Recipe Tips: કાળઝાળ ગરમીમાં પેટને ઠંડક આપવા માટે ઘરે જ બનાવો મેંગો લસ્સી

|

May 16, 2022 | 9:57 PM

Recipe Tips: અકળાવતી ગરમીથી બચવા લોકો હવે કેરી અને દહીંની લસ્સી બનાવીને પીવે છે. મેંગો લસ્સી તરીકે જાણીતું આ પીણું ઘરે પણ સરળતાથી બનાવી શકાય છે. આજે અમે તમને રેસિપી દ્વારા જણાવીશું કે કેવી રીતે તમે ઘરે ટેસ્ટી અને હેલ્ધી મેંગો લસ્સી બનાવી શકો છો.

Recipe Tips: કાળઝાળ ગરમીમાં પેટને ઠંડક આપવા માટે ઘરે જ બનાવો મેંગો લસ્સી
Mango lassi recipe

Follow us on

ઉનાળામાં જ્યાં એક તરફ કાળઝાળ ગરમી છે અને તેના કારણે મુશ્કેલીનો સામનો કરવો પડે છે તો બીજી તરફ આ ઋતુમાં કેટલીક ઠંડી વસ્તુઓનો સ્વાદ પણ ઘણી હદે હળવાશનો અનુભવ કરાવે છે. ફળોનો રાજા કેરી ઉનાળા (summer)ની ઋતુમાં ખૂબ વેચાય છે. કેટલાક લોકો તેને કાપીને સીધા ખાય છે, જ્યારે કેટલાક તેને શેક બનાવીને પીવાનું પસંદ કરે છે. કેરી ભલે ખાવાની વસ્તુ હોય, પરંતુ તે આપણા માટે બે રીતે ફાયદાકારક સાબિત થાય છે. તે ટેસ્ટી હોવાની સાથે હેલ્ધી પણ છે. તે જ સમયે લોકો ઉનાળામાં ઠંડક મેળવવા માટે દહીંમાંથી બનેલી લસ્સી (Mango Lassi) પણ પીવે છે. તેનું નામ સાંભળતા જ મોઢામાં પાણી આવી જાય છે. લસ્સી તમને ઉનાળામાં તાજગી અનુભવવા ઉપરાંત સ્વાસ્થ્યને પણ લાભ આપે છે. બાય ધ વે, જો આ બે વસ્તુઓ એકસાથે ખાવામાં કે પીવામાં આવે તો વાત જુદી જ હશે.

હા, તમે સાચું વાંચી રહ્યા છો લોકો હવે કેરી અને દહીંની લસ્સી બનાવીને પીવે છે. મેંગો લસ્સી તરીકે જાણીતું આ પીણું ઘરે પણ સરળતાથી બનાવી શકાય છે. આજે અમે તમને રેસિપી દ્વારા જણાવીશું કે કેવી રીતે તમે ઘરે ટેસ્ટી અને હેલ્ધી મેંગો લસ્સી બનાવી શકો છો.

સામગ્રી

2 કેરી (ઝીણી સમારેલી)

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

અડધો કપ ખાંડ

અડધુ કપ દહીં

એલચી પાવડર

ફુદીના ના પત્તા

1 ટીસ્પૂન ટુટી-ફ્રુટી (વૈકલ્પિક)

રેસીપી

ટેસ્ટી કેરીની લસ્સી બનાવવી ખૂબ જ સરળ છે અને એકવાર તમે તેને પી લો તો તમે દરરોજ તેની માંગ કરશો.

બ્લેન્ડરમાં સમારેલી કેરી અને ખાંડ નાખો.

તેને થોડીવાર બ્લેન્ડ કરો અને પછી તેમાં દહીં ઉમેરો.

દરમિયાન, તેમાં એલચી પાવડર ઉમેરો.

તેમાં થોડું ઠંડુ પાણી પણ ઉમેરો. ધ્યાન રાખો કે તમારે તેમાં કાચું દૂધ બિલકુલ નાખવાની જરૂર નથી.

સારી રીતે બ્લેન્ડ થઈ ગયા પછી લસ્સીને ગ્લાસમાં ભરીને ફ્રિજમાં ઠંડી થવા માટે રાખો.

અડધા કલાક પછી તૈયાર કરેલી કેરીની લસ્સી કાઢીને ફુદીનાના પાનથી સજાવી સર્વ કરો.

Next Article