Knowledge: આ વિશ્વનો સૌથી નિર્જન ટાપુ છે, જ્યાં એક સમયે કોઢના દર્દીઓને રાખવામાં આવતા હતા

|

Mar 10, 2022 | 11:15 AM

આ દુનિયા અદ્ભુત રહસ્યોથી ભરેલી છે. આવા જ કેટલાક રહસ્યરુપી ટાપુઓ પર પણ આવેલા છે. આજે અમે તમને એવા જ એક ટાપુ વિશે જણાવીશું જ્યાં એક સમયે કોઢના દર્દીઓને રાખવામાં આવતા હતા. પરંતુ આજે આ જગ્યા નિર્જન છે.

Knowledge: આ વિશ્વનો સૌથી નિર્જન ટાપુ છે, જ્યાં એક સમયે કોઢના દર્દીઓને રાખવામાં આવતા હતા
Spinalonga Island

Follow us on

કોઢની બીમારીને (Leprosy ) આપણા સમાજમાં લાંબા સમયથી ભગવાન દ્વારા આપવામાં આવેલ શ્રાપ અથવા સજા ગણવામાં આવે છે. કોનો રોગ ખૂબ જ ખરાબ માનવામાં આવ્યો છે. સદીઓથી, તેના પીડિતોને સમાજથી અલગ રાખવાની પ્રથા ચાલી રહી છે. આજે પણ દેશમાં કોઢના ઘણા દર્દીઓના આશ્રમો ચાલે છે. માત્ર ભારતમાં જ નહીં, ઘણા પશ્ચિમી દેશોમાં કોઢના દર્દીઓ સાથે આવો વ્યવહાર કરવામાં આવતો હતો, પરંતુ શું તમે જાણો છો કે યુરોપિયન દેશ ગ્રીસ (Greece)માં કોઢના દર્દીઓ માટે માત્ર એક ટાપુ (Island) અલગ રાખવામાં આવ્યો હતો.

ગ્રીસના સૌથી મોટો ટાપુ સ્પિનલોંગા ક્રેટની નજીક સ્થિત છે. તે મિરાબેલોના અખાતના મુખ પર ભૂમધ્ય સમુદ્રમાં સ્થિત છે. આજની તારીખે સ્પિનલોંગા ટાપુ પર કોઈ રહેતું નથી. બહુ ઓછા લોકો ત્યાં આવે છે અને જાય છે. આ ટાપુ પ્લાકાના ક્રેટ ગામથી થોડે દૂર સ્થિત છે, પરંતુ બહુ ઓછા લોકોને ત્યાં જવામાં રસ છે.

હવે આ ટાપુ નિર્જન છે

આ જગ્યાને વેનિસના રાજાએ સૌપ્રથમ લશ્કરી મથક બનાવ્યું હતું. બાદમાં તુર્કીના ઓટ્ટોમન સામ્રાજ્યએ અહીં કિલ્લેબંધી બનાવી હતી. વર્ષ 1904 માં, ક્રેટના રહેવાસીઓએ તુર્કોને તેમના દેશમાંથી ભગાડ્યા અને તે પછી સ્પિનલોંગા કોઢના દર્દીઓ માટે આશ્રયસ્થાન બની ગયું. કોઢના દર્દીઓનું આ કેન્દ્ર 1957 સુધી ચાલુ રહ્યું. 1957માં એક બ્રિટિશ નિષ્ણાતે અહીંની હાલત જોઈને આખી દુનિયાને જણાવી. જે બાદ ગ્રીક સરકારને ખૂબ જ શરમાવું પડ્યું હતું.

આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024

જે બાદ અહીંના તમામ લોકોને સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા અને કોઢના દર્દીઓના આશ્રમને બંધ કરી દેવામાં આવ્યો હતો. જ્યારે કોઢના દર્દીઓ અહીંથી જતા રહ્યા ત્યારે સ્પિનલોંગા ટાપુ નિર્જન બની ગયો હતો. હવે અહીં કોઈ રહેતું નથી. તમને જાણીને નવાઈ લાગશે કે સ્પિનલોંગા ટાપુ પર કોઢના દર્દીઓની સારવાર માટે કોઈ વ્યવસ્થા નહોતી. અહીં એક ડૉક્ટરની નિમણૂક કરવામાં આવી હતી, પરંતુ તે પણ ત્યારે આવતો હતો જ્યારે આ ટાપુ પર રહેતા રક્તપિત્તને કોઈ અન્ય રોગ થતો હતો. જો કે આ રોગની સારવાર વર્ષ 1904માં મળી આવી હતી, પરંતુ ગ્રીક સરકારે સ્પિનલોંગામાં રહેતા લોકોની સારવાર કરવાનો પ્રયાસ કર્યો ન હતો.

આ પણ વાંચો-

Knowledge: ટોયલેટ પેપરનો રંગ સફેદ કેમ છે, પીળો અથવા લીલો કેમ નથી? જાણો તેની પાછળનું વિજ્ઞાન

આ પણ વાંચો-

Kam Ni Vaat : PPF સહિત પોસ્ટ ઓફિસની 5 યોજનાઓ આપી રહી છે FD કરતા વધુ વ્યાજ, જાણો ક્યાં રોકણ કરવું રહેશે વધુ સારું

Next Article