જ્યારે ગડકરીએ કહ્યું- કૂવામાં કૂદીને મરી જઈશ, પણ કોંગ્રેસમાં નહીં જોડાઉં

|

Aug 29, 2022 | 10:41 AM

ભાજપના નેતા નીતિન ગડકરીએ યાદ કર્યું કે જ્યારે તેઓ વિદ્યાર્થી નેતા હતા ત્યારે કોંગ્રેસના નેતા શ્રીકાંત જિચકરે તેમને સારા ભવિષ્ય માટે કોંગ્રેસમાં જોડાવાનું કહ્યું હતું.

જ્યારે ગડકરીએ કહ્યું- કૂવામાં કૂદીને મરી જઈશ, પણ કોંગ્રેસમાં નહીં જોડાઉં
Nitin Gadkari, Road and Transport Minister

Follow us on

કેન્દ્રીય માર્ગ, પરિવહન મંત્રી અને ભાજપના નેતા નીતિન ગડકરી (Nitin Gadkari), સ્પષ્ટવક્તા અને મુક્ત વિચાર વ્યક્ત કરવા માટે જાણીતા છે. આ કારણે તેઓ સતત ચર્ચામાં રહે છે. આ વખતે પણ કંઈક આવું જ બન્યું છે. હકીકતમાં આ વખતે તેમણે નાગપુરમાં (Nagpur) એક કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસમાં (Congress) જોડાવવાની વાત કરી હતી. નીતિન ગડકરીએ યાદ કર્યું હતુ કે જ્યારે તેઓ વિદ્યાર્થી નેતા હતા, ત્યારે કોંગ્રેસના નેતા શ્રીકાંત જિચકરે તેમને સારા ભવિષ્ય માટે કોંગ્રેસમાં જોડાવવાનું કહ્યું હતું. કોંગ્રેસના નેતા શ્રીકાંત જિચકર સાથેની વાતચીતને યાદ કરતાં તેમણે કહ્યું કે, મેં શ્રીકાંતને કહ્યું હતું કે, હું કૂવામાં કૂદીને મરી જઈશ, પણ કોંગ્રેસમાં નહીં જોડાઉં, કારણ કે મને કોંગ્રેસની વિચારધારા સહેજ પણ પસંદ નથી.

‘સારા દિવસો કે ખરાબ દિવસો’

જોકે, ગડકરીએ ભાજપ સંસદીય બોર્ડ અને ચૂંટણી સમિતિમાંથી તેમને હટાવવા અંગે કોઈ પ્રતિક્રિયા આપી ન હતી. પરંતુ તે ચોક્કસપણે સંકેત આપે છે કે તેઓ ભાજપમાં જ રહેશે. તેમને કોંગ્રેસ કે અન્ય કોઈ પાર્ટીમાં જવાનો કોઈ વિચાર નથી. આ દરમિયાન કેન્દ્રીય મંત્રીએ એમ પણ કહ્યું કે, ‘યુઝ એન્ડ થ્રો’ યુગમાં કોઈએ સામેલ ન થવું જોઈએ. સારા દિવસો હોય કે ખરાબ દિવસો, એકવાર તમે કોઈનો હાથ પકડો તો તેને પકડી રાખો. ઉગતા સૂર્યની પૂજા ન કરવી.

નીતિન ગડકરીએ કહ્યું કે જ્યારે તમને સફળતા મળે છે અને તમારી ખુશીનો આનંદ માત્ર તમને એકલાને જ થાય તેનો કોઈ અર્થ નથી. જો તમારી સફળતાની ખુશી તમારી સાથે કામ કરતા લોકોને થાય તો તે વધુ સારું છે. તેમણે કહ્યું કે વેપાર હોય કે રાજકારણ બંન્નેમાં માનવીય સંબંધોમાં મહત્વપૂર્ણ છે. તેમણે કહ્યું કે પરિસ્થિતિ ગમે તે હોય, પણ કોઈએ તેનો ઉપયોગ કરીને ફેંકી દેવા જોઈએ નહીં. રિચર્ડ નિકસનની એક વાતનો ઉલ્લેખ કરતાં નીતિન ગડકરીએ કહ્યું કે વ્યક્તિ હારીને ખતમ નથી થતો, પરંતુ મેદાન છોડવાથી થાય છે. તેમણે કહ્યું કે આપણે હંમેશા ધ્યાનમાં રાખવું જોઈએ કે ઘમંડ અને આત્મવિશ્વાસ વચ્ચે શું તફાવત છે.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

તેમણે અમ પણ કહ્યું કે કોઈ પણ માણસ સંપૂર્ણ નથી હોતો. જો આપણે આપણા પોતાના મિત્રોની સારી બાબતોને આપણા વ્યક્તિત્વનો ભાગ બનાવી શકીએ, તો આપણે આપણી જાતને સુધારી શકીએ છીએ. કેન્દ્રીય મંત્રીએ કહ્યું, ‘કોઈએ પણ ‘યુઝ એન્ડ થ્રો’ની રેસમાં સામેલ થવું જોઈએ નહીં. સારા દિવસો હોય કે ખરાબ દિવસો, એકવાર તમે કોઈનો હાથ પકડો તો તેને પકડી રાખો.

Next Article