ડોગ ફૂડ ટેસ્ટ કરવાથી લઈને ટ્રેન માં ધક્કો મારવા સુધી, તમે ક્યારેય સાંભળ્યું નહીં હોય આવી નોકરીઓ વિશે

|

Jun 02, 2021 | 4:44 PM

પોતાનું ભવિષ્ય સારું બનાવવા માટે દરેક વ્યક્તિ કોઈ ના કોઈ રોજગાર સાથે જોડાય છે. આજે અમે તમને કેટલીક એવી નોકરીઓ વિશે જણાવીશું, જેના વિશે જાણીને તમને આશ્ચર્ય થશે.

ડોગ ફૂડ ટેસ્ટ કરવાથી લઈને ટ્રેન માં ધક્કો મારવા સુધી, તમે ક્યારેય સાંભળ્યું નહીં હોય આવી નોકરીઓ વિશે
પ્રતિકાત્મક તસ્વીર

Follow us on

મનુષ્ય જીવન નિર્વાહ માટે શું શું નથી કરતો. તેની જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે તેને રોજગારની જરૂર પડે છે. રોજગારની શોધમાં ઘણા લોકો ઘર, શહેરો અને દેશ પણ છોડી દે છે. કેટલાક લોકો રાત દીવાસ કામ કરે છે. કેટલાક પોતાનો ધંધો કરે છે તો કેટલાક નોકરી કરતા હોય છે. અમુક લોકો ઘર ચલાવવા માટે બે-તરાન નોકરી પણ કરતા હોય છે. માણસ પોતાની ક્ષમતા અનુસાર નોકરી પસંદ કરે છે. પોતાનું ભવિષ્ય સારું બનાવવા માટે દરેક વ્યક્તિ કોઈ ના કોઈ રોજગાર સાથે જોડાય છે. આજે અમે તમને કેટલીક એવી નોકરીઓ વિશે જણાવીશું, જેના વિશે જાણીને તમને આશ્ચર્ય થશે. ચાલો જાણીએ આ નોકરીઓ વિશે.

ટ્રેનમાં ધક્કો મારવો

જાપાનમાં એક એવી જોબ છે કેમાં ટ્રેનમાં ધક્કો મારવા માટે માણસ રાખવામાં આવે છે. ખરેખર ત્યાની ટ્રેનમાં ઘણીવખત ભીડ થઇ જાય છે જેથી કરીને ટ્રેનના દરવાજા બંધ થઇ શકતા નથી. અને આ કારણે ધક્કો મારીને બધાને ટ્રેનની અંદર ધકેલવા માટે સ્પેશિયલ એક માણસ રાખવામાં આવ્યો હોય છે. જે ધક્કો મારીને ટ્રેનના દરવાજાને બંધ કરવામાં મદદ કરે છે.

આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024

સાપનું ઝેર કાઢવાની નોકરી

ઝેરીલા સાપનું ઝેર કાઢવાનું તમને કોઈ કહે તો? જી હા આવી પણ એક જોબ છે જેમાં સાપનું ઝે કાઢીને ભેગું કરવાનું હોય છે. અને આના માટે લોકો રોજગાર પણ મેળવે છે. આ જોબમાં સાપના ઝેરને એક પાત્રમાં ભેગું કરવાનું હોય છે. આ ઝેરનો ઉપયોગ દવાઓ બનાવવામાં થાય છે.

ડોગ ફૂડ ટેસ્ટ કરવું

તમને ખુબ અજીબ લાગશે પણ ડોગ ફૂડ એટલે કે શ્વાનને ખવડાવવાની વસ્તુ બનાવનારી કંપની પ્રોડક્ટને ટેસ્ટ કરવા માટે માણસ રાખે છે. ડોગ ફૂડ ટેસ્ટરને કંપનીમાં બનેલી પ્રોડક્ટ ટેસ્ટ કરવાની હોય છે. અને જણાવવાનું હોય છે કે તેનો સ્વાદ કેવો છે?

સુવાની નોકરી

ઘણા દેશોમાં માત્ર સુવા માટે પણ રોજગાર મળે છે. જી હા આ જોબમાં લોકોએ માત્ર સુવાનું હોય છે અને તેના બદલામાં તેમને પૈસા મળે ચેહ. ઘણીવાર રિસર્ચ કરનારા લોકો આવા લોકોને હાયર કરે છે. તમને જણાવી દઈએ કે ફિનલેન્ડમાં એક હોટલે રૂમ અને બેડના કમ્ફર્ટને જાણવા માટે પ્રોફેશનલ લોકોને કામ પર રાખ્યા હતા.

રોવાની નોકરી

વિદેશોમાં જ નહીં પરંતુ ભારતમાં પણ ઘણી જગ્યાએ મહિલાઓને રડવા માટે પૈસા મળે છે. જી હા આ મહિલાઓ રડવાનું કામ કરે છે. જેમને રૂદાલી પણ કહેવામાં આવે છે. ઘરમાં કોઈના મૃત્યુ પર તેમને બોલાવવામાં આવે છે અને પૈસા પણ આપવામાં આવે છે.

 

આ પણ વાંચો: આ નેતાઓએ કર્યા પોતાનાથી અડધી ઉંમરની યુવતી સાથે લગ્ન, દિગ્ગજ નેતાઓનું નામ પણ આ લીસ્ટમાં

આ પણ વાંચો: શું તમે જાણો છો? ભારત રત્ન, પદ્મ ભૂષણ, પદ્મ વિભૂષણ અને પદ્મશ્રી સન્માન મેળવનારને અન્ય શું લાભ મળે છે?

Next Article