બજારમાંથી સામાન્ય લોકો ક્યારે ખરીદી શકશે કોરોના વેક્સિન ? AIIMS ડાયરેક્ટરે આપી માહિતી

|

Feb 17, 2021 | 4:43 PM

AIIMS ડાયરેક્ટર રણદીપ ગુલેરિયાને પૂછવામાં આવ્યું હતું કે ઓપન બજારમાં કોરોના રસી આવતા કેટલો સમય લાગશે. આ વિષે વાત કરતા તેમણે પુરા પ્લાનની માહિતી આપી હતી.

બજારમાંથી સામાન્ય લોકો ક્યારે ખરીદી શકશે કોરોના વેક્સિન ? AIIMS ડાયરેક્ટરે આપી માહિતી
AIIMS ના ડાયરેક્ટર ડો. રણદીપ ગુલેરિયા

Follow us on

દેશમાં હવે કોરોનાની સ્થિતિ નિયંત્રણમાં છે અને રસીકરણનું આંદોલન પણ ચાલુ છે. દરમિયાન AIIMS ના ડિરેક્ટર રણદીપ ગુલેરિયાએ વેક્સિન વિશે વાત કરી છે. રણદીપ ગુલેરિયાને પૂછવામાં આવ્યું હતું કે ઓપન બજારમાં કોરોના રસી આવતા કેટલો સમય લાગશે. આ અંગે ગુલેરિયાએ કહ્યું કે વર્ષના અંત સુધીમાં વેક્સિન બજારમાં આવવાની સંભાવના છે. તેમણે જણાવ્યું હતું કે અત્યારે પ્રાથમિકતા અનુસાર રસીકરણ કરવા પર ભાર મુકવામાં આવ્યો છે.

તાજેતરમાં દેશમાં બે કોરોના વેક્સિનના ઉપયોગ માટે મંજૂરી આપવામાં આવી છે. આમાં ઓક્સફર્ડ અને ભારત બાયોટેકની કોરોના વેક્સિન સામેલ છે. મંગળવાર સુધીમાં કુલ 89,99,230 લોકોને કોરોના વાયરસની વેક્સિન આપવામાં આવી હતી.

વર્ષના અંત સુધી ઓપન બજારમાં વેક્સિન આવવાની સંભાવના
કોરોના વેક્સિન વિશે વાત કરતા AIIMS ના ડિરેક્ટર રણદીપ ગુલેરિયાએ જણાવ્યું હતું કે સરકારે આ વેક્સિન ફ્રોન્ટ વર્કર્સને અને જે એક ગ્રૂપને આપવાનો નિર્ણય લીધો છે તેમને આ વેક્સિન પહેલા આપવામાં આવશે. બાદમાં વેક્સિન ખુલ્લા બજારમાં આવશે. આ પાછળ કારણ છે કે સપ્લાય-ડિમાન્ડ જાળવવી પડે છે.” ગુલેરિયાએ એવી આશા વ્યક્ત કરી કે કોરોના રસી વર્ષના અંત પહેલા અથવા તે પહેલાં ઓપન બજારમાં આવશે.

પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન

AIIMSના ડિરેક્ટર રણદીપ ગુલેરિયાને બુધવારે કોવિડ વેક્સિનનો બીજો ડોઝ લગાવ્યો. તેમણે કહ્યું, ‘હું દરેકને કહેવા માંગુ છું કે વેક્સિનથી ડરવાની જરૂર નથી. અત્યારે કોરોના સંક્રમણની સ્થિતિ ખૂબ સારી છે. પરંતુ આપણે તેને જાળવી રાખવી પડશે. રસી લેવી જરૂરી છે. ‘

છેલ્લા 24 કલાકમાં ભારતમાં કોરોનાવાયરસના 11,610 નવા કેસ નોધાયા છે. બાદમાં કુલ પોઝીટીવ કેસની સંખ્યા 1,09,37,320 થઇ હતી. 100 નવા મૃત્યુ પછી, મૃત્યુઆંકની કુલ સંખ્યા વધીને 1,55,913 થઈ ગઈ છે. દેશમાં સક્રિય કેસની કુલ સંખ્યા હવે 1,36,549 છે અને ડિસ્ચાર્જ થયેલા કેસોની કુલ સંખ્યા 1,06,44,858 છે.

Next Article