Yogi Cabinet Expansion: ઉતરપ્રદેશમાં યોગીના પ્રધાનમંડળનુ થઈ શકે છે વિસ્તરણ, સંજય નિષાદ અને જિતિન પ્રસાદ સહિત 7 પ્રધાનોને સમાવાશે

|

Sep 26, 2021 | 2:14 PM

up cabinet expansion 2021: આજે યુપી સરકારની કેબિનેટનું વિસ્તરણ સાંજે થશે. દલિતવર્ગમાંથી ડેપ્યુટી સીએમ બનાવવા સાથે નવા 7 પ્રધાનોને પ્રધાનમંડળમાં સમાવવામાં આવી શકે છે.

Yogi Cabinet Expansion: ઉતરપ્રદેશમાં યોગીના પ્રધાનમંડળનુ થઈ શકે છે વિસ્તરણ, સંજય નિષાદ અને જિતિન પ્રસાદ સહિત 7 પ્રધાનોને સમાવાશે
Yogi Adityanath, Chief Minister, Uttar Pradesh

Follow us on

ઉતર પ્રદેશમાં યોગી આદિત્યનાથની સરકારનું વિસ્તરણ (Uttar Pradesh Cabinet Expansion) આજે સાંજે થશે. સૂત્રોના જણાવ્યાનુસાર, દલિત વર્ગના ધારાસભ્યને નાયબ મુખ્યપ્રધાન બનાવવાની સાથે નવા કુલ 7 પ્રધાનોનો નવા મંત્રીમંડળમાં સમાવેશ કરાશે. સંજય નિષાદ (Sanjay Nishad), જિતિન પ્રસાદ(Jitin Prasad), સ્વર્ગસ્થ પૂર્વ કેબિનેટ પ્રધાન ચેતન ચૌહાણની પત્ની સંગીતાને પણ પ્રધાન બનાવાઈ શકાય છે.

કેબિનેટ વિસ્તરણની સાથે સાથે ઘણા પ્રધાનોને પણ પડતા મૂકાઈ શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર કેબિનેટ વિસ્તરણ આજે સાંજે 6:00 વાગ્યાની આસપાસ થઈ શકે છે. રાજ્યપાલ આનંદીબેન પટેલ (Governor Anandiben Patel) વિસ્તરણ પહેલા લખનૌ પહોંચશે.

આમને મંત્રી બનાવી શકાય છે
મોદીનગર વિધાનસભા મતવિસ્તારમાંથી ચૂંટાયેલા અને વ્યવસાયે ડોક્ટર એવા જાટ સમુદાયની મંજુ શિવાસ તેમજ 2018માં એલઆરડીમાંથી ભાજપમાં આવેલા અને છાપરાઉલી મતવિસ્તારના ધારાસભ્ય સહન્દ્ર રામાલાના નામની પણ ચર્ચા છે.

'હું ભગવાન છું', IITian બાબાના નવા વીડિયોએ મચાવી દીધો હંગામો
કચ્ચા બદામ ગર્લ અંજલિ અરોરાની આ સાદગી જોતાં રહી ગયા ફેન્સ
મહિલાઓ માટે આ સરકારી બચત યોજના છે શાનદાર, 31 માર્ચ સુધી રોકાણ કરવાની તક
23 વર્ષની જન્નત ઝુબેરે શાહરૂખ ખાનને આ મામલે પાછળ છોડ્યો, જુઓ ફોટો
ભારતના બંધારણની સૌપ્રથમ પ્રતિ કઈ ભાષામાં લખાઈ હતી?
દરિયામાં મસ્તી કરતી જોવા મળી સચિનની લાડલી સારા, જુઓ ફોટો

મેરઠથી પ્રથમ વખત ધારાસભ્ય બનેલા અને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદમાંથી રાજકીય કારકિર્દીની શરુઆત કરનાર ગુર્જર જ્ઞાતિમાંથી આવતા સોમેન્દ્ર ગુર્જરને પ્રધાનમંડળમાં સ્થાન મળી શકે છે. કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા જિતિન પ્રસાદને પણ યોગી આદિત્યનાથ તેમના મંત્રીમંડળમાં સમાવી શકે છે. આ પહેલા તેમને MLC તરીકે નોમિનેટ કરવામાં આવશે. જિતિન પ્રસાદને કેબિનેટમાં જ્ઞાતિ જાતિના સમીકરણમાં બ્રાહ્મણ જ્ઞાતિના સમીકરણ તરીકે સમાવવામાં આવશે.

તેવી જ રીતે, વોટ બેંકને ધ્યાનમાં રાખીને, સંજય નિષાદને પહેલા MLC બનાવીને યોગી મંત્રીમંડળમાં પ્રધાન બનાવવામાં આવશે. જોકે, આ જ વર્ગમાંથી ગાજીપુર સદરના ધારાસભ્ય સંગીતા બળવંત બિંદનું નામ પણ ચર્ચામાં આવી રહ્યું છે.

ભાજપના સાથીદારપક્ષ એવા અપના દળના MLC તેમજ કુર્મી પટેલ એવા આશિષ પટેલને મંત્રી બનાવી શકાય છે. જો કે, આ જ બિરાદરીના સાંસદ સેંથવારના નામ પર પણ વિચાર કરવામાં આવી રહ્યો છે, જે પીપ્રાઈચથી ધારાસભ્ય છે. જેમણે યોગી આદિત્યનાથ માટે પોતાની બેઠક છોડવાની ઓફર કરી હતી.

આ અનુસૂચિત જાતિના મંત્રી બની શકે છે
તેવી જ રીતે અનુસૂચિત જાતિમાંથી અપના દળના ધારાસભ્ય રાહુલ કોલને મંત્રી બનાવી શકાય છે. તેઓ છંબે વિધાનસભામાંથી પ્રથમ વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે. સંજય ગોંડ, જે સોનભદ્રના ઓબરાથી ધારાસભ્ય છે, અને પોતાની સાદગી માટે જાણીતા છે, તેમના નામ પર પણ વિચાર કરવામાં આવી રહ્યો છે.

રવિ સોનકર જેઓ બસ્તી જિલ્લાની મહાદેવ બેઠકના ધારાસભ્ય છે, જેમના પિતા કલ્પનાથ સોનકર 1989-1991 સુધી ધારાસભ્ય રહ્યા હતા. અનુસૂચિત જાતિ ક્વોટામાંથી તેમના નામ પર ચર્ચા પણ ચાલી રહી છે. આ ઉપરાંત, બમ્બા લાલ દિવાકર જે ઉન્નાવના સફીપુરથી ધારાસભ્ય છે, તેમનું નામ પણ સંભવિત પ્રધાનની યાદીમાં સમાવેશ થઈ રહ્યો છે.

વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપે રમશે રાજકીય દાવ
વર્ષ 2022 માં ઉત્તર પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. વિધાનસભાની ચૂંટણી પહેલા કેબિનેટ વિસ્તરણને ભાજપ માટે મોટા રાજકીય દાવ તરીકે જોવાઈ રહ્યો છે. વોટ બેંકની રાજનીતિ અને જ્ઞાતિ જાતિના સમીકરણો માટે ઘણા ધારાસભ્યોને પ્રધાનપદુ આપવામાં આવશે તેવી ચર્ચા છે. આ સિવાય તાજેતરમાં જ કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા જિતિન પ્રસાદનું નામ પણ પ્રધાન બનાવવાની રેસમાં મોખરે છે. જિતિન પ્રસાદને બ્રાહ્મણ નેતા માનવામાં આવે છે. ભાજપે તેમને પ્રધાન બનાવીને ઉતરપ્રદેશમાં વિપક્ષને નબળો પાડી દેવા માગે છે.

 

આ પણ વાંચોઃ TATA-BIRLA-AMBANI અને ADANI પૈકી કોણે બનાવ્યા રોકાણકારોને સૌથી વધુ માલામાલ, વાંચો રસપ્રદ માહિતી અહેવાલમાં

 

આ પણ વાંચોઃ IPL 2021: વિરાટ કોહલીના બેટનો દમ પડ્યો મંદ, રન બનાવવાના મામલામાં ટોપ-10માં પણ સમાવેશ નહી, કોહલી થી ત્રિપાઠી આગળ

Published On - 1:39 pm, Sun, 26 September 21

Next Article