Indian Railways Rule : જો ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા છો તો જાણી લો બર્થના આ નિયમો

|

Aug 13, 2021 | 10:52 AM

સફર દરમિયાન જો તમને મિડલ બર્થ મળે છે તો તમને ઘણી વાર મુશ્કેલી પડે છે. હકીકતમાં લોઅર બર્થ વાળા મુસાફર મોડે સુધી બેસેલા રહે છે. એવામાં મિડલ બર્થ વાળા રેલવે યાત્રી માટે નિયમ જાણવા જરુરી છે.

Indian Railways Rule : જો ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા છો તો જાણી લો બર્થના આ નિયમો
સાંકેતિક તસ્વીર

Follow us on

જો તમે ટ્રેનમાં સફર કરો છો તો તમારા માટે આ સમાચાર મહત્વપૂર્ણ છે. ટિકિટ બુકિંગ(Train Ticket Booking)સમયે તમારા પાસે બર્થ સિલેક્શનનો (Berth Selection) વિકલ્પ રહે છે. પણ દર વખતે તમારા મન પ્રમાણે સીટ નથી મળતી. હકીકતમાં રેલવે (Indian Railways) પાસે પણ લિમિટેડ સીટ હોય છે. યાત્રિઓની સુવિધા માટે રેલવેએ બર્થ સાથે જોડાયેલા કડક નિયમો (Indian Railways rules) બનાવ્યા છે. યાત્રા પહેલા આ નિયમોની જાણકારી હોવી અને ફોલો કરવુ બંને જરુરી છે.

સફર દરમિયાન જો તમને મિડલ બર્થ મળે છે તો તમને ઘણી વાર મુશ્કેલી પડે છે. હકીકતમાં લોઅર બર્થ વાળા મુસાફર મોડે સુધી બેસેલા રહે છે. એવામાં મિડલ બર્થ વાળા રેલવે યાત્રી માટે નિયમ જાણવા જરુરી છે. મિડલ બર્થને લઇ રેલવે નિયમ (Railway rule for Middle berth) અલગ છે. રેલવે નિયમ કડક હોય છે. જો તમને આની જાણકારી છે તો તમારી યાત્રા એકદમ આરામદાયક રહેશે.

લોઅર અને મિડલ બર્થના નિયમ 

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

મિડલ બર્થ પર સુવાવાળા યાત્રી ટ્રેન શરુ થતા જ બર્થ ખોલી દે છે. જેનાથી લોઅર બર્થ વાળા (Train Lower berth) મુસાફરોને ઘણી મુશ્કેલી થાય છે. પરંતુ રેલવેના નિયમ અનુસાર મિડલ બર્થ વાળા યાત્રી પોતાના બર્થ પર રાત્રે 10થી સવારે 6 વાગ્યા સુધી જ સુઇ શકે છે.

રાત્રે 10 વાગ્યા પહેલા કોઇ યાત્રી મિડલ બર્થ ખોલવા ઇચ્છે તો તમે તેને રોકી શકો છે. જ્યારે સવારે 6 વાગ્યા પછી બર્થને નીચે કરવો પડશે જેથી બીજા યાત્રી લોઅર બર્થ પર બેસી શકે. કેટલીક વાર લોઅર બર્થ વાળા મોડી રાત સુધી જાગે છે અને મિડલ બર્થ વાળાને મુશ્કેલી થઇ શકે છે. એવામાં આપ 10 વાગે સીટના  નિયમ અંતર્ગત ઉઠાડી શકો છો.

TTEના પણ છે આ નિયમ 

યાત્રા દરમિયાન ટ્રાવેલ ટિકિટ એગ્ઝામિનર (TTE) તમારી પાસે ટિકિટ લેવા આવે છે અમુક વાર મોડા આવીને જગાડે છે અને આઈડી બતાવવા માટે કહે છે. પરંતુ આપને જણાવી દઇએ કે રાત્રે 10 વાગ્યા પછી TTE પણ તમને ડિસ્ટર્બ નથી કરી શકતા. ટીટીઇને સવારે 6થી રાત્રે 10 વાગ્યા વચ્ચે ટિકિટનુ વેરિફિકેશન કરવુ જરુરી છે.રાત્રે સુતા પછી કોઇ પણ પેસેન્જરને ડિસ્ટર્બ ન કરી શકાય આ ગાઇડલાઇન રેલવે બોર્ડની છે. રાત્રે 10 વાગ્યા બાદ યાત્રા શરુ કરનારા યાત્રીઓ પર આ નિયમ લાગુ પડતો નથી.

આ પણ વાંચો :Petrol-Diesel Price Today : જાણો શું છે 1 લીટર પેટ્રોલ – ડીઝલની કિંમત તમારા શહેરમાં?

આ પણ વાંચોદેશમાં 5.82 કરોડ જનધન ખાતાધારકો સરકારી યોજનાઓનો લાભથી વંચિત રહેશે, જાણો કેમ?

 

Next Article