આખરે કફ સિરપમાં શું હતું જેનાથી 66 લોકોના મોત થયા ?

ભારતમાં કફ અને સિરપને લઈને એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને હવે WHO આ મામલે તપાસ કરવા જઈ રહ્યું છે. તો જાણો આ કફ સિરપમાં શું હતું, જે લોકોના મોતનું કારણ માનવામાં આવે છે.

આખરે કફ સિરપમાં શું હતું જેનાથી 66 લોકોના મોત થયા ?
આખરે કફ સિરપમાં શું હતું જેનાથી 66 લોકોના મોત થયા ?
| Edited By: | Updated on: Oct 06, 2022 | 12:55 PM

Cough Syrup Controversey : ભારતનું કફ સિરપ ચર્ચામાં છે અને ચર્ચામાં આવવાનું કારણ ગામ્બિયામાં 66 લોકોના મોત છે. ગામ્બિયામાં મૃત્યુ પામેલા લોકોનું કનેક્શન કફ સિરપ સાથે જણાવવામાં આવી રહ્યું છે. ખાસ વાત એ છે કે, આ કફ સિરપ ભારતની કંપનીનુ હોવાનું જણાવવામાં આવી રહ્યું છે અને હવે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને આ અંગે એલર્ટ જાહેર કર્યું છે. તેમજ કફ સિરપ અંગે પણ તપાસ થશે. આવી સ્થિતિમાં સવાલ એ છે કે, આ કફ સિરપમાં એવું શું હતું જેના કારણે આટલા લોકોના મોત થયા.

તો ચાલો જાણીએ કફ સિરપમાં શું હતુ અને હવે આ ભારતીય કફ સિરપને લઈ શું જાણકારી સામે આવી છે સાથે જાણીએ કે, આ પહેલા પણ આવા કેટલાક કેસ સામે આવ્યા હતા. ત્યારે શું વાત સામે આવી હતી.

 

 

શું છે ગામ્બિયાનો કેસ ?

ડબલ્યુએચઓએ ભારતીય કંપની દ્વારા બનાવવામાં આવેલી કફ અને સિરપને લઈ એલર્ટ જાહેર કર્યું છે. 4 સિરપના સેમ્પલની તપાસ કરવામાં આવી હતી. તેમાં ભારતની ફાર્માસ્યુટિકલ લિમિટેડ દ્વારા બનાવવામાં આવી રહેલી કફ અને સિરપ પણ સામેલ છે. તમને જણાવી દઈએ કે, ગત્ત મહિને એટલે કે, સપ્ટેમબર મહિનામાં ગામિબયામાં 60 બાળકોના મોત થયા હતા. જણાવવામાં આવી રહ્યું છે કે, આ બાળકોએ કફ સિરપ પીધી હતી જેના કારણે આ બાળકોના મોતના સમાચાર સામે આવ્યા. ત્યારબાદ સરકાર આ મૃત્યુ પાછળ વધુ તપાસ હાથ ધરી રહી છે.

કફ સિરપમાં શું મળ્યું હતુ ?

WHO દ્વારા આપવામાં આવેલા રિપોર્ટમાં સામે આવ્યું કે, એક ફાર્માસ્યુટિકલના કફ અને કોલ્ડ સિરપમાં જરુરતથી વધારે ડાયથિલીન ગ્લાઈકોલ અને એથલીન ગ્લોઈકોલની માત્રા મળી આવી છે.કહેવામાં આવી રહ્યું છે કે આ સિરપ ગામ્બિયામાં બાળકોએ પીધું હતું.

શું હોય છે આ પ્રોડક્ટની અસર ?

હવે વાત કરીએ એ પદાર્થોની જે કફ સિરપમાં વધારે મળી આવ્યું હતુ. ડાયથિલીન ગ્લોઈકોલ એક રીતે કેમિકલ છે.જે અન્ય કેટલીક દવાઓની સાથે અન્ય પ્રોડક્ટમાં પણ ઉપયોગ કરવામાં આવે છે. તેને વધુ પડતી માત્રાના કારણે, તે ઝેરનું કામ કરે છે. આનાથી કિડનીની રોગપ્રતિકારક શક્તિ પર ખૂબ જ અસર પડે છે. આના કારણે ઝેરનું જોખમ સૌથી વધુ છે અને તેના સેવનથી પેટમાં દુખાવો, ઉલ્ટી, ઝાડા, માથાનો દુખાવો જેવી સમસ્યાઓ થઈ શકે છે.

ઇથિલિન ગ્લાયકોલ પણ ઝેરી પદાર્થોમાં ગણાય છે. તેનો ઉપયોગ વાહનોમાં એન્ટિફ્રીઝ તરીકે પણ થાય છે. તેનો મોટાભાગનો ઉપયોગ ઠંડક માટે થાય છે. પરંતુ તેનું વધુ સેવન કરવાથી મૃત્યુ થઈ શકે છે. તે ઇથિલિન ઓક્સાઇડમાંથી મેળવવામાં આવે છે, જે ઇથિલિનમાંથી આવે છે.

કફ સિરપ પહેલીવાર ચર્ચામાં નથી?

ગત્ત વર્ષે દિલ્હીમાં કફ સિરપના કારણે 16 બાળકો બીમાર પડ્યા હતા, જ્યારે 3 બાળકોના મોત થયા હતા. તપાસ રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે ડેક્સ્ટ્રોમેથોર્ફન કફ સિરપની આડ અસરથી બાળકોના મોત થયા છે. અગાઉ જમ્મુના ઉધમપુરમાં કફ સિરપ પીવાથી નવ બાળકોના મોત થયા હતા. રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે, જમ્મુમાં કફ સિરપમાં રહેલા ઝેરી સંયોજન ડાયથિલિન ગ્લાયકોલના કારણે બાળકોના મોત થયા હતા.