ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ શા માટે હારી? પી. ચિદમ્બરમે જણાવ્યા કારણ

|

Dec 11, 2022 | 6:32 PM

પી. ચિદમ્બરમે કહ્યું કે, કોંગ્રેસને (Congress) ગુજરાતમાં કોઈ ખાસ અપેક્ષા નહોતી. હું માનું છું કે પાર્ટીએ દરેક ચૂંટણીમાં તેના શ્રેષ્ઠ પ્રયાસો કરવા જોઈએ અને દરેક ઉપલબ્ધ સંસાધનનો ઉપયોગ કરવો જોઈએ. ગુજરાતની ચૂંટણીમાં મળેલી હારમાંથી બોધપાઠ લેવાની જરૂર છે.

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ શા માટે હારી? પી. ચિદમ્બરમે જણાવ્યા કારણ
P. Chidambaram

Follow us on

કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી ચિદમ્બરમે રવિવારે જણાવ્યું હતું કે કોંગ્રેસ ‘ધ્રુવ’ બનવા માટે શ્રેષ્ઠ સ્થિતિમાં છે જેથી 2024ની સામાન્ય ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી વિરોધી મોરચો બનાવી શકાય છે. તેમણે કહ્યું કે હરિયાણા અને પંજાબને બાદ કરતાં આમ આદમી આદમી પાર્ટીની દિલ્હી બહાર બહુ લોકપ્રિયતા નથી. કોંગ્રેસે ગુજરાતમાં હારથી પાઠ શીખવો જોઈએ. તેમણે કહ્યું કે ચૂંટણીમાં ‘મૌન’ ચૂંટણી પ્રચાર જેવી કોઈ વસ્તુ નથી. કોંગ્રેસના નેતાએ ‘પીટીઆઈ-ભાષા’ને આપેલા ઈન્ટરવ્યુ દરમિયાન કહ્યું હતું કે AAP એ ગોવા અને ઉત્તરાખંડની જેમ ગુજરાતમાં પણ રમત બગાડી હતી.

ભાજપ ત્રણેયમાં સત્તા પર હતી, પરંતુ બે ચૂંટણીમાં હાર્યા: પી ચિદમ્બરમ

ગુજરાત અને હિમાચલ પ્રદેશ એસેમ્બલી અને દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનની (MCD) તાજેતરની ચૂંટણીઓનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એ હકીકત પર વિચાર કરવો જોઈએ કે ભાજપ ત્રણેયમાં સત્તા પર હતા, પરંતુ બે ચૂંટણીમાં હારી ગયા. આ ભાજપ માટે મોટો ફટકો છે. ગુજરાતમાં જીત મહત્ત્વની છે, પરંતુ તે હકીકતને છુપાવી શકતી નથી કે સત્તાધારી ભાજપને હિમાચલ પ્રદેશ અને MCDમાં નિર્ણાયક હારનો સામનો કરવો પડ્યો હતો.

કોંગ્રેસે જીતેલી 40માંથી ઘણી બેઠકો પર જીતનું માર્જિન ઘણું મોટું હતું: પી ચિદમ્બરમ

વડાપ્રધાન મોદીએ હિમાચલમાં કોંગ્રેસ અને ભાજપને મળેલા મતો વચ્ચે એક ટકા કરતા ઓછાના તફાવતનો ઉલ્લેખ કર્યો હતો. જ્યારે ચિદમ્બરમને આ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે, કોંગ્રેસે જીતેલી 40માંથી ઘણી બેઠકો પર જીતનું માર્જિન ઘણું મોટું હતું. ચૂંટણી મતક્ષેત્ર મુજબ રાજ્ય-વ્યાપી તફાવતને જોવો એ અયોગ્ય અભિગમ છે. ગુજરાતમાં કોંગ્રેસની હાર અને રાજ્યમાં જોરદાર પ્રચારના અભાવ વિશે પૂછવામાં આવતા ચિદમ્બરમે કહ્યું કે રાજ્યમાં આવી કોઈ વ્યૂહરચનાનું પાલન કરવામાં આવ્યું છે કે કેમ તે અંગે તેઓ જાણતા નથી.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

ગુજરાતની ચૂંટણીમાં મળેલી હારમાંથી બોધપાઠ લેવાની જરૂર છે: પી ચિદમ્બરમ

તેમણે કહ્યું, મારી સમજ પ્રમાણે કોંગ્રેસને ગુજરાતમાં કોઈ ખાસ અપેક્ષા નહોતી. હું માનું છું કે પાર્ટીએ દરેક ચૂંટણીમાં તેના શ્રેષ્ઠ પ્રયાસો કરવા જોઈએ અને દરેક ઉપલબ્ધ સંસાધન અને સાધન-સામગ્રીનો ઉપયોગ કરવો જોઈએ. ચિદમ્બરમે કહ્યું કે, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિએ દેશભરમાં કોંગ્રેસ પાસે ઉપલબ્ધ શ્રેષ્ઠ માનવ સંસાધનોને એકત્ર કરવા જોઈએ અને પ્રચારમાં તેમને તૈનાત કરવા જોઈએ. તેમણે કહ્યું, હું પણ માનું છું કે ચૂંટણીમાં ચૂપચાપ પ્રચાર કરવા જેવું કંઈ નથી. ગુજરાતની ચૂંટણીમાં મળેલી હારમાંથી બોધપાઠ લેવાની જરૂર છે.

Published On - 6:32 pm, Sun, 11 December 22

Next Article