BBBP Yojana 2021: લાભ જ લાભ! જુઓ કેવી રીતે તમે પણ ઉઠાવી શકો છો આ યોજનાનો લાભ

|

May 12, 2021 | 10:04 PM

દેશની દીકરીઓનું ભવિષ્ય ઉજ્જવળ બનાવવા માટે સરકાર દ્વારા વખતો વખત અનેક યોજનાઓ શરૂ કરવામાં આવે છે. આજે અમે તમને બેટી બચાવો બેટી પઢાવો નામની આવી જ એક યોજનાથી સંબંધિત માહિતી પ્રદાન કરવા જઈ રહ્યા છીએ.

BBBP Yojana 2021: લાભ જ લાભ! જુઓ કેવી રીતે તમે પણ ઉઠાવી શકો છો આ યોજનાનો લાભ

Follow us on

દેશની દીકરીઓનું ભવિષ્ય ઉજ્જવળ બનાવવા માટે સરકાર દ્વારા વખતો વખત અનેક યોજનાઓ શરૂ કરવામાં આવે છે. આજે અમે તમને બેટી બચાવો બેટી પઢાવો નામની આવી જ એક યોજનાથી સંબંધિત માહિતી પ્રદાન કરવા જઈ રહ્યા છીએ. બેટી બચાવો બેટી પઢાવો યોજના આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 22 જાન્યુઆરી, 2015ના રોજ શરૂ કરવામાં આવી છે તો આવો જોઈએ શું છે યોજના અને કેવી રીતે તેનો લાભ મેળવી શકાય.

 

 

સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે

આ યોજના હેઠળ પુત્રીના માતાપિતાએ પુત્રીનું બેંક એકાઉન્ટ રાષ્ટ્રીય બેંક અથવા નજીકની પોસ્ટ ઓફિસમાં ખોલવું પડશે. જે અંતર્ગત તેઓએ પુત્રીનું બેંક ખાતું ખોલાવીને 14 વર્ષની વય સુધી ચોક્કસ રકમ જમા કરવાની રહેશે. આ બેંક ખાતું દિકરીના જન્મથી 10 વર્ષની વય સુધી ખોલી શકાય છે. આ બેટી બચાવો બેટી પઢાવો યોજના આપણા દેશની પુત્રીઓનું જીવનધોરણ સુધારવા અને તેમના ભવિષ્યને ઉજ્જવળ બનાવવા માટે શરૂ કરવામાં આવી છે.

 

 

બેટી બચાવો બેટી પઢાવો યોજના હેઠળ માતા-પિતાએ પુત્રી 14 વર્ષની થાય ત્યાં સુધી પૈસા જમા કરાવવાના રહેશે. પુત્રી 18 વર્ષની થઈ જાય તે પછી આ રકમમાંથી 50% રકમ ઉપાડી શકાય છે અને પુત્રીના 21 વર્ષ પૂરા થયા પછી પુત્રીના લગ્ન માટે સંપૂર્ણ રકમ પરત ખેંચી શકાય છે.

 

 

14 વર્ષ પછી મળશે 6 લાખથી વધુ રકમ

BBBP Yojana 2021 અંતર્ગત જો તમે તમારી પુત્રીના બેંક ખાતામાં દર મહિને 1000 અથવા વર્ષે 12,000 રૂપિયા જમા કરો છો તો પછી તમે 14 વર્ષમાં 1,68,000 રૂપિયાની કુલ રકમ જમા કરશો. 21 વર્ષ પછી તમારી પુત્રીને 6,07,128ની રકમ આપવામાં આવશે. જ્યારે પુત્રી 18 વર્ષની થઈ જાય, ત્યારે તમે 50% નાણાં ઉપાડી શકો છો અને બાકીના 50% પણ પુત્રીના લગ્ન સમયે પાછા ખેંચી શકાય છે.

 

 

બેંક ખાતામાં વાર્ષિક 1.5 લાખ રૂપિયા જમા કરાવવા પર

બેટી બચાવો બેટી પઢાવો યોજના 2021 અંતર્ગત જો તમે તમારી પુત્રીના બેંક ખાતામાં દર વર્ષે 1.5 લાખ રૂપિયા જમા કરો છો તો તમારે 14 વર્ષ સુધી તમારી પુત્રીના ખાતામાં કુલ 21 લાખ રૂપિયા જમા કરાવવા પડશે. ખાતાની મેચ્યોરિટી બાદ તમારી દીકરીને 72 લાખ રૂપિયા આપવામાં આવશે.

 

યોજનાથી સામાજીક લાભ

  • આ યોજનાનો લાભ મેળવવા માટે તમે તમારી પુત્રીનું બેંક એકાઉન્ટ જન્મથી 10 વર્ષ સુધી ખોલી શકો છો.
  • આ યોજના કન્યા સુરક્ષા અને શિક્ષણ ક્ષેત્રે એક ઉત્તમ યોજના છે.
  • આ યોજના દ્વારા દેશમાં છોકરીઓની ભ્રૂણહત્યાને અટકાવી શકાય છે.
  • આ બીબીબીપી યોજના 2021 અંતર્ગત સરકાર દિકરીઓને તેમના શિક્ષણ અને લગ્ન માટે આર્થિક સહાય આપશે.
  • છોકરાઓ અને છોકરીઓ વચ્ચેનો ભેદભાવ ઓછો થશે.
  • આ યોજના અંતર્ગત તમને જમા કરવામાં આવેલી રકમ અને સરકાર દ્વારા આપવામાં આવતી આર્થિક સહાય પ્રદાન કરવામાં આવશે.
  • જો તમે પણ આ યોજનાનો લાભ લેવા માંગતા હોવ તો તમારે સત્તાવાર વેબસાઈટની મુલાકાત લઈને અરજી કરવી પડશે.

 

યોજના માટેની પાત્રતા

1. આ યોજના હેઠળ અરજી કરવા માટે પુત્રીની ઉંમર 10 વર્ષ હોવી જોઈએ.
2. પુત્રીના નામે સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ એકાઉન્ટ હોવુ જોઈએ.
3. પુત્રીઓ ભારતની કાયમી રહેવાસી હોવી જોઈએ.

યોજના માટે જરૂરી દસ્તાવેજ
  • આધારકાર્ડ
  • માતાપિતાનું ઓળખકાર્ડ
  • પુત્રીનું જન્મ પ્રમાણપત્ર
  • મોબાઈલ નંબર
  • સરનામાંનો પુરાવો
  • પાસપોર્ટ સાઇઝ ફોટો

કેવી રીતે કરવું આવેદન?

અરજદારે મહિલા અને બાળ વિકાસ મંત્રાલયની સત્તાવાર વેબસાઈટની મુલાકાત લેવી પડશે. સત્તાવાર વેબસાઈટની મુલાકાત લીધા પછી હોમ પેજ તમારી સામે ખુલશે. આ હોમ પેજ પર તમે મહિલા સશક્તિકરણ યોજનાનો વિકલ્પ જોશો આ વિકલ્પ પર ક્લિક કરો.

 

Next Article