા રંગના ફોઇલમાં લપેટીને તેના પર સોનેરી રંગની પેકિંગ કરવામાં આવી હતી.

આ ચૉકલેટને ‘પીટર્સ ચૉકલેટ’ જેવી મોટી બ્રાંડનું નામ પણ આપવામાં આવ્યું હતું. ચૉકલેટ અંદરથી સ્ટીલ અને કેનવાસથી ભરેલી હતી. તેના અંતમાં ફક્ત ચૉકલેટનો એક જ ટુકડો હતો અને તે તૂટેલો હતો. જેવુ કેનવાસ ખેંચાતુ 7 સેકન્ડમાં આ બૉમ્બ ફૂટી જતો.

MI5 નું માનવુ હતુ કે આ બૉમ્બ સિક્રેટ નાઝી એજન્ટ્સ કેબિનેટની અંદર મોકલવાનો પ્લાન કરી રહ્યા હતા. જેથી ત્યાંના તાત્કાલીન પીએમ વિંસ્ટન ચર્ચિલના હાથમાં પહોંચી જાય તેઓ ચૉકલેટના શોખીન હતા. ચૉકલેટ જોતા જ તેઓ પોતાના પર નિયંત્રણ નહી રાખી શકતા અને આ ચૉકલેટ ખાવાનો પ્રયત્ન કરતા તેમનું મૃત્યું થતું હતું.

Published On - 1:27 pm, Sun, 30 May 21

Next Article