Christmas 2021: દુનિયાની એક અનોખી સ્કૂલ કે જ્યાં વિદ્યાર્થીઓને અપાય છે સાન્તાક્લોઝ બનવાની ટ્રેનીંગ, માત્ર ખાસ સ્ટુડન્ટને મળે છે એડમિશન

|

Dec 25, 2021 | 11:31 PM

આ અનોખી શાળામાં દર વર્ષે 300થી વધુ વિદ્યાર્થીઓ પાસ થાય છે. અહીં એડમિશન લેનારા વિદ્યાર્થીઓને સાંતાની જેમ ડાન્સ કરવાનું અને જિંગલ બેલ્સ ગાવાનું શીખવવામાં આવે છે.

Christmas 2021: દુનિયાની એક અનોખી સ્કૂલ કે જ્યાં વિદ્યાર્થીઓને અપાય છે સાન્તાક્લોઝ બનવાની ટ્રેનીંગ, માત્ર ખાસ સ્ટુડન્ટને મળે છે એડમિશન
Charles W Howard Santa Claus School

Follow us on

Christmas: નાતાલન તહેવારે આજે દુનિયાભરમાં લોકો ધૂમ મચાવી રહ્યા છે. ખ્રિસ્તી ધર્મના લોકોની સાથે અન્ય લોકો પણ જીસસના જન્મદિવસ (The birthday of Jesus)ની ઉજવણી કરી રહ્યા છે અને આ સાથે લોકો હંમેશા ક્રિસમસ પર સાન્તાક્લોઝ (Santa Claus)ની રાહ જોતા હોય છે, પરંતુ શું તમે જાણો છો કે દુનિયામાં એક એવી પણ સ્કૂલ છે કે જ્યાં સાન્તા ક્લોઝને તૈયાર કરવામાં આવે છે. કહેવાનો અર્થ એ છે કે આ શાળામાં લોકોને સાન્તાની જેમ કામ કરવાની તાલીમ આપવામાં આવે છે.

 

 

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

અમે વાત કરી રહ્યા છીએ મિશિગનમાં સ્થિત ચાર્લ્સ ડબલ્યુ હોવર્ડ સાંતા ક્લોઝ સ્કૂલ (Charles W Howard Santa Claus School)ની જ્યાં છેલ્લા 85 વર્ષથી લોકોને સાંતાની ટ્રેનિંગ આપવામાં આવે છે. આ અનોખી શાળા વર્ષ 1937માં શરૂ કરવામાં આવી હતી, ત્યારથી આજદિન સુધી હજારો સાન્તા આ શાળામાંથી પસાર થાય છે અને સમગ્ર વિશ્વમાં ખુશીઓ વહેંચવાનું કામ કરે છે. ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સ અનુસાર તે તેના પ્રકારની સૌથી અનોખી અને સૌથી જૂની શાળા છે. વર્ષ 2021માં આ શાળા તેની 85મી વર્ષગાંઠ ઉજવશે.

 

મોટા પેટ વાળા લોકોને જ મળે છે પ્રવેશ

આ અનોખી શાળા એક ખેડૂત દ્વારા શરૂ કરવામાં આવી હતી, આ શાળામાં ફક્ત તે જ લોકોને પ્રવેશ મળે છે જેમનું પેટ બહાર આવ્યું હોય! આ અનોખી શાળામાં દર વર્ષે ત્રણસોથી વધુ વિદ્યાર્થીઓ પાસ થાય છે. અહીં એડમિશન લેનારા વિદ્યાર્થીઓને સાંતાની જેમ ડાન્સ કરવાનું અને જિંગલ બેલ્સ ગાવાનું શીખવવામાં આવે છે. આ સાથે લાલ કપડા પહેરીને માત્ર ત્રીસ સેકન્ડમાં સાંતાની જેમ તૈયાર થવાની ટ્રીક શીખવવામાં આવે છે.

 

 

આ ઉપરાંત આ શાળામાં પ્રવેશ લેતા વિદ્યાર્થીઓ માટે ઘણા અભ્યાસક્રમો ચલાવવામાં આવે છે. આમાં જૂના મિત્રોને મળવા અને નવા મિત્રો બનાવવા જેવી બાબતો શીખવવામાં આવે છે. તમને જાણીને નવાઈ લાગશે કે આ સ્કૂલમાં ભણતા લોકો આ સ્કૂલના વખાણ કરતા થાકતા નથી. આ શાળામાંથી પાસ થતાં ઘણા સાન્તા અમેરિકાના ઘણા ખૂણાઓમાં ખુશી વહેંચવા જાય છે. હાલમાં આ શાળાના આચાર્ય ટોમ એન્ડ હોલી વેલેન્ટ છે. જેઓ કહે છે કે આજે પણ આ શાળામાં પ્રવેશ માટે લોકોની કતારો લાગે છે.

 

 

આ પણ વાંચો: India Omicron Update: દેશમાં આ 17 રાજ્યમાં સામે આવી ચૂક્યા છે ઓમિક્રોન વેરિયન્ટના 436 કેસ, મહારાષ્ટ્ર-દિલ્હી અને ગુજરાતમાં સ્થિતિ ગંભીર

 

 

આ પણ વાંચો: Maharashtra Lockdown: ઓક્સિજનની માંગ અને દર્દીઓની સંખ્યામાં વધશે તો મહારાષ્ટ્રમાં લાગી શકે છે લોકડાઉન, આરોગ્ય પ્રધાને આપ્યા સંકેત 

Next Article