પેરુની મહિલા જીતી ઈચ્છામૃત્યુનો કેસ, જાણો કેમ મહિલાએ કરી હતી ઈચ્છામૃત્યુની માંગ

|

Mar 04, 2021 | 1:20 PM

પેરુની એક મહિલાએ કોર્ટમાં ઈચ્છામૃત્યુની માંગ કરી હતી. કોર્ટે ઘણા સમય બાદ 44 વર્ષની એસ્ટ્રાડાના આ કેસમાં ચૂકાદો આપ્યો હતો. અને કહ્યું હતું કે તેની ઈચ્છાના દિવસે આરોગ્ય ઈચ્છામૃત્યુ માટે યોગ્ય વ્યવસ્થા કરશે.

પેરુની મહિલા જીતી ઈચ્છામૃત્યુનો કેસ, જાણો કેમ મહિલાએ કરી હતી ઈચ્છામૃત્યુની માંગ
પ્રતિકાત્મક તસ્વીર

Follow us on

પેરુમાં માંદગીને લીધે વર્ષોથી પથારીગ્રસ્ત હતી એસ્ટ્રાડા. એસ્ટ્રાડાએ અસાધ્ય રોગના કિસ્સામાં ઈચ્છામૃત્યુના (euthanasia) કેસમાં ઐતિહાસિક વિજય મેળવ્યો છે. અહીં ઈચ્છામૃત્યુ (euthanasia) ગેરકાયદેસર હોવા છતાં, સરકારે આ ચુકાદા સામે અપીલ નહીં કરવા જણાવ્યું છે.

તમે સંજય લીલા ભણસાલીની ફિલ્મ ગુઝારીસ જોઈ હોય તો તમને ઈચ્છામૃત્યુ (euthanasia) વિષે ખ્યાલ જ હશે. આ ફિલ્મમાં ગંભીર રોગથી પીડિત નાયક ઈચ્છામૃત્યુની માંગ કરે છે પરંતુ તેને કોર્ટ ફગાવી દે છે. આવો જ કિસ્સો પેરુમાં બન્યો છે. પરંતુ અહિયાં ચૂકાદો અરજીકર્તાના પક્ષમાં આવ્યો છે. પેરુમાં 44 વર્ષની એસ્ટ્રાડા પોલિમિઓસિટીસ રોગથી પીડાય છે. તેને ત્રણ દાયકાથી વધુ સમયથી આ અસાધ્ય રોગ છે. આ રોગ ધીમે ધીમે તેના સ્નાયુઓને નુકસાન પહોંચાડે છે. આ મહિલાને શ્વાસ લેવા માટે પણ મશીનનો સહારો લેવો પડે છે. તેને ઈચ્છામૃત્યુની માંગ કરી હતી, અને તેને તેના પક્ષમાં ચૂકાદો આપવામાં આવ્યો હતો. ચૂકાદાના વિજય બાદ તેણે કહ્યું હતું કે ‘હું ખુશ છું. આ અલબત્ત મારો કેસ હતો, પરંતુ આશા છે કે તે એક ઉદાહરણ હશે. તે માત્ર મારી જ નહીં પરંતુ પેરુના કાયદા અને ન્યાયની જીત છે. ‘

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

એસ્ટ્રાડા પાંચ વર્ષથી તેના મૃત્યુના અધિકાર માટે લડી રહી હતી. કોર્ટે તેના ચુકાદામાં કહ્યું છે કે જ્યારે પણ એસ્ટ્રાડા પોતાનું જીવન સમાપ્ત કરવાનો નિર્ણય લેશે, ત્યારે આરોગ્ય વિભાગ તેના મૃત્યુના 10 દિવસની અંદર ઈચ્છામૃત્યુ માટે યોગ્ય વ્યવસ્થા કરશે.

Next Article