ચેનાબ નદી પર માર્ચ સુધીમાં તૈયાર થઇ જશે વિશ્વનો સૌથી ઉંચો રેલ્વે બ્રિજ, એફિલ ટાવરથી હશે ઉંચો

|

Feb 26, 2021 | 3:55 PM

ચેનાબ નદી પર વિશ્વના સૌથી ઊંચા રેલ્વે બ્રિજનું નિર્માણ થઇ રહ્યું છે. અહેવાલ અનુસાર આ બ્રિજનું કાર્ય આ વર્ષે માર્ચમાં પૂરું થશે.

ચેનાબ નદી પર માર્ચ સુધીમાં તૈયાર થઇ જશે વિશ્વનો સૌથી ઉંચો રેલ્વે બ્રિજ, એફિલ ટાવરથી હશે ઉંચો
સૌથી ઉંચો રેલ્વે બ્રિજ

Follow us on

વિશ્વનો સૌથી ઉંચો રેલ્વે બ્રિજ ભારતમાં બનાવવામાં આવી રહ્યો છે. ટ્વીટ દ્વારા આ માહિતી આપતાં રેલવે પ્રધાન પિયુષ ગોયલે કહ્યું, ‘વિશ્વનો સૌથી ઉંચો બ્રિજ કૌરી વિસ્તારમાં ચેનાબ નદી ઉપર બનાવવામાં આવી રહ્યો છે. આ બીજો માઈલસ્ટોન સાબિત થશે. ‘ કેન્દ્રીય પ્રધાને કહ્યું હતું કે ” ચેનાબ બ્રિજની સ્ટીલ કમાન સાથે બીજો માઈલસ્ટોન હાંસલ કરવા માટે ભારતીય રેલ્વે ખુબ મહેનત અને સારી રીતે કાર્ય કરી રહ્યું છે. તે વિશ્વનો સૌથી ઉંચો રેલ્વે બ્રિજ હશે.”

તમને જણાવી દઇએ કે આ રેલ્વે બ્રિજનું કામ આ વર્ષે માર્ચ સુધીમાં પૂર્ણ થવાની સંભાવના છે.
કોંકણ રેલ્વે કોર્પોરેશન લિમિટેડ (KRCL) ઉધમપુર-શ્રીનગર-બારામુલ્લા રેલ્વે લિંક (USBRL) પ્રોજેક્ટ હેઠળ 111 કિલોમીટર લાંબા પડકારજનક રૂટ પર ચેનાબ પુલનું કામ ચાલી રહ્યું છે. આ બ્રિજ રેલવેના માધ્યમથી ઘાટીને દેશના અન્ય ભાગો સાથે જોડશે.

 

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

https://twitter.com/PiyushGoyal/status/1364782015090806785

 

રેલ્વે અધિકારીઓના અનુસાર ચેનાબ નદીના તળિયાથી આ બ્રિજ 359 મીટર ઊંચાઈએ બનાવવામાં આવી રહ્યો છે. તે એફિલ ટાવર (જેની ઊંચાઈ 324 મીટર છે) કરતા 35 મીટર ઉંચો હશે. ચેનાબ પુલની લંબાઈ 17 સ્પાન્સ સાથે 1,315 મીટર હશે. જેમાંથી ચેનાબ નદી પારની મુખ્ય આર્કની લંબાઈ 467 મીટર હશે.

આ મહિનાની શરૂઆતમાં, ગૃહ રાજ્યમંત્રી જી કિશન રેડ્ડીએ સંસદમાં કહ્યું હતું કે જમ્મુ-કાશ્મીરના નવા રચાયેલા કેન્દ્ર શાસિત પ્રદેશોમાં છેલ્લાં બે વર્ષમાં ઝડપી વિકાસના કામો ચાલી રહ્યા છે. તેમણે કહ્યું હતું કે “જમ્મુ અને કાશ્મીર છેલ્લા 70 વર્ષ કરતાં છેલ્લા બે વર્ષમાં ઝડપથી વિકાસ કરી રહ્યું છે. કેન્દ્ર અને જમ્મુ-કાશ્મીર સરકાર બંને આ ક્ષેત્રનો વિકાસ કરવાનો પ્રયાસ કરી રહી છે.” MoS એ દાવો કર્યો હતો કે જમ્મુ-કાશ્મીરમાં તમામ મોટા પ્રોજેક્ટ્સ ટ્રેક પર છે. તેમાં આવવા વાળી તકલીફો દુર કરી દેવામાં આવી છે.

Next Article