અત્યારે માની લો ઈન્કમટેક્ષ વિભાગની વાત પછી પસ્તાવું પડશે, કરી લો 31 માર્ચ સુધી પાનકાર્ડથી જોડાયેલ આ કામ પાછળથી દોડવું પડશે
બદલાતા સમયની સાથે સાથે કામ કરવાની રીત પણ બદલાઈ ગઈ છે. સરકારી કે પ્રાઈવેટ સેકટરમાં લગભગ બધી જ જગ્યાએ તમારે જરૂરી કાગળો તો દેખાડવા પડે છે. આ જરૂરી કાગળોમાં પાનકાર્ડ ફરજીયાત થઈ ગયું છે. આવનારા દિવસોમાં 20 કરોડ જેટલા પાનકાર્ડ રદ થઈ શકે છે. સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ પાનકાર્ડને આધારકાર્ડ સાથે લિંક કરવાની સમયમર્યાદા 31 […]

બદલાતા સમયની સાથે સાથે કામ કરવાની રીત પણ બદલાઈ ગઈ છે. સરકારી કે પ્રાઈવેટ સેકટરમાં લગભગ બધી જ જગ્યાએ તમારે જરૂરી કાગળો તો દેખાડવા પડે છે. આ જરૂરી કાગળોમાં પાનકાર્ડ ફરજીયાત થઈ ગયું છે.
આવનારા દિવસોમાં 20 કરોડ જેટલા પાનકાર્ડ રદ થઈ શકે છે. સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ પાનકાર્ડને આધારકાર્ડ સાથે લિંક કરવાની સમયમર્યાદા 31 માર્ચ છે. પણ કેન્દ્રીય ટેકસ બોર્ડના ચેરમેન સુશીલ ચંદ્રા મુજબ અત્યાર સુધી ખાલી 50% પાનકાર્ડ ધારકોએ જ તેમની બાયોમેટ્રીક ઓળખાણને પાનકાર્ડથી જોડી છે. ઈન્કમટેક્ષ વિભાગે અત્યાર સુધી 42 કરોડ પાનકાર્ડ ફાળવેલ છે. તેથી 19 કરોડ પાનકાર્ડ બંધ થઈ જવાનું જોખમ છે.
કેન્દ્રીય ટેકસ બોર્ડના ચેરમેન સુશીલ ચંદ્રાએ જણાવ્યું કે પાનકાર્ડને આધારકાર્ડ સાથે લિંક કરવાથી અમને જાણવા મળશે કે કોઈની પાસે નકલી પાનકાર્ડ ના હોય. જો તેને આધારથી નહીં જોડવામાં આવે તો પાનકાર્ડ રદ પણ થઈ શકે છે. સુપ્રીમ કોર્ટના એક નિર્ણય હેઠળ આધારકાર્ડથી પાનકાર્ડ લિંક કરાવવું ફરજીયાત કરી દીધું છે. જો તમે લિંકના કરાવ્યું તો ઈન્કમ ટેકસ રિટર્ન નહી ભરી શકો. લિંક કરાવવાથી આઈ.ટી વિભાગ ટેકસ ભરનારનો ખર્ચ કરવાની રીત અને અન્ય જાણકારી પણ સરળતાથી જાણી શકશે.
આ પણ વાંચો : રાફેલ પર રાહુલના દાવાને ફરી રક્ષા મંત્રીએ ખોટો સાબિત કરી દીધો, કોંગ્રેસ પર લગાવ્યો દેશની સેનાને કમજોર કરવાનો આરોપ
બીજી એજિન્સીઓ આધારકાર્ડથી જોડાવાથી એ પણ જાણી શકાશે કે સમાજ કલ્યાણ યોજનાઓનો લાભ સાચા લોકોને મળી રહ્યો છે કે નહિં. તેની સિવાય 2.5 લાખથી વધારે વ્યવહાર અને બિઝનેસ કે વ્યવસાય માટે પાનકાર્ડ જરૂરી છે. જો તમે અત્યાર સુધી આધારકાર્ડ-પાનકાર્ડને લિંક નથી કરાવ્યું તો મેસેજ દ્વારા આ કામ કરી શકો છો. ઈન્કમટેક્ષ વિભાગ મુજબ 567678 અથવા 56161 પર SMS મોકલીને આધારકાર્ડને પાનકાર્ડ સાથે લિંક કરી શકાય છે. તે સિવાય ઈન્કમટેક્ષ વિભાગની વેબસાઈટ WWW.incometaxindiaefilling.gov.in પર થી આધારકાર્ડ લિંક કરવાનો વિકલ્પ મળશે.
[yop_poll id=1212]