બ્રહ્માંડના આ ગ્રહ પર મળી આવ્યા જીવનના સંકેત, એક વિશાળ સમુદ્ર પણ છે અહીં મોજૂદ

|

Jul 15, 2021 | 10:22 PM

એક નવી રિસર્ચમાં આ બાબત સામે આવી છે કે આ ગ્રહના વાતાવરણમાં પ્રવેશતા રોબોટિક લેન્ડરોએ ઓછામાં ઓછી 12 ઇંચની ઊંડાઈ સુધી ખોદવું પડશે.

બ્રહ્માંડના આ ગ્રહ પર મળી આવ્યા જીવનના સંકેત, એક વિશાળ સમુદ્ર પણ છે અહીં મોજૂદ

Follow us on

Life on Jupiter Moon Europa: બ્રહ્માંડના અન્ય ગ્રહો પર જીવન શોધતા નિષ્ણાતો માટે એક સારા સમાચાર સામે આવ્યા છે. ગુરુ ગ્રહ એટલે કે ગુરુના ચંદ્ર યુરોપા પર જીવનના સંકેતો મળી આવ્યા છે. (Life on Jupiter Moon Europa) જો કે તેને શોધવા માટે જેટલું વિચાર્યુ હતું તેના કરતાં પણ રોબોટને વધુ ઊંડું ખોદકામ કરવું પડશે. એક નવી રિસર્ચમાં આ બાબત સામે આવી છે કે યુરોપાના વાતાવરણમાં પ્રવેશતા રોબોટિક લેન્ડરોએ ઓછામાં ઓછી 12 ઈંચની ઊંડાઈ સુધી ખોદવું પડશે.

 

બરફીલો ચંદ્ર ‘ઈમ્પેક્ટ ગાર્ડેનિંગ’ સાથે ટકરાયા પછી આ પરિણામ સામે આવ્યું છે. ખરેખર આ પ્રક્રિયા મોલીક્યુયલ્સ સાથે ટકરાયા પછી સ્પેસ રેડીએશનનું પરિણામ છે. આમાંથી કેટલાક પરમાણુઓને સપાટી પર લાવવામાં આવે છે, જ્યારે બાકીનાને નીચે તરફ ધકેલી દેવામાં આવે છે અને સપાટીના નીચલા ભાગ સાથે મિક્સ કરવામાં આવે છે.

આજનું રાશિફળ તારીખ : 20-05-2024
દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો
Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી

 

હવાઈ ​​યુનિવર્સિટીના મનોઆ પ્લેનેટરી રિસર્ચ સાયન્ટિસ્ટ એમિલી કોસ્ટેલોએ (Emily Costello) જણાવ્યું હતું કે, “જો આપણે કેટલાક પ્રાચીન, રાસાયણિક બાયોસિગ્નેચર (Chemical biosignatures) શોધવાના હોય તો આપણે ‘ઈમ્પેક્ટ ગાર્ડેનિંગ’ ઝોનથી થોડું આગળ જવું પડશે,”રાસાયણિક બાયોસિગ્નેચરને ઝોનની તુલનામાં છીછરા વિસ્તારમાં વિનાશક રેડીશનના સંપર્કમાં આવી શકે છે.

 

પહેલા 8 ઈંચ ખોદવાની વાત કહી હતી

અગાઉની શોધમાં માનવમાં આવ્યું છે કે કોઈ પણ લેંડર અગર જો બરફમાં 8 ઈંચ સુધી ખોદકામ કરે છે તો તેને બાયોસિગ્નેચરના અવશેષો મળી જાય છે. યુરોપા અથવા આપણાં સૌરમંડળના કોઈ પણ વાયુરહિત ગ્રહો પર ઈમ્પેક્ટ ગાર્ડેનીંગનો વિચાર નવો નથી. પરંતુ આ શોધથી આટલી ખબર જરૂર પડશે કે સ્પેસમાં રેડીએશનની શું અસર થતી હોય છે.

 

યુરોપા પર છે વિશાળ સમુદ્ર

માનવમાં આવે છે કે ગુરુના ચંદ્ર પર એક વિશાળ સમુદ્ર છે. સમુદ્ર હોવાથી જ્યુપીટરના ચાંદ પર માનવ જીવનની સંભાવનાને વધુ વેગ મળી રહ્યો છે. પાછલા એક અભ્યાસ મુજબ તેવું માનવમાં આવી રહ્યું છે કે યુરોપા પર આવેલો આ સમુદ્ર લગભગ 10 હજાર વર્ષ જૂનો છે. ચંદ્રના પથ્થરોના સંપર્કોમાં પણ આ આવી શકે છે અને જો કદાચ આવું થાય તો છે મોટી માત્રામાં કેમિકલ રિએક્શન થઈ શકે છે અને કદાચ આપણને જીવનના કેમિકલના સંકેતો પણ મળી શકે છે. આ અભ્યાસ જર્નલ નેચર એસ્ટ્રોનોમીમાં છપાયો છે.

 

જ્યુપીટર પર એક નહીં 79 ચંદ્ર છે

જે રીતે પૃથ્વી પર માત્ર એક જ ચંદ્ર છે, તે રીતે ગુરુ ગ્રહ પર 79 ચંદ્ર છે. જેમાંના 26 તો હાલમાં જ મળ્યા છે. યુરોપા આ ગ્રહનો ચોથો સૌથી મોટો ચંદ્ર છે. જેની પાસે સમુદ્ર પણ છે. નાસા (NASA)નું યુરોપા ક્લિપર (Europa Clipper) અભ્યાસ માટે જ્યુપીટરની કક્ષમાં જશે. સાથે સાથે આ ચંદ્રના એવા સ્થાનો પર પણ જશે કે જ્યાંથી જીવનના સંકેત મળવાની આશા છે.

 

આ પણ વાંચો: Ahmedabad: ‘શાળાઓ બંધ પણ શિક્ષણ ચાલુ’, સ્માર્ટફોન ન હોય તેવા વિદ્યાર્થીઓ માટે સરકારી શાળાના શિક્ષકોએ શેરી કલાસ કર્યા શરૂ

આ પણ વાંચો: Sovereign Gold Bond Scheme: જાણો ડીઝીટલ ગોલ્ડ સ્કીમમાં રોકાણ કરવાથી થતા 6 ફાયદાઓ વિશે

Next Article