NDAમાં મહિલા કેડેટનો સમાવેશ કેમ નહીં ? સુપ્રીમે કેન્દ્ર પાસે માંગ્યો જવાબ

|

Mar 11, 2021 | 4:05 PM

સુપ્રીમ કોર્ટે સંરક્ષણ મંત્રાલયને પૂછ્યું છે કે NDA અને નેવલ એકેડેમીમાં સશસ્ત્ર દળોની તાલીમમાં મહિલા કેડેટનો સમાવેશ શા માટે નથી કરવામાં આવી રહ્યો?

NDAમાં મહિલા કેડેટનો સમાવેશ કેમ નહીં ? સુપ્રીમે કેન્દ્ર પાસે માંગ્યો જવાબ

Follow us on

સુપ્રીમ કોર્ટે બુધવારે સંરક્ષણ મંત્રાલયને પૂછ્યું છે કે નેશનલ ડિફેન્સ એકેડમી ( NDA ) અને નેવલ એકેડેમીમાં સશસ્ત્ર દળોની તાલીમમાં મહિલા કેડેટનો સમાવેશ શા માટે નથી કરવામાં  આવી રહ્યો? સુપ્રિમ કોર્ટે બુધવારે કેન્દ્રને એક અરજી પર નોટિસ ફટકારી છે કે જેમાં પ્રતિષ્ઠિત નેશનલ ડિફેન્સ એકેડમી (NDA ) માં લાયક અને રસ ધરાવતા મહિલા ઉમેદવારોનો સમાવેશ ન કરવાનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. પિટિશનમાં કહેવામાં આવ્યું છે કે મહિલાઓને ફક્ત લિંગભેદના આધારે NDA માં સમાવવામાં આવતી નથી, જે સમાનતાના મૂળભૂત અધિકારોનું કથિત ઉલ્લંઘન છે.

સુપ્રીમ કોર્ટે નોટિસ ફટકારી જવાબ માંગ્યો
એડવોકેટ કુશ કાલરા દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર આ મામલે કોર્ટમાં સુનાવણી થઈ હતી. કોર્ટે કેન્દ્ર, NDA, સંરક્ષણ વિભાગ, ચીફ ડિફેન્સ સ્ટાફ અને યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC)ને નોટિસ ફટકારી છે. ચીફ ડિફેન્સ સ્ટાફ અને યુનિયન પબ્લિક સર્વિસ કમિશન લાયક પુરુષ ઉમેદવારોની અરજીઓ પર આમંત્રણ આપે છે અને NDAમાં પ્રવેશ માટે પરીક્ષા લે છે.

CJI બોબડેની ખંડપીઠ દ્વારા સુનાવણી 
અરજીમાં સંબંધિત અધિકારીઓને નિર્દેશ કરવાનો આગ્રહ કરવામાં આવ્યો છે કે લાયક મહિલા ઉમેદવારોને નેશનલ ડિફેન્સ એકેડમી અને નેવલ એકેડેમીની પરીક્ષા આપવા દેવામાં આવે તેમજ NDAમાં તાલીમ આપવામાં આવે. મુખ્ય ન્યાયાધીશ એસ. એ. બોબડેની અધ્યક્ષતાવાળી બેંચ, જસ્ટિસ એ.એસ. બોપન્ના અને જસ્ટિસ વી. રામસુબ્રમણ્યન પણ સામેલ હતા. ખંડપીઠે આ મામલે પક્ષકાર બનાવવા માટે ઉત્તરપ્રદેશની મહિલા વતી દાખલ કરેલી અરજી પણ સ્વીકારી હતી.

આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક
ગૌતમ ગંભીરનો નિર્ણય શાહરૂખ ખાનને રડાવી દેશે, BCCI તરફથી મળી શકે છે ખાસ ઓફર
ખરતા વાળથી છુટકારો મેળવવા માટે રોજ એક વાર પીવો આ જ્યુસ
કથાકાર જયા કિશોરી પોતાની બેગમાં કઈ વસ્તુઓ રાખે છે? જાતે ખોલ્યું રહસ્ય
ઉનાળામાં ઘરે બનાવો કાચી કેરીની મીઠી ચટણી, જાણી લો સિક્રેટ રેસીપી

સેનામાં મહિલા અધિકારીઓનું કાયમી કમિશન 
એડવોકેટ કુશ કાલરા દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં ગયા વર્ષે ફેબ્રુઆરીમાં થયેલા  ઐતિહાસિક ચુકાદાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો જેમાં સુપ્રીમ કોર્ટે સેનામાં મહિલા અધિકારીઓના કાયમી કમિશન અને કમાન્ડ પોસ્ટિંગનો નિર્દેશ આપ્યો હતો.

Next Article