આજકાલ દરેક વ્યક્તિ પોતાના વધતા વજનથી (Weight) પરેશાન છે અને તેને ઘટાડવા અથવા તેને નિયંત્રિત કરવા માટે વિવિધ ઉપાય કરે છે. પરંતુ, એવા ઘણા લોકો છે જેઓ પોતાના મનથી પોતાને વધુ વજનવાળા માને છે અને જુદા જુદા ડાઈટ ફોલો કરે છે, પછી તેઓ ઓછા વજનવાળા એટલે કે અંડરવેટ બને છે. આવું કરવું તમારા માટે ખોટું સાબિત થઈ શકે છે.
તેથી પહેલા તમારે એ જાણવાની જરૂર છે કે તમારું વજન વધારે છે કે નહીં. જો તમારું વજન વધારે છે, તો તમે તેને ઘટાડવા અથવા નિયંત્રિત કરવા માટે ઘણા ઉપાયો અપનાવી શકો છો. આ સ્થિતિમાં તમારે જાણવું જરૂરી છે કે તમારૂ વજન યોગ્ય છે કે નહીં. આ માટે તમે વજનની આકારણી કરી શકો છો. અહીં અમે તમને જણાવી રહ્યા છીએ કે, કોનું વજન કેટલું હોવું જોઈએ.
કેટલું વજન જરૂરી છે તે કેવી રીતે જાણી શકાય ?
ઉંચાઈ પ્રમાણે વજનનું સંતુલન એ સારા સ્વાસ્થ્યનો માપદંડ છે. આમાં, તમારી ઉંચાઈ અને ઉંમરના આધારે, તમે જાણો કે તમારું વજન કેટલું હોવું જોઈએ. મેડિકલ ન્યૂઝ ટુડે મુજબ, જાણો તમારી ઉંચાઈ પ્રમાણે કેટલું વજન હોવું જોઈએ અને શું તમારું વજન વધારે છે કે નહીં ?
* 4 ફૂટ 10 ઇંચની ઉંચાઈ ધરાવતા વ્યક્તિનું સામાન્ય વજન 41 થી 52 કિલો હોવું જોઈએ. આનાથી વધુ વજન ઓવરવેટ શ્રેણીમાં આવે છે.
* 5 ફૂટની ઉંચાઈ ધરાવતા વ્યક્તિનું સામાન્ય વજન 44 થી 55.7 કિલો વચ્ચે હોવું જોઈએ. આ તંદુરસ્ત શરીરની નિશાની છે.
* 5 ફૂટ 2 ઇંચ લાંબી વ્યક્તિનું વજન 49 થી 63 કિલોની વચ્ચે હોવું જોઇએ.
* 5 ફૂટ 4 ઇંચ ઉંચાઈની વ્યક્તિનું સામાન્ય વજન 51 થી 65 કિલોની વચ્ચે હોવું જોઈએ.
* 5 ફૂટ 6 ઇંચ ઉંચા વ્યક્તિનું સામાન્ય વજન 53 થી 67 કિલોગ્રામ વચ્ચે હોવું જોઈએ.
* 5 ફૂટ 8 ઇંચ ઉંચાઈ ધરાવતા વ્યક્તિનું સામાન્ય વજન 56 થી 71 કિલોની વચ્ચે હોવું જોઈએ.
* 5 ફૂટ 10 ઇંચ ઉંચા વ્યક્તિનું સામાન્ય વજન 59 થી 75 કિલોની વચ્ચે હોવું જોઈએ.
* 6 ફૂટ ઉંચાઈ ધરાવતા વ્યક્તિનું સામાન્ય વજન 63 થી 80 કિલો વચ્ચે હોવું જોઈએ.
(વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. વધારે માહિતી માટે આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો.)
આ પણ વાંચો : શું વિમાનમાં હોર્ન હોય છે ? જો હા, તો તેનો ઉપયોગ ક્યારે અને કેવી રીતે થાય છે ?
આ પણ વાંચો : એક વ્યક્તિ દિવસમાં કેટલી વખત શ્વાસ લે છે ? તમારા શરીરમાંથી દરરોજ કેટલો પરસેવો નીકળે છે ? જાણો