Vande Bharat Train: વંદે ભારત ટ્રેન પર પથ્થર ફેંકનારાઓની હવે ખેર નથી, જાણો કેટલા વર્ષની થશે જેલની સજા

|

Mar 29, 2023 | 7:09 PM

વંદે ભારત ટ્રેનો પર પથ્થરમારાની ઘટનાઓ છેલ્લા કેટલાક સમયથી સામે આવી રહી છે, તેથી તેના પર કડક કાર્યવાહી કરવા માટે આ સજાની જાહેરાત કરવામાં આવી છે. આ દરમિયાન SCRએ ઘણી જગ્યાઓની ઘટનાઓનો ઉલ્લેખ કર્યો. સાઉથ સેન્ટ્રલ રેલવેએ જણાવ્યું કે આ વર્ષે જાન્યુઆરીથી અત્યાર સુધીમાં આવી 9 ઘટનાઓ બની છે.

Vande Bharat Train: વંદે ભારત ટ્રેન પર પથ્થર ફેંકનારાઓની હવે ખેર નથી, જાણો કેટલા વર્ષની થશે જેલની સજા

Follow us on

Vande Bharat Train: વંદે ભારત ટ્રેન પર પથ્થરમારો કરનારાઓની હવે ખેર નથી. રેલવેએ આવી ઘટનાઓને અંજામ આપનારાઓ સામે સજાની જાહેરાત કરી છે. દક્ષિણ મધ્ય રેલવે (SCR) એ મંગળવારે ચેતવણી આપી હતી કે વંદે ભારત ટ્રેનો પર પથ્થરમારો કરનારાઓને હવે 5 વર્ષની જેલ ભોગવવી પડશે. તાજેતરના સમયમાં આવી ઘટનાઓમાં થયેલા વધારા બાદ SCRએ આ જાહેરાત કરી છે.

આ વર્ષે જાન્યુઆરીથી અત્યાર સુધીમાં આવી 9 ઘટનાઓ બની

SCRએ કહ્યું કે, વંદે ભારત ટ્રેનો પર પથ્થરમારાની ઘટનાઓ છેલ્લા કેટલાક સમયથી સામે આવી રહી છે, તેથી તેના પર કડક કાર્યવાહી કરવા માટે આ સજાની જાહેરાત કરવામાં આવી છે. આ દરમિયાન SCRએ ઘણી જગ્યાઓની ઘટનાઓનો ઉલ્લેખ કર્યો. સાઉથ સેન્ટ્રલ રેલવેએ જણાવ્યું કે આ વર્ષે જાન્યુઆરીથી અત્યાર સુધીમાં આવી 9 ઘટનાઓ બની છે.

આ પણ વાંચો : શું તમે ક્યારેય વિચાર્યું છે કે રેલવે ટ્રેક પર રેલવેના પૈડા કેમ નથી થતા સ્લીપ ? જાણો કારણ

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

વંદે ભારત ટ્રેનો પર પથ્થરમારાની ઘટનાઓમાં વધારો થયો

જણાવી દઈએ કે વંદે ભારત ટ્રેનો 2019 થી ચલાવવાની શરૂઆત થઈ હતી. ત્યારથી તેલંગાણા, બિહાર, ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ અને પશ્ચિમ બંગાળમાં વંદે ભારત ટ્રેનો પર પથ્થરમારાની ઘટનાઓ સામે આવી છે. SCRએ કહ્યું કે વંદે ભારત ટ્રેનો પર પથ્થર ફેંકવો એક પ્રકારનો ગુનો છે. રેલવે એક્ટની કલમ 153 હેઠળ ગુનેગારો સામે કાર્યવાહી કરવામાં આવશે.

5 વર્ષ સુધી થઈ શકે છે જેલની સજા

આ અંતર્ગત ગુનેગારોને 5 વર્ષની જેલની સજા થઈ શકે છે. દક્ષિણ મધ્ય રેલવેએ વધુમાં જણાવ્યું હતું કે આરપીએફએ અત્યાર સુધીમાં 39 લોકોની ધરપકડ કરી છે, જેમણે વંદે ભારત ટ્રેનો પર પથ્થરમારો કરવાની ઘટનાને અંજામ આપ્યો છે. આ મહિનામાં 11 માર્ચે હાવડાથી જલપાઈગુડી જતી વંદે ભારત ટ્રેન પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ દરમિયાન ટ્રેનના કાચ તૂટી ગયા હતા.

વંદે ભારત ટ્રેન શરૂ થઇ છે ત્યારથી રખડતા ઢોરનો પણ ત્રાસ માથાના દુખાવા સમાન બની ગયો છે. તેથી જ હવે તંત્રએ તેનો તોડ શોધી લીધો છે. અમદાવાદથી મુંબઇ જતી વંદે ભારત ટ્રેનના રૂટ પર પ્રોટેક્શન વોલ લગાવવામાં આવી રહી છે. આ વોલના કારણે રખડતા ઢોર રેલવે ટ્રેકની વચ્ચે આવતા અટકી જશે. અત્યાર સુધી અમદાવાદથી વડોદરા સુધી પ્રોટેક્શન વોલ લાગી ગઇ છે. હવે તેની આગળની કામગીરી ચાલી રહી છે. આ પ્રોટેક્શન વોલ લોખંડની અને ઊંચાઇ વાળી બનેલી છે. તેથી ટ્રેકની વચ્ચે ઢોર આવી શકશે નહીં.

દેશ અને દુનિયાના તાજા સમાચાર ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર 

દેશ સાથે જોડાયેલા તમામ ન્યૂઝ માટે જોડાયેલા રહો…

Published On - 5:41 pm, Wed, 29 March 23

Next Article