
દેશમાં ઇંધણની બચત કરવા માટે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કંપનીઓને વર્ક ફ્રોમ હોમ (WFH) અને ઓનલાઈન મીટિંગ્સ વધારવાનું સૂચન કર્યું હતું, ત્યારે ખાનગી ક્ષેત્રના લાખો કર્મચારીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. તે સમયે 24,000 કર્મચારીઓ ધરાવતી ભારતની જાણીતી આઈટી કંપની ‘જોહો’ (Zoho) એ પણ આ વિકલ્પ પર ગંભીરતાથી વિચાર કરવાનું આશ્વાસન આપ્યું હતું. પરંતુ હવે કંપનીએ પોતાના એ વચનથી યુ-ટર્ન લઈને કર્મચારીઓને મોટો ઝટકો આપ્યો છે. કંપનીના સ્થાપકે સ્પષ્ટ કર્યું છે કે તેઓ હવે વર્ક ફ્રોમ હોમ આપવા અંગે બિલકુલ વિચારી રહ્યા નથી.
જોહો કંપનીના ફાઉન્ડર શ્રીધર વેમ્બુએ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા આ ચોંકાવનારા નિર્ણયની જાહેરાત કરી છે. તેમણે લખ્યું છે કે કંપનીમાં આ વિષય પર આંતરિક સ્તરે ઊંડી ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. અંતે કંપની એવા નિષ્કર્ષ પર પહોંચી છે કે કર્મચારીઓ જ્યારે ઓફિસે આવીને એકબીજાની સામે બેસીને કામ કરે છે, ત્યારે કામની ગુણવત્તા અને ઉત્પાદકતા (Productivity) ઘણી વધારે હોય છે. ખાસ કરીને રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ (R&D) ટીમ માટે રિમોટ એરિયા એટલે કે ઘરેથી કામ કરવું એટલું અસરકારક સાબિત થતું નથી.
Ultimately, after a lot of people inside weighed in on my X post, we decided not to expand WFH because the productivity of face to face problem solving is much higher in R&D. I have experienced this in my own development team – issues take longer to resolve when you are not…
— Sridhar Vembu (@svembu) May 18, 2026
પોતાનો વ્યક્તિગત અનુભવ શેર કરતા શ્રીધર વેમ્બુએ જણાવ્યું કે જ્યારે ડેવલપમેન્ટ ટીમ ઓફિસથી દૂર રહીને કામ કરે છે, ત્યારે ટેકનિકલ સમસ્યાઓનો ઉકેલ લાવવામાં ઘણી વાર લાગે છે. જ્યારે કોઈ મોટી સમસ્યા સામે આવે ત્યારે તેનો ઝડપી અને સચોટ ઉકેલ આમને-સામને બેસીને ચર્ચા કરવાથી જ મળી શકે છે. ઓફિસનું વાતાવરણ નવા આઈડિયાઝ લાવવામાં અને પ્રોજેક્ટ્સને ઝડપથી પૂરા કરવામાં વધુ મદદરૂપ સાબિત થાય છે.
કંપની ભલે કર્મચારીઓને ઘરેથી કામ આપવાના પક્ષમાં નથી, પરંતુ વડાપ્રધાનની ઇંધણ બચાવવાની અપીલને માન આપીને કંપની બીજા વૈકલ્પિક રસ્તાઓ અપનાવશે. શ્રીધર વેમ્બુએ જણાવ્યું છે કે:
કોરોના કાળ પછી આઈટી સેક્ટરમાં વર્ક ફ્રોમ હોમ એક સામાન્ય બાબત બની ગઈ હતી, પરંતુ જોહો કંપનીનો આ નવો નિર્ણય દર્શાવે છે કે હવે મોટી કંપનીઓ ફરીથી ઓફિસ કલ્ચર તરફ પાછી વળી રહી છે. હવે જોવાનું એ રહેશે કે જોહોના આ કડક નિર્ણય પછી દેશની અન્ય આઈટી કંપનીઓ વડાપ્રધાનની અપીલને સ્વીકારે છે કે પછી જોહોની જેમ જ ઓફિસથી કામ કરાવવાનો આગ્રહ રાખે છે.
Published On - 6:28 pm, Tue, 19 May 26