WhatsApp મેસેજ પર આવેલી આ લીન્કને ભૂલથી પણ ક્લિક ન કરતા, સરકારે જાહેર કરી ચેતવણી

|

Nov 27, 2020 | 5:54 PM

કોરોના મહામારી વચ્ચે હાલના સમયમાં વોટ્સએપ પર એક મેસેજ સર્ક્યુલેટ થઇ રહ્યો છે. આ મેસેજમાં એક લીનક આપને શેર કરવામાં આવશે અને તેના પર ક્લિક કરવા માટે કેહવામાં આવશે. મેસેજમાં કેહવામાં આવ્યું હશે કે કોરોના માટે સરકાર તરફથી રાહત ફંડ આપવામાં આવી રહ્યું છે. જાણો કેવી રીતે મેળવી શકો છો, અગર તમે આવો કોઈ મેસેજ […]

WhatsApp મેસેજ પર આવેલી આ લીન્કને ભૂલથી પણ ક્લિક ન કરતા, સરકારે જાહેર કરી ચેતવણી

Follow us on

કોરોના મહામારી વચ્ચે હાલના સમયમાં વોટ્સએપ પર એક મેસેજ સર્ક્યુલેટ થઇ રહ્યો છે. આ મેસેજમાં એક લીનક આપને શેર કરવામાં આવશે અને તેના પર ક્લિક કરવા માટે કેહવામાં આવશે. મેસેજમાં કેહવામાં આવ્યું હશે કે કોરોના માટે સરકાર તરફથી રાહત ફંડ આપવામાં આવી રહ્યું છે. જાણો કેવી રીતે મેળવી શકો છો, અગર તમે આવો કોઈ મેસેજ મેળવ્યો છે તો તમારે સાવધાન રેહવાની જરૂર છે. સરકાર દ્વારા આ સંદર્ભની મોબાઈલ યુઝર્સ માટે ચેતવણી જાહેર કરવામાં આવી છે. આ મેસેજ ખોટો છે અને હેકર્સ દ્વારા તેને મોકલવામાં આવી રહ્યો છે. હેકર્સ તેનો ફાયદો ઉઠાવીને તમને જાળમાં ફસાવવાની કોશિશ કરી શકે છે.

સરકારે આપ્યું એલર્ટ

સરકાર તરફથી PIB FACT CHECKના ટ્વીટર હેન્ડલ પર આ માહિતી શેર કરવામાં આવી છે અને આ મેસેજને ખોટો બતાવવામાં આવ્યો છે. સરકાર તરફથી કેહવામાં આવ્યું છે કે કોવીડ-19ને લઈને કોઈ ફંડ આપવામાં નથી આવી રહ્યું. આવા કોઈ પણ મેસેજને કોઈને પણ ફોરવર્ડ નહિ કરવા માટે સલાહ આપવામાં આવી છે. ચેતવણીમાં એમ પણ કેહવામાં આવ્યું છે કે આવા પ્રકારના મેસેજ તમારા ફોનને હેક કરી શકે છે, ડેટા ચોરી સહીત બેંક ખાતામાં પણ ચૂનો લગાવી શકે છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

ખોટા મેસેજને ફોરવર્ડ કરવાથી બચો

આ મેસેજમાં ફંડ તરીકે તમામ નાગરિકોને 1.30 લાખ રૂપિયા આપવા માટે કેહવામાં આવ્યું છે અને 18 વર્ષ સુધી ના લોકોને આપવા માટે કેહવાયું છે. મેસેજ સાથે મોકલવામાં આવેલી લિંક પર ફંડ વેરીફાઈ કરવા માટેનું કેહવામાં આવ્યું છે.

ખોટા મેસેજથી કેવી રીતે બચશો

વોટ્સએપ પર આવા ખોટા મેસેજને લઈને સમય સમય પર એલર્ટ આપવામાં આવતું હોય છે.

  1. તમારે આના માટે જાતેજ સતર્ક રેહવાની જરૂર છે
  2. વોટ્સ એપ પર કોઈ અજાણ્યા નંબરથી આવેલા મેસેજ પર વિશ્વાસ ન કરવો
  3. દરેક લિંક પર ક્લિક કરવાથી બચો
  4. બીજકોઈને પણ આવા મેસેજ ફોરવર્ડ ના કરો
  5. કોઈની પણ સાથે તમારા બેંક ખાતાની વિગતો વોટ્સ એપ પર શેર ના કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Next Article