Budget 2020: બજેટ બનાવવામાં આ 5 અધિકારીઓની પાસે છે ખાસ જવાબદારી

|

Jan 29, 2020 | 7:05 AM

નાણાપ્રધાન નિર્મલા સીતારમણ 1લી ફેબ્રુઆરીએ નાણાકીય વર્ષ 2020-21નું બજેટ રજૂ કરશે. વડાપ્રધાન મોદીએ જાતે આ વખતે બજેટને લઈ ખાસ ધ્યાન આપ્યું છે. વડાપ્રધાન મોદી અને નાણાપ્રધાન નિર્મલા સીતારમણે ઘણા નિષ્ણાંતોની સાથે બેઠક કરી, જેથી આ વખતે બજેટમાં સુસ્ત અર્થવ્યવસ્થાને ઝડપ આપી શકાય. વડાપ્રધાને ઘણા અર્થશાસ્ત્રી, ઈન્ડસ્ટ્રીઝ લીડર, ખેડૂત નેતાઓ અને અન્ય લોકો સાથે બજેટ પર […]

Budget 2020: બજેટ બનાવવામાં આ 5 અધિકારીઓની પાસે છે ખાસ જવાબદારી

Follow us on

નાણાપ્રધાન નિર્મલા સીતારમણ 1લી ફેબ્રુઆરીએ નાણાકીય વર્ષ 2020-21નું બજેટ રજૂ કરશે. વડાપ્રધાન મોદીએ જાતે આ વખતે બજેટને લઈ ખાસ ધ્યાન આપ્યું છે. વડાપ્રધાન મોદી અને નાણાપ્રધાન નિર્મલા સીતારમણે ઘણા નિષ્ણાંતોની સાથે બેઠક કરી, જેથી આ વખતે બજેટમાં સુસ્ત અર્થવ્યવસ્થાને ઝડપ આપી શકાય.

વડાપ્રધાને ઘણા અર્થશાસ્ત્રી, ઈન્ડસ્ટ્રીઝ લીડર, ખેડૂત નેતાઓ અને અન્ય લોકો સાથે બજેટ પર વાતચીત કરી છે. વડાપ્રધાન દ્વારા આ લોકોની સાથે મંદીનો સામનો કરવા સૂચનો માંગવામાં આવ્યા હતા. દેશને મંદીમાંથી બહાર લાવવા માટે આ બજેટ ખુબ મહત્વપૂર્ણ રહેશે. સંસદમાં તો બજેટ નાણાપ્રધાન રજૂ કરે છે પણ બજેટ બનાવવાની પાછળ ઘણા લોકોનો હાથ હોય છે, આજે અમે તમને 5 એવા લોકો વિશે જણાવીશું કે જે બજેટ બનાવવામાં પડદાની પાછળ કામ કરી રહ્યા છે.

વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો

નાણા સચિવ, રાજીવ કુમાર

રાજીવ કુમાર નાણા મંત્રાલયમાં ટોપ અધિકારી છે, જે બેન્કિંગ રિફોર્મ્સ માટે જાણીતા છે. નાણા મંત્રાલયના ટોપ બ્યૂરોક્રેટ રાજીવ કુમારની દેખરેખ હેઠળ અનેક બેન્કિંગ સુધારા કરવામાં આવ્યા છે. રાજીવ કુમારની દેખરેખ હેઠળ જ સરકારી બેન્કોનું મર્જર અને એક મોટું Recapitalization અભિયાન ચલાવવામાં આવ્યું. અપેક્ષા છે કે બેન્કિંગ સેક્ટરના સંકટને દૂર કરવા માટે તેમની ખાસ ભૂમિકા હોય શકે છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

 

આર્થિક મામલાના સચિવ, અતનુ ચક્રવર્તી

ચક્રવર્તી સરકારી સંપતિઓના સેલ એક્સપર્ટ છે. તેમને ગયા વર્ષે જ જુલાઈમાં આર્થિક વિભાગનો કાર્યભાર સંભાળ્યો છે. જ્યારે દેશની અર્થવ્યવસ્થા 5 ટકાના ગ્રોથથી પણ નીચે જઈ રહી છે, ત્યારથી તેમને ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં 1 લાખ કરોડ રૂપિયાના રોકાણનો પ્લાન તૈયાર કર્યો છે. તેમની અધ્યક્ષતામાં જ એક સમિતિનું ગઠન કરવામાં આવ્યું હતું. જેમાં ગ્રોથને પરત લાવવા માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રમાં એક ટ્રિલિયન ડૉલરના રોકાણની રૂપરેખા તૈયાર કરી હતી.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

ખર્ચ સચિવ, ટીવી સોમનાથન

ટીવી સોમનાથનની નાણા મંત્રાલયમાં નવી એન્ટ્રી થઈ છે. તેમનું કામ સરકારી ખર્ચનું દેખરેખ કરવાનું છે. તેમની દેખરેખ સરકારી ખર્ચાઓને મેનેજ કરી બજારમાં માંગ વધારવા અને બિનજરૂરી ખર્ચા ઓછા કરવા પર રહે છે. તેમના પર બિનજરૂરી ખર્ચ ચિહ્નિત કરવાની જવાબદારી છે. તે પહેલા વડાપ્રધાન કાર્યાલયમાં કામ કરી ચૂક્યા છે અને તેથી તે વાતથી અવગત છે કે વડાપ્રધાન મોદી કેવા પ્રકારનું બજેટ ઈચ્છે છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

મહેસૂલ સચિવ, અજય ભૂષણ પાંડે

હાલના સમયમાં નાણા મંત્રાલયમાં જે સચિવ પર સૌથી વધારે દબાણ છે, તે અજય ભૂષણ પાંડે છે. પાંડે પર મહેસૂલ એટલે કે સંસાધનોને વધારવાની જવાબદારી છે. મંદી વચ્ચે મહેસૂલની તંગીના અંદાજની વચ્ચે સંભવિત તેમની જવાબદારી સૌથી મુશ્કેલ છે. ગયા વર્ષે કરવામાં આવેલા 20 બિલિયન ડોલરના કોર્પોરેટ ટેક્સ કટ પર રોકાણના મામલામાં અસર દેખવાની બાકી છે. તેની વચ્ચે પાંડે ડાયરેક્ટ ટેક્સ કોડના ઘણા પ્રસ્તાવને અપનાવવા પર જોર આપશે.

ડિસઈન્વેસ્ટમેન્ટ સેક્રેટરી, તુહીનકાંત પાંડે

પાંડેની પાસે Air India Ltd અને અન્ય સરકારી કંપનીઓના ડિસઈન્વેસ્ટમેન્ટની જવાબદારી છે. ડિસઈન્વેસ્ટમેન્ટ સરકારની આવક માટે મુખ્ય માર્ગ છે. આ વખતે કેન્દ્ર સરકાર ગયા વર્ષે જુલાઈમાં રજૂ કરેલા બજેટ નિર્ધારિત 1.05 લાખ કરોડ રૂપિયાના ડિસઈન્વેસ્ટમેન્ટ લક્ષ્યથી ખુબ પાછળ છે. આગામી વર્ષના લક્ષ્ય માટે તેની ભૂમિકા ખૂબ જ મહત્ત્વની બનશે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article