કેમ વધી રહ્યા છે કોરોનાના કેસ? શું ભારત છે જોખમી સમયમાં? જાણો આ પાંચ કારણો

|

Feb 27, 2021 | 10:02 AM

કોરોનાના કેસ દિવસેને દિવસે વધી રહ્યા છે. જ્યારે એની સામે કોરોનાના ટેસ્ટ ઘટી રહ્યા છે અને રીપોર્ટ અનુસાર રસીકરણની પ્રક્રિયા ભારતમાં ખુબ ધીમી છે.

કેમ વધી રહ્યા છે કોરોનાના કેસ? શું ભારત છે જોખમી સમયમાં? જાણો આ પાંચ કારણો
પ્રતિકાત્મક તસ્વીર

Follow us on

ભારતમાં ફરી એકવાર કોરોના વાયરસનાનો ગ્રાફ વધવા લાગ્યો છે. છેલ્લા બે દિવસથી 16 હજારથી વધુ નવા કેસ આવી રહ્યા છે તેમજ દૈનિક મોતની સંખ્યા પણ સો કરતા પણ વધુ છે. નિષ્ણાતો માને છે કે તપાસના અભાવ, નવા સ્ટ્રેન અને રસીકરણમાં વિલંબ સહિત પાંચ કારણો એવા છે, જેને કારણે ફરી કોરોના ફેલાઈ રહ્યો છે. જેના પર સરકારે તાત્કાલિક પગલા લેવા જોઈએ.

1. રોજના કોરોના ટેસ્ટમાં અડધો અડધ ઘટાડો

ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના ડેટા અનુસાર ગયા વર્ષે સપ્ટેમ્બરમાં દેશમાં દરરોજ કોવિડ -19 ના એક મિલિયનથી વધુ ટેસ્ટ થતા હતા. પરંતુ આ વર્ષે ફેબ્રુઆરી આવતા આવતા પરીક્ષણ દર ઘટ્યો છે. અત્યારે દરરોજ ફક્ત છથી આઠ લાખ નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 8,31,807 નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું. દેશમાં અત્યાર સુધીમાં કુલ 21,46,61,465 કોરોના ટેસ્ટ કરાયા છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

2. પોઝિટિવ કેસમાં વધારો

દેશમાં રોજ કોરોનાના ટેસ્ટમાં વધારો થાય છે. તેમ છતાં પોઝિટિવ કેસ 5 ટકાથી વધુ આવી રહ્યા છે. આ પરથી જણાય છે કે ઓછા ટેસ્ટમાં પણ વધુ કેસ આવી રહ્યા છે. ગયા મહિને દેશમાં પરીક્ષણ પોઝિટિવ કેસનો દર 6 ટકા હતો, જે આ મહિનામાં 5 ટકાથી વધુ જોવા મળી રહ્યો છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનનું માનવું છે કે, સતત બે અઠવાડિયા સુધી કોઈ પણ દેશનો કોરોનાના પોઝિટિવ કેસ પાંચ ટકા કે તેથી ઓછો હોવો જોઈએ, તો જ કોરોના નિયંત્રણમાં કરી શકાય છે. આ પ્રમાણે જોવા જઈએતો ભારત માટે જોખમી સમય ચાલી રહ્યો છે.

3. કોરોના વાયરસના નવા સ્વરૂપોની અસર

ભારત સરકારે અહેવાલ આપ્યો છે કે દેશમાં કોરોનાના નવા સંસ્કરણના 180 થી વધુ કેસ નોંધાયા છે. ઉપરાંત, દક્ષિણ આફ્રિકા અને બ્રાઝિલથી વિશ્વના અન્ય ભાગોમાં ફેલાયેલા વાયરસનું બીજું નવું સંસ્કરણ પણ દેશમાં અનેક વિસ્તારોમાં જોવા મળી રહ્યું છે. તાજેતરમાં દેશમાં કોરોનાનું નવું સંસ્કરણ પણ મળી આવ્યું હતું પરંતુ સરકારે તેની પુષ્ટિ કરી નથી. અશોક યુનિવર્સિટીના મહામારી વિશેષ શાહિદ જમીલ કહે છે કે દેશમાં સંક્રમણના ટોચથી રીકવર થવાનો અર્થ એ નથી કે ભારતમાં બીજી લહેર સંભવિત નથી.

4. સલામતીમાં બેદરકારી

આંતરરાષ્ટ્રીય નિષ્ણાતો માને છે કે ડિસેમ્બર-જાન્યુઆરીમાં દેશમાં કોરોના ચેપ ઓછો થયો, ત્યારબાદ લોકોએ બેદરકારી દાખવવાનું શરૂ કર્યું અને તપાસ પણ ઓછી થઈ. આ કારણોસર મહારાષ્ટ્ર સહિત પાંચ રાજ્યોમાં કેસોમાં વધારો થયો છે. નિષ્ણાતો એમ પણ માને છે કે ભારતમાં ચેપ ઓછો થવા પાછળનું એક મહત્વનું કારણ, મોટી વસ્તીના શરીરમાં કોરોના વાયરસ સામે એન્ટિબોડીઝનો વિકાસ હોવો જોઈએ. તાજેતરમાં જારી કરાયેલા ઘણા એસઆઈઆરઓ સર્વેના પરિણામો દર્શાવે છે કે દેશની મોટી વસ્તી વાયરસમાં અસરગ્રસ્ત થઈને સાજી થઇ ગઈ છે. આ તથ્યને આધારે, નિષ્ણાતો કહે છે કે ભારતીયોએ ગત મહિને થયેલા સંક્રમણ અંગે ખૂબ ઉત્સાહિત ન થવું જોઈએ, કારણ કે ઘણા લોકો એવા હોઈ શકે છે કે જેમના શરીરમાં કોઈ કોરોના ચેપ લાગ્યો હોય. તેથી, બેદરકાર ન બનો.

5. વસ્તી પ્રમાણે ઓછું રસીકરણ

ઓક્સફોર્ડ યુનિવર્સિટી સંચાલિત આવર વર્લ્ડ ઇન ડેટા મુજબ ભારત પ્રતિ સો લોકોએ માત્ર એક જ રસી લગાવી રહ્યું છે. જ્યારે બ્રિટનમાં 27 અને યુએસ 19ના દરે લોકોને રસી અપાવતામાં આવી રહી છે. જુલાઈ સુધીમાં ભારતનું લક્ષ્ય 30 કરોડ લોકોને રસી આપવાનું છે. ગતિ પ્રમાણે ભારત ખુબ પાછળ છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ 1,34,72,643 લોકોને રસી આપવામાં આવી છે જ્યારે માર્ચના અંત સુધીમાં દેશમાં 3 કરોડ લોકોને રસી આપવાની છે. 1 માર્ચથી દેશમાં 27 કરોડ વૃદ્ધો અને ગંભીર દર્દીઓને રસી આપવામાં આવશે. ભારત સરકારના આંકડા દર્શાવે છે કે દેશમાં રસીકરણના દરેક સત્રમાં, લક્ષ્ય સામે માત્ર 35 ટકા રસીકરણ પ્રાપ્ત થયું છે.

Next Article