કચ્છનાં અબડાસામાં ધસમસતા પ્રવાહમાં કાર તણાઈ, જુઓ કઈ રીતે બચી ચાર લોકોની જીંદગી
કચ્છમાં પડી રહેલા અનરાધાર વરસાદનાં કારણે અનેક નદી નાળા પાણીથી છલકાઈ ઉઠ્યા છે. નાના નાળા પરથી તો પાણી પ્રવાહ સાથે વહેવા લાગ્યું છે, આવા સમયે પાણીનાં પ્રવાહમાંથી વાહનો કાઢવાની ચાનક અમુકવાર જોખમી બની જતી હોય છે. આવીર એક મોટી ઘટના કચ્છનાં અબડાસામાં બનતા બચી ગઈ કે જ્યાં પાણીનાં પ્રવાહમાં એક કાર ફસાઈ ગઈ હતી. મોથાળા […]
કચ્છમાં પડી રહેલા અનરાધાર વરસાદનાં કારણે અનેક નદી નાળા પાણીથી છલકાઈ ઉઠ્યા છે. નાના નાળા પરથી તો પાણી પ્રવાહ સાથે વહેવા લાગ્યું છે, આવા સમયે પાણીનાં પ્રવાહમાંથી વાહનો કાઢવાની ચાનક અમુકવાર જોખમી બની જતી હોય છે. આવીર એક મોટી ઘટના કચ્છનાં અબડાસામાં બનતા બચી ગઈ કે જ્યાં પાણીનાં પ્રવાહમાં એક કાર ફસાઈ ગઈ હતી. મોથાળા પાસે ચાર લોકોને પાણીમાં તણાતા જોતા સ્થાનિક લોકો તેમને બચાવવા માટે પાણીમાં પહોચ્યા હતા અને તમામને બચાવી લેવામાં આવ્યા હતા. જો કે થોડાક સમય માટે તમામનાં જીવ તાળવે ચોંટી ગયા હતા. જુઓ વિડિયોમાં કઈ રીતે માંટ બચ્યા લોકોનાં જીવ.