Vehicle Scrappage Policy: વાહન સ્ક્રેપિંગની સંપૂર્ણ પ્રક્રિયા ડિજિટલ હશે, સરકારે જાહેર કર્યા નવા નિયમ

|

Mar 14, 2022 | 3:19 PM

વાહન પર કોઈ બાકી લેણું ના હોવું જોઈએ, વાહન સામે કોઈ કેસ નોંધાયેલ ના હોવો જોઈએ અને આરટીઓ વિભાગે તેને બ્લેકલિસ્ટ પણ કર્યું ના હોય તે જરૂરી છે. સ્ક્રેપિંગ કરતા પહેલા તમામ જરૂરી પુરાવા સબમિટ કરવાના રહેશે. વાહન માલિકને આ તમામ દસ્તાવેજો 'વાહન' પોર્ટલના ડેટાબેઝમાં ડીજીટલ સ્વરૂપે જમા કરવામાં આવશે.

Vehicle Scrappage Policy: વાહન સ્ક્રેપિંગની સંપૂર્ણ પ્રક્રિયા ડિજિટલ હશે, સરકારે જાહેર કર્યા નવા નિયમ
Scrapped vehicle (symbolic image)

Follow us on

માર્ગ અને પરિવહન મંત્રાલય (MoRTH) એ વાહન સ્ક્રેપેજ નીતિ (Vehicle scrappage policy) અંગે ડ્રાફ્ટ બહાર પાડ્યો છે. આ ડ્રાફ્ટ દ્વારા કહેવામાં આવ્યું છે કે વાહનોને સ્ક્રેપમાં મોકલવા માટે ડિજિટલ પ્રક્રિયા અપનાવવામાં આવશે. મંત્રાલયે કહ્યું છે કે વાહનને સ્ક્રેપ કરવા માટે રજિસ્ટર્ડ વ્હીકલ સ્ક્રેપિંગ ફેસિલિટીઝ (RVSF) ની જરૂર પડશે. સ્ક્રેપિંગ પહેલા, આરવીએસએફની ડિજિટલી ચકાસણી કરવામાં આવશે, તે પછી જ વાહનને સ્ક્રેપમાં મોકલવામાં આવશે. ડિજિટલ વેરિફિકેશન એ સ્પષ્ટ કરશે કે સ્ક્રેપ થનાર વાહનની કોઈ રકમ બાકી નથી અથવા પ્રાદેશિક પરિવહન સત્તાવાળાઓ દ્વારા વાહનને બ્લેકલિસ્ટ કરવામાં આવ્યુ નથી.

માર્ગ પરિવહન મંત્રાલયના ડ્રાફ્ટમાં કહેવામાં આવ્યું છે કે કોઈપણ વાહનને સ્ક્રેપ કરતા પહેલા મંત્રાલયના પોર્ટલ ‘વાહન’ના ડેટાબેઝમાંથી તમામ જરૂરી ચેકિંગ કરવામાં આવશે. વાહન માલિકે વાહન સ્ક્રેપ કરતા પહેલા આ તમામ ચેકિંગ માટે તૈયાર રહેવું પડશે. આમાં ભાડા-ખરીદી, વાહનની લીઝ, વાહન વિરુદ્ધ નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરોમાં કોઈ કેસ ના હોવાનો પુરાવો, વાહન પર કોઈ રકમ બાકી ના હોવાની એનઓસી અને પ્રાદેશિક વાહનવ્યવહાર વિભાગ તરફથી વાહનને બ્લેકલિસ્ટિંગ કર્યુ ના હોવા સહીતની બાબતનો સમાવેશ થાય છે.

વાહનના માલિકે શું કરવું પડશે?

ડ્રાફ્ટ પેપરમાં જણાવાયુ છે કે જરૂરી કોઈપણ પેપરની ગેરહાજરીમાં, સ્ક્રેપિંગની પ્રક્રિયાને શરૂ કરવાની મંજૂરી આપવામાં નહી આવે. સૂચિત નિયમ મુજબ વાહન સ્ક્રેપિંગ માટેની અરજી ડિજિટલ રીતે સબમિટ કરવાની રહેશે અને આ માટે RVSFની મદદ લેવામાં આવશે. વાહનને સ્ક્રેપિંગ માટે સબમિટ કરતી વખતે વાહન માલિકે તેની બાંયધરી આપવાની રહેશે. સમાન દસ્તાવેજો પણ આરવીએસએફ ઓપરેટરને સબમિટ કરવાના રહેશે. આ કાગળો એટલા માટે માંગવામાં આવશે કારણ કે સ્ક્રેપિંગ સંબંધિત કામમાં કોઈ વિક્ષેપ કે કાનુની અડચણ ના આવે અને પ્રક્રિયા સંપૂર્ણ પારદર્શક છે.

ઉનાળામાં દરરોજ સૂકું નાળિયેર ખાવાના છે ચમત્કારિક ફાયદા, જાણો
પાકિસ્તાનની એ ઈમારતો જ્યાં આજે પણ લખ્યું છે ભારતનું નામ
શું તમારી પાસે છે PM મોદીનો મોબાઈલ નંબર?
ઘરના બારી દરવાજા બનાવવા બેસ્ટ લાકડું કયું? અહીં જુઓ લિસ્ટ
Axis Bank માંથી 3 વર્ષ માટે 3 લાખ રૂપિયાની લોન પર વ્યાજ કેટલું હશે?
અનિલ અંબાણીના શેરનું જોરદાર કમબેક...

સ્ક્રેપિંગનો ફાયદો

એવું માનવામાં આવે છે કે માર્ચ અથવા એપ્રિલથી જ વાહનોનું સ્ક્રેપિંગ શરૂ કરવામાં આવશે. આ માટે સ્ક્રેપિંગ સેન્ટર બનાવવાનું કામ સમગ્ર દેશમાં પૂરજોશમાં ચાલી રહ્યું છે. જ્યાં સુધી ફાયદાની વાત છે તો, રોડ ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર નીતિન ગડકરીએ લોકસભામાં સ્ક્રેપેજ પોલિસી લોન્ચ કરતી વખતે કહ્યું હતું કે, અમે તમામ ઓટોમેકર્સને એક એડવાઈઝરી જાહેર કરી છે કે, સ્ક્રેપિંગ પ્રમાણપત્રના આધારે નવા વાહનની ખરીદી પર 5 ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. તેમણે કહ્યું કે વ્હીકલ સ્ક્રેપિંગ પોલિસી એકએવી પોલિસી છે, જે પ્રદૂષણને ઝડપથી ઘટાડશે એટલું જ નહીં પરંતુ ઓટો સેક્ટરને પણ ફાયદો થશે.

માલિકોને શું ફાયદો થશે

નિષ્ણાતો કહે છે કે જૂના વાહનને સ્ક્રેપ કરવા પર વાહન માલિકોને પ્રમાણપત્ર આપવામાં આવશે. આ સર્ટિફિકેટ બતાવવાથી નવા વાહનની ખરીદી પર 5 ટકા ડિસ્કાઉન્ટ મળશે. ઓટો કંપનીઓ આ ડિસ્કાઉન્ટ આપશે. નવું વાહન ખરીદનારાઓએ રજીસ્ટ્રેશન ફી ચૂકવવાની રહેશે નહીં. નવું વાહન ખરીદવા પર રોડ ટેક્સમાં 25 % રિબેટ મળશે. કોમર્શિયલ વાહનો ખરીદનારાઓને રોડ ટેક્સમાં 15 % રિબેટ આપવામાં આવશે.

આ પણ વાંચોઃ

Corona Vaccination: હવે દેશભરમાં 12 વર્ષથી ઉપરના તમામ બાળકોને અપાશે વિનામૂલ્યે કોરોનાની રસી, કેન્દ્રીય આરોગ્ય પ્રધાનની જાહેરાત

આ પણ વાંચોઃકોંગ્રેસના ધારાસભ્ય અનિલ જોશિયારાનું નિધન, કોરોના બાદ ફેફસાંમાં ઇન્ફેક્શન થયું હતું, ચેન્નાઈની હોસ્પિટલમાં સારવાર ચાલતી હતી

Next Article